“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 13 જૂન, 2011

શાળાની ભૌતિક સુવિધા

  • શાળાના તમામ વિદ્યાર્થીઓના બેંકમાં ખાતા ખોલવામાં આવેલ છે. તથા બધા બાળકોને સરકારશ્રી તરફથી શિષ્યવૃત્તિ ડાઇરેક્ટ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળાના બધા બાળકોને યુનિફોર્મ લાવવા સહાય મળે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળાના બધા બાળકોને પુસ્તકો, સ્વ-અધ્યાયપોથીઓ સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
  • શાળામાં ભણતા વિકલાંગ બાળકોને વિકલાંગ સહાય આપવામાં આવે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
  • શાળામાં સરકારશ્રીના મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર યુક્ત ભોજન આપવામાં આવે છે.
  • આ વિસ્તારના પાણીમાં ક્ષારનુ પ્રમાણ વધુ હોવાથી શાળામાં સરકારશ્રીની યોજના અંતર્ગત શાળાના બાળકોને RO SYSTEM આપવામાં આવી છે.
  • બધા બાળકોને જમવા માટે શાળામાં થાળી, વાટકી અને ગ્લાસની સુવિધા સરકારશ્રી ધ્વારા કરવામાં આવેલ છે.
  • ગામમાં ભૂતકાળમાં એક પુસ્તકાલય હતું જે બંધ થતા બધા પુસ્તકો શાળાને આપવામાં આવ્યા હતાં જે ધ્વારા શાળા પુસ્તકાલય બનાવેલ છે. તથા સમયાંતરે શાળામાં પુસ્તકો લાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
  • ધારાસભ્ય બોરસદ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબની ગ્રાન્ટમાંથી શાળાને એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર મળેલ છે.
  • ગામના અગ્રણી શ્રી જશભાઈ તરફથી શાળાને એક સેકન્ડ કમ્પ્યુટર ભેટ મળેલ છે.
  • ગામના પ્રથમ અગ્રણી નાગરિક એવા સરપંચ શ્રી સુરેશભાઈ તરફથી શાળાને ૨ કમ્પ્યુટર વોટર સેડ યોજના અંતર્ગત મળેલ છે.
  • રાષ્ટ્રીય તહેવારોમાં નગરની દૂધ ઉ. ડેરી તરફથી મીઠાઈ વહેચવામાં આવે છે.
  • ધો- ૫ થી ૮ ના બાળકોને બેસવા માટે બેન્ચિસ સરકારશ્રી તરફથી મળેલ છે.
  • શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ થવાથી જુના ઓરડા પાડી તેના સ્થાને નવા અત્યાધુનિક ૬ ઓરડા બનાવવામાં આવેલ છે.
  • શાળામાં જયારે કોઈ મદદની જરૂર હોય ત્યારે ગામના સેવાભાવી લોકો યથાશક્તિ મદદ કરે છે. શાળામાં જયારે પણ ચણતર ને લાગતું કામ હોય ત્યારે શ્રી મનુભાઈ પઢિયાર વગર મહેનતાનાએ કામ કરી આપે છે. ઇલેક્ટ્રિકને લાગતું કોઈ કામ હોય તો શ્રી સંજયભાઈ પરમાર મફતમાં કામ કરી આપે છે. શાળાને જયારે પણ ઠંડા પાણીની જરૂર હોય ત્યારે શાળાની બાજુમાં આવેલ રામદેવ ચિલ્ડ વોટર (શ્રી જશવંતભાઈ પરમાર) તરફથી પાણીના જગ આપવામાં આવે છે.
-:આ જુઓ નકશામાં આણંદ અને વડોદરાથી અમારી શાળા:- 

    શનિવાર, 11 જૂન, 2011

    એક ભયમુક્ત ભારતની કલ્પના

           ભારતમાં આજે આતંકવાદ ખુબ વધી રહ્યો છે. કોઈ પણ સરકાર આતંકવાદ રોકવા માટે કોઈ જવાબદારીભર્યું પગલું લેતી નથી. તેઓ આવે છે આપણને મારે છે અને જતા રહે છે સરકાર ફક્ત ખોટા વાયદા કર્યા કરે છે. આપને પણ આપણા મિત્રોને SMS કરી આતંકવાદી હુમલાના સમાચાર જણાવીએ છીએ, ભગવાન નો આભાર માણીએ છીએ કે હું તો બચી ગયો. T.V પર સમાચાર જોઈએ છીએ અને બીજા દિવસે આ બધું ભૂલી જઈ આપને આપણા કામમાં વ્યસ્ત થઇ જઈએ છીએ ખરું ને?
                        સરકાર આપણા ખિસ્સાના નાણામાંથી પોતાના માટે Z કક્ષાની સિક્યુરિટી રાખે છે. આતંકવાદીઓ પણ આવા નેતાઓને મારવાનું વિચારતી નથી કારણકે તે જાણે છે કે જો આપને તેઓને મારી નાખીશું તો જનતામાં આતંકવાદીઓનો ભય રહેશે નહિ.....
                         દરેક વખતે સામાન્ય માણસને જ સહન કરવું પડે છે. આપને કેમ આવા નેતાઓને ચુંટીએ છે જે આપણા માટે કશું કરતા નથી. તેઓ ફક્ત તેમના ખિસ્સા ભરવા માટે જ કામ કરે છે. કોઈ પોતાના હાથમાં બંદુક પકડવા માંગતું નથી.... પણ તેનો અર્થ એવો નથી કે તે આવું કરી શકતા નથી!! જયારે આપની અંદર સુતો સામાન્ય માણસ જાગી જશે ત્યારે ભારતમાં ફરીથી "નવનિર્માણ આંદોલન" સારું થઇ જશે. નિર્દય આતંકવાદીઓ એ જાણતા નથી કે તેમને મારી કાઢવા એ થોડી મીનીતોનું જ કામ છે. જો હવે કોઈ હુમલો થશે તો ભારતના બાળકોથી માંડી ઘરડાઓ પણ હાથમાં બંદુક ઉપાડતા વિચાર નહિ કરે. હવે એ દિવસો પણ દુર નથી કે જો નેતાઓ પોતાનો રવૈયો નહિ બદલે તો ભારતીયો પણ હાથમાં હથિયાર લેતા વિચાર પણ નહિ કરે....
                         લોહી રેડ્યા વિના શાંતિ મળતી નથી. શું કારગીલમાં આપણા લોકો શાંતિથી રહી શકે છે? મુશ્કેલીના સમયે શું આપને અફગાનિસ્તાનમાં આરામથી આપણું વિમાન ઉતારી શકીએ છીએ? તો શા માટે આપણા સંસદ પર હુમલો કરનારને આપની સરકાર કેમ છોડી દે છે? શું આપને ક્યારેય મળ્યા છીએ જેઓએ હુમલામાં પોતાનો કોઈ અંગ ઘુમાવ્યો હોય, હુમલામાં પોતાના પરિવારના સભ્યને ઘુમાવ્યું હોય? અને જો કોઈ મળ્યું હોય તો શું તેમનું દુઃખ દિલથી અનુભવ્યું છે? જો તમારો જવાબ હા હોય તો તમે આતંકવાદી હુમલો રોકવાનું જવાબદારી ભર્યું કામ કરી રહ્યા છો. શા માટે આપને બીજા દેશ પર આધાર રાખવો પડે છે, મદદ માગવી પડે છે? શા માટે આપને એવું કહીએ છીએ કે અમે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે સહમત થતા નથી. ક્યાં સુધી આમ જ ચાલ્યા કરશે?
                          આપણને અભિમાન થાય એવી સિક્યુરિટી એજન્સીઓ આપની પાસે છે જેમકે પોલીસ, આર્મી અને બીજી ઘણી બધી... આપણા કમાન્ડો, ફોર્સ, પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓની મદદ લઇ ભારતને બચાવવો જોઈએ. આપનામાં રહેલા વિશ્વાસને જગાવવાની જરૂર છે. ફક્ત નેતાઓને જ નહિ પણ ભારતના ૧૧૦ મિલિયન લોકોને Z કક્ષાની સિક્યુરિટી મળે તેમ કરવું જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં આપણને આઝાદી મળી કહેવાય. ભારતના બધા નાગરિકો વતી નેતાઓને વિનંતી કરીએ કે ભારતને બચાવે. ચાલો એક ખુશનુમા ભારતને બનાવવા બનતા પ્રયત્નો કરીએ.

    બુધવાર, 27 એપ્રિલ, 2011

    એક બાળકીની ડાયરી...

    ૧૫ જુન:- 
    હું અંડાશય સાથે જોડાઈ.
    ૧૭ જુન:- 
    હવે મારા કોસો બનવા લાગ્યા.
    ૩૦ જુન:-
    મને મમ્મીનું ખાવાનું મળ્યું.
    ૧૫ જુલાઈ:- 
    મમ્મી પપ્પાને બોલી તે પપ્પા બનવાના છે. મમ્મી-પપ્પા ખુબ ખુશ થયા.
    ૧૫  સપ્ટેમ્બર:- 
    મારું દિલ ખુ જોર જોરથી ધબકવા લાગ્યું છે.
    ૧૪ ઓક્ટોબર:- 
    મારા નાના પગ, હાથ, માથું અને પેટ દેખાવા લાગ્યા.
    ૧૩ નવેમ્બર:-
    મારા મમ્મી-પપ્પાએ મને મારી નાખી....
    મારો ગુનો એટલો જ હતો કે હું "છોકરી" હતી.
    કેમ?

    શુક્રવાર, 22 એપ્રિલ, 2011

    શું આને બાળ મજુરી કહેવાય...?

                              એક દિવસ સવારના સમયે વડોદરા સંગમ ચારરસ્તા જવાનું થયું. હું જ્યાં ઉભા હતો તેની બાજુમાં એક બાળક ગુજરાતીમાં એક ગીત ગાતો હતો, "મારા મનડાના મિત...". અને ડીસો ધોતો હતો. હું તેની પાસે ગયો ને પૂછ્યું "તું અહીં કામ કરે છે?" તે મારી સામે જોઈ હસ્યો અને બોલ્યો, "ના સાહેબ આતો અમારી પોતાની 'દાળવડા' લારી છે. આ મારા પિતા છે, શું હું તમારા માટે દાળવડાની એક ડીશ લાવું?" મે તેના પિતાને પૂછ્યું, "શું તમે જાણો છો કે કોઈ અધિકારી આ જોઈ જશે તો શું થશે?" તેના પિતા કશું કહે તે પહેલા જ તે બાળક બોલ્યો, "મને આ કામ કરવામાં મજા આવે છે..."
                             જો આપને જાપાનની વાત કરતા હોઈએ ત્યારે ત્યાંનો કોઈ બાળક આ રીતે કોઈ ખેતરમાં કે દુકાનમાં પોતાના પિતાને કામમાં મદદ કરતો હોય તો આપને તે વિશે શું કહીશું? "બાદ મજુરી" કે "જોઈને ખુબ આનંદ થયો કે ત્યાં બાળક નાની ઉમરમાં જ કામ કરવાની શરૂઆત કરી દે છે, અને આજ કારણે તે દેશ આટલો આગળ છે." શું કહીશું આપને?
                              શું કોઈ છોકરી પોતાની માતાને ઘર કામમાં, ઘર સાફ કરવામાં કે પશુપાલનમાં મદદ કરે તો શું તે કોઈ ગુનો બને છે? શું કહીશું આપને તેને "બાળમજૂરી??"
                             આ આપણા સરકારની જવાબદારી છે  કે તેવા બાળકોને કામ આપવું જોઈએ  કે જેથી તે પૈસા કમાઈને તેમના પરિવારને મદદ કરી શકે, અને તેમના માટે કોઈ સ્પેશિયલ શાળા બનાવવી જોઈએ કે જેથી તે ગમે ત્યારે ગમે તે સમયે શાળામાં જઈ ભણી શકે..
                              આ વિશે આપણું શું કહેવું છે...? Please આ વિશે વિચારો અને તમારા અભિપ્રાય અમને જરૂર જરૂર થી મોકલાવજો કે આ વિશે આપને શું કરી શકીએ?

    હળવા પ્રસંગો...

    [1]
    એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા. એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને આરામથી જલ પીઓ.’
    કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : ‘તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?’
    કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : ‘જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !’
                      આવી બીજી બોધ કથાઓ વાંચવા માંગતા હોય તો ....

    બુધવાર, 20 એપ્રિલ, 2011

    એક તરસ્યો કાગડો New Version

    એક તરસ્યો કાગડો - પાણી ની શોધમા ઊડતો હતો- રસ્તા મા કુંજો જોયો- કુજો અડધો જ ભરેલો હતો -કાગડા નો વીચાર-બાજુ મા પડેલા પથ્થર લઈ ને કુજા માં નાખ્યા-પાણી નુ ઊપર આવવુ -કાગડો પાણી પી ને ઊડી ગયો

    NEW VERSION

                                       એક કાગડો હતો એને ખુબ તરસ લાગી હતી પાણી ની શોધ મા તે ઊડતો હતો રસ્તા મા કુજો જોયો કુજો અડધો જ ભરેલો હતો બાજુ મા પથ્થર નો ઢગલો હતો કાગડાને વિચાર આવ્યો કે આ પથ્થર કુજામા નાખીશ તો પાણી ઉપર આવશે પણ કાગડો અમદાવાદી હતો એ પથ્થર ના ઢગ પર બેસી ગયો અને બુમો પાડવા લાગ્યો કે જાદૂઈ પથ્થર ૫૦ રૂપિયે કીલો પથ્થર ખરીદો અને આ કુજા મા નાખો તમારૂ ભાગ્ય બદલાઈ જશે ત્યાથી પસાર થતા લોકોને એણે પથ્થર વેચ્યા કાગડા એ ૧૦૦૦ રૂપીયાનો ધંધો કરી લીધો અને પાણી ઉપર આવી ગયુ કાગડો ૧૦૦૦ રૂપીયા પણ ઘરે લઈ ગયો અને જતા જતા કુજામાથી પાણી પણ પીતો ગયો…..
    બોધ : ધંધા ના ટાઈમે તરસ ભૂખ બધુ ભૂલી જવુ પડે તો જ ધંધો થાય.

    ગુરુવાર, 14 એપ્રિલ, 2011

    અમારું આ વખણાય....

    [01] વડોદરા : લીલો ચેવડો, ભાખરવડી
    [02] આણંદ : દાળવડા
    [03] ડાકોર : ગોટા
    [04] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
    [05] ખંભાત : હલવાસન, સુતરફેણી
    [06] નડિયાદ : ચવાણું
    [07] ખેડા : ઘઉંનો પોંક
     વધુ જાણવું છે કે ગુજરાતીઓને ખાવાના શોખીન કેમ કહે છે તો....

    સોમવાર, 11 એપ્રિલ, 2011

    જબરદસ્ત જોક્સ

    લગ્નના એક-બે દિવસ બાદ
    પતિ: તો હવે શેની રાહ જોવે છે?
    પત્ની: શું તમે એવું ઈચ્છો છો કે હું જતી રહું ?
    પતિ: નારે ના! એવું તો હું વિચારી પણ ન શકું.
    પત્ની: શું તમે મને પ્રેમ કરો છો?
    પતિ: હા! એક નહી હજાર વખત!!
    પત્ની: શું તમે મને ક્યારેય દગો આપ્યો છે?
    પતિ: ક્યારેય નહી! એતો તું સારી રીતે જાણે છે, છતાં પૂછે છે?
    પત્ની: હવે તમે મારા મુખને ચૂમસો ?
    પતિ: અરે એના માટે તો હું કોઈપણ તક નહી છોડું.
    પત્ની: શું તમે મને મારશો?
    પતિ: મને શું હડકાયું કૂતરું કરડ્યું છે તો હું એવું કરીશ.
    પત્ની: શું તમે મારા પર વિશ્વાસ કરો છો?
    પતિ: હાં!
    પત્ની: ઓહ ડાર્લિંગ!!!

    લગ્નના
    એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો..

    શુક્રવાર, 8 એપ્રિલ, 2011

    ડસ્ટરથી ડોક્ટર સુધી

    પાત્રપરિચય
    બચુ – ૭મા ધોરણનો વિદ્યાર્થી
    સાહેબ – બચુના ગુજરાતી શિક્ષક
    રામુભાઇ – શાળાનાં પટાવાળા
    —–
    અચાનક સાહેબ આવ્યાને ભંગ થયો બચુનો આરામ,
    ‘બચુ, લાવ તારી નોટ, બતાવ ગઈકાલનું ઘરકામ’,
    ‘આજે તો કર્યું છે, સાહેબ’, કહી બચુએ નોટ આપી,
    એક જ નજર મારી સાહેબે એક અલબોટ* આપી.
    નોટમાં કંઇક નોંધ કરી, પછી કહે, ‘હાથ ધર તો બચુ’,
    હાથ ધરતા ધરતા, બચુની હાલત થઇ ઢચુપચુ;
    નાળીયેરવાળો નાળીયેર પર જેવી રીતે કરે પહેલો ઘા,
    સાહેબનાં ડસ્ટરનાં એવા ઘાથી બચુને યાદ આવી ગ્યા એનાં બા.
    બીજા ઘાથી બચવા માટે, બચુની પ્રતિક્ષિપ્ત ક્રિયા** તો ચાલી,
    પણ ડસ્ટરથી બચેલી આંગળીઓ બેંચની તીક્ષ્ણ ખીલીમાં ચાલી.
    પછી તો બચુનાં આંસુઓ અને લોહી વચ્ચે જામી વહેવાની હરીફાઈ,
    સાહેબે રૂમાલથી બચુની આંગળી દાબીને, બુમ પાડી, “ઓ રામુભાઇ”.
    “જરા બચુને દવાખાને લઇ જાઓ, પાટો લગાડી આવો,
    પાછો અહી લાવવાની જરૂર નથી ઘેર પહોચાડી આવો”
    દફતર, નોટ અને બચુને લઇ રામુભાઇ ડોક્ટરને ત્યાં જવા નીકળ્યા,
    રસ્તામાં બચુને પૂછ્યું, ‘સાહેબ તારા પર આટલા બધા કેમ બગડ્યા?’
    રડતા રડતા બચુ કહે, ‘લેશન તો મેં કર્યું હતું, તોય ખબર નહિ કાકા!
    હા, સાહેબે એક નોંધ કરી છે, પણ મને એકેય અક્ષર નથી વંચાતા’
    રામુભાઇએ પણ નોંધ જોઈ, પણ નાં ઉકલ્યો એકેય અક્ષર,
    રામુભાઇ વિચારે મનમાં, “લો , આવા ગુજરાતીના સાક્ષર!”
    એટલામાં પહોંચી ગયા ડોક્ટરને ત્યાં, અને ડોક્ટરને આંગળી દેખાડી,
    ડોક્ટરે દવા લગાવતા પૂછ્યું, “બેટા, ક્યાં આંગળી અથાડી?”
    ડસ્ટરથી લઇને નોંધ સુધી, બચુએ આખી વાર્તા કીધી,
    નોંધનું Suspense સમજવા ડોક્ટરે નોટ માગી લીધી.
    નોટ આપી અને રામુભાઇ કહે,”અમને તો ખ્યાલ આવ્યો નહિ, તમે જ કંઈ પ્રકાશ પાડો.”
    ડોક્ટરે નોટ હાથમાં લઇ એક જ નજર નાખી ને કહ્યું,” નોંધમાં લખ્યું છે, “અક્ષર સુધારો”"



    *અલબોટ – માર ખાતા પહેલા મળેલી ધમકી વખતે સાંભળેલો શબ્દ
    **પ્રતિક્ષિપ્ત ક્રિયા – ચેતાપરાવર્તી ક્રિયા; ‘રિફ્લેક્સ-ઍક્શન’
    (કેવો જમાનો આવી ગયો છે, ગુજરાતીને સમજાવવા અંગ્રેજીમાં લખવું પડે છે.
    તા.ક. -
    “ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે” – મહાત્મા ગાંધી
    “તો પછી ડોક્ટર લોકો…”

    સોમવાર, 28 માર્ચ, 2011

    વિદાય સમારંભ ધો-૭ વર્ષ ૨૦૧૦-૧૧ તથા Award Function


    વિદાય ગીત
     સ્મરણ તમારા હૈયે મારે રહી જશે
    વિદાય ઘા આ કર્મો શું કહી જશે...
                                સ્મરણ તમારા હૈયે.....
    પાંખ પસારી પંખીઓ ઉડી રહ્યા
    ખબર નથી કઈ ડાળીએ ઉડી જશે...
                                સ્મરણ તમારા હૈયે....
    વેળા છે વસમી ઘણી વિદાયની આ
    શ્રદ્ધા છે હૈયે આ યાદો વસી જશે...
                                 સ્મરણ તમારા હૈયે....

                                          વિદાય વેળા એ ગવાયેલ આ ગીત ખરેખર ખુબ જ કારમો ઘા કરી જાય છે.
                             વિદાય સમારંભમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત આંકલાવ તાલુકાના શિક્ષકસંઘના પ્રમુખશ્રી તથા સીઆરસી સાહેબ શ્રી નુ શાળાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું. દરેકે આ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું. ધો-૭ ના બાળકોએ પોતાના દિલની વાત વક્તવ્ય ધ્વારા કરી તથા ધો-૭ ના બાળકો ધ્વારા શાળાને ૨૦ ડીશો ભેટ આપવામાં આવી.
                                        શાળાના આચાર્ય સાહેબ શ્રી તથા સમગ્ર શિક્ષક સ્ટાફ ધ્વારા બાળકોને આશિર્વચનો આપવામાં આવ્યા.
                                         ધો-૭ ના વર્ગશિક્ષકે પોતાના વર્ગની કામગીરીનો આછો ચિતાર આપ્યો અને આ પ્રસંગ વેળાએ ધો-૭નાં બાળકોનો કામગીરીને આધારે તેમને આચાર્ય ધ્વારા એવોર્ડ આપવામાં આવ્યા. જેમાં
    • શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ-  ભાવના એમ. પરમાર
    • તંદુરસ્થ  બાળક એવાર્ડ- ભાવના એમ. પરમાર
    • સૌથી વધુ પ્રવુંત્તિમાં ભાગ લેનાર બાળક- હેતલ એમ.પરમાર&નીરૂ એમ.વાઘેલા.
    • સુંદર ગુલાબ (છોકરો)- ધર્મેન્દ્ર એ. વાઘેલા
    • સુંદર ગુલાબ (છોકરી)- રતન એસ. પરમાર
    • શ્રેષ્ઠ મદદનીશ બાળક- નીરૂ એમ. વાઘેલા & ભાવના એમ. પરમાર
    • નિયમિત બાળક- ભાવના એમ. પરમાર
    • શ્રેષ્ઠ રમતવીર- ભૌતિક આર. પઢીયાર
    • શ્રેષ્ઠ મંત્રી- ધર્મેન્દ્ર એ. વાઘેલા
    • શ્રેષ્ઠ વાલી- શિવસિંહ રાયસંગ પરમાર (રતનના પિતા)

    અંતમાં  વર્ગશિક્ષક શ્રી નિલેશભાઈ સાથે બધા બાળકોએ ફોટો પડાવી પોતાની મીઠી યાદોને કેમેરામાં કેદ કરી લીધી. સમૂહ નાસ્તાનો આનંદ માની આજનો કાર્યક્રમ ખુબજ દુઃખી મને પૂર્ણ કર્યો.

    સોમવાર, 14 માર્ચ, 2011

    Look at the Other Side

               એક ભાઈ સમાચારપત્ર વાંચી રહ્યા હતાં અને તેની પુત્રી વારંવાર તેને પરેશાન કરી રહી હતી. તેને બીજી રમતમાં વ્યસ્ત કરવા માટે તે ભાઈએ સમાચારપત્રમાંથી એક પાનું ફાડ્યું કે જેના પર દુનિયાનો નકશો છપાયેલો હતો. તે પાનું તેની પુત્રીને આપ્યું અને તેની રૂમમાં જઈ ફરીથી નકશો બનાવી લાવવા કહ્યું. હવે તે માણસને ખાતરી થઇ ગઈ કે તેની પુત્રી આખો દિવસ તેને હેરાન નહિ કરે. નકશો બનાવતા જ આખો દિવસ નીકળી જશે. પણ તે ખોટા પડ્યા. તેની પુત્રી પાંચ જ મિનિટમાં નકશો પૂરે પુરો બનાવી પાછી આવી ગઈ હતી.તે માણસે ખુબ જ આશ્ચર્ય સાથે તેને પુછ્યુંકે આટલો જલ્દી નકશો તે તૈયાર કઈ રીતે કર્યો? તો તેણીએ કહ્યું, "અરે પપ્પા નકશાની પાછળ એક માણસનો ફોટો હતો મે માણસનો ફોટો ગોઠવ્યો એટલે પાછળ નકશો જાતે જ તૈયાર થઇ ગયો...!!!
                                     બોધ- આ દુનિયામાં અજમાવવા માટે દરેકની બીજી બાજુ હોય જ છે. આ પ્રસંગ આપણને આ વાત ખુબ જ સરસ રીતે સમજાવી દે છે. જયારે પણ આપને કોઈ સમસ્યા કે મુશ્કેલી જેવી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપને તેની બીજી બાજુ પણ દેખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી બાજુ જોતા તમને આશ્ચર્ય થશે કે આ સમસ્યાનો ઉકેલ આટલો સરળ છે!!
                                     TO MAKE THE WORLD PERFECT YOU NEED NOT TO MAKE VERY LARGE EFFORTS BUT ONLY MAKE THE THE FACE OF THE MAN PERFECT.CHANGE YOURSELF TO CHANGE THE SYSTEM. AND AT LAST CHANGE BEFORE YOU HAVE TO...

    રવિવાર, 13 માર્ચ, 2011

    પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી.. જરૂરથી વાંચજો.

                 અમેરિકામાં એક માણસ પોતાની નવી કારને પોલીશ કરી રહ્યો હતો ત્યારે તેના સાત વર્ષના બાળકે પથ્થર લીધો અને કાર પર લીટા પાડવા લાગ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં તે માણસે તે જ પથ્થર વડે બાળકનો હાથ ભાગી નાખ્યો. તે માણસને ખબર ન હતી કે તે શું કરી રહ્યો હતો. બીજા દિવસે દવાખાનામાં ખબર પડી કે વધારે પડતા ફ્રેક્ચરના કારણે બાળકે બધી આંગળીયો ખોઈ નાખી હતી. જયારે બાળકે દુઃખી આંખો વડે પોતાના પપ્પાને જોયા ત્યારે તે બોલ્યો:- પપ્પા મારી આંગળીયો ક્યારે પાછી આવશે...?! તે માણસ ખુબ દુઃખી થયો અને કશું કહી ના શક્યો.
                   તે કાર પાસે પાછો આવ્યો અને કારને ખુબ લાતો મારવા લાગ્યો. જયારે તેને ભાન આવ્યું ત્યારે દુઃખી થઇ કાર પાસે બેસી ગયો. એટલામાં તેની નજર લીટા પર પડી- બાળકે લખ્યું હતું," I LOVE YOU DAD"
               ....................

                     .............. બીજા દિવસે સમાચારમાં આવ્યું કે તે માણસે આપઘાત કરી લીધો હતો.
                    પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી. પોતાની ઝિંદગી સુંદર અને મધુર બનાવવા કયો શબ્દ પસંદ કરવો એ તમારા હાથ માં છે.
                    વિચારો ઉપયોગ માટે અને માણસ પ્રેમ માટે હોય છે. પણ આ યુગમાં પ્રશ્ન એ છે કે આજે માણસનો ઉપયોગ અને વિચારોને પ્રેમ કરાય છે.
                    ગુસ્સામાં કોઈ નિર્ણય લેશો નહિ અને ખુશી માં કોઈને વચન આપી દેશો નહિ.

    બુધવાર, 9 માર્ચ, 2011

    FeedBack

    Hi,
    Nilesh,
    I visited your blog. It is nice. You did a great job in making blog of your school.
    Regards,
    Durgesh Patel,
    Australia
    From:
    durgesh patel <durgesh.ec.84@gmail.com>
    To:Nilesh Patel <nileshpatel7739@yahoo.com>

      
    દુર્ગેશભાઈ
    શાળા પરિવાર અને ખાસ કરી મારા અને આચાર્ય સાહેબ તરફથી આપનો ખુબ ખુબ આભાર.
    લિ.
    નિલેશ પટેલ

    મંગળવાર, 8 માર્ચ, 2011

    woman's day



             આજે શાળામાં વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી. સમૂહ પ્રાર્થના તથા ભજન ગાન ધ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શ્રીમતી રીનાબેને ગામલોકોનું તથા કાર્યક્રમ માં ઉપસ્થિત સી.આર.સી. કો.ઓર્ડી. સાહેબ શ્રી અશોકભાઈ સાહેબનું સ્વાગત કર્યું.



      

                                ગામમાંથી સો જેટલી માતાઓ તથા બહેનો આવ્યા હતાં. શાળાની શિક્ષિકા બહેનો ધ્વારા ઉપસ્થિત બહેનો ને સ્ત્રી શક્તિ તથા મહિલા દિન વિશે વિસ્તૃત માહિતી પૂર્ણ પાડી. કન્યા કેળવણી તથા સ્ત્રી પ્રગતિ વિશે પણ બહેનો ને જાગૃત કર્યા.
     


        CRC સાહેબે પણ ગામમાંથી ઉપસ્થિત બહેનો નુ સંબોધન કર્યું. કન્યા કેળવણી અને મળતા લાભો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી. 










              શિક્ષિકા બહેનોએ ગામની બહેનોને રમતો રમાડી અને મનોરંજન કર્યું.









               મીના મંચ અંતર્ગત શાળામાં થતા વિવિધ કાર્યક્રમો ની ફાઈલ ગામની બહેનો એ જોઈ અને શાળા કામગીરી ના વખાણ કર્યા. ચા નાસ્તાનો આનંદ માણી બધા છુટા પડ્યા.

    નારી શક્તિ...

                    જયારે હું ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણી રચિત એક કાવ્ય આવતું હતું. નામ હતું "ચારણકન્યા". ચૌદ વર્ષની એક ચરણ કન્યાની વાત હતી કે જે આપણને ભારતની "નારીશક્તિ" નો પરિચય આપતી હતી. ચૌદ વર્ષની ચરણ કન્યા પોતાના પશુઓને બચાવવા માટે સિહ સાથે લડવા તૈયાર થઇ ગઈ હતી.
                           સમય આવ્યે વતન માટે બંને હાથમાં ખુલ્લી તલવાર રાખી લડનાર "ઝાંસી"ની રાણી લક્ષ્મીબાઈએ હજારો પુરુષોને પણ ધૂળ ચાટતા કરી દીધા હતાં.
                    ક્યાં છે હવે એ ભારતીય નારી....?!!! અહીં ભારતની પુત્રી..... રાજકુમારીનો ફોટો આપેલ છે. થોડા સમયથી આપને સમયાંતરે આતંકી હુમલાનો સામનો કરી રહ્યા છીએ. અને આપને તેનો સામનો કરવા માટે આ "શક્તિ"ની જરૂર છે.

    શુક્રવાર, 25 ફેબ્રુઆરી, 2011

    હે જગત, મારા પુત્રને - - અબ્રાહમ લિંકન

    હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે;

    આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે.

    અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો.

    પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે.

    આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.

    એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.

    એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે.

    પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે.

    એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે.

    ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ.

    બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાને માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે.

    દુખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવાપણું નથી તે પણ એને કહેજે. મીઠાશથી સાંભળવાનું ને કડવાશથી ન અકળાવાનું એને શીખવજે. આત્મા અને હદયનાં દ્વાર એ બંઘ ન કરે તે જોજે. ટોળાંની બૂમોથી એ નમી ન પડે અને જે સાચું છે તેને માટે જીવસટોસટની લડાઈ આપતાં એ અચકાય નહીં એમ એને શીખવજે.

    હે જગત, આ બઘું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુઘ્ઘ બને છે.

    મારી લાગણી કદાચ તને વઘુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તો પણ, હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બઘું કરજે, કારણકે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.

    - અબ્રાહમ લિંકન

    મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

    ગીત- એક દિ મમ્મી નાની થઈ ગઈ- ડૉ. આઈ.કે. વિજળીવાળા

    એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
    મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
    ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
    મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
    તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
    એક દિ મમ્મી નાની થઈ ગઈ.
    એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
    વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
    બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…
    એક દિ મમ્મી નાની થઈ ગઈ.
    દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
    ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું !
    તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી
    એક દિ મમ્મી નાની થઈ ગઈ.
                                        - ડૉ. આઈ.કે. વિજળીવાળા

    મંગળવાર, 15 ફેબ્રુઆરી, 2011

    અમે તો ભઈ ગુજરાતી…!

    હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
    (1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
    (2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
    (3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
    (4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
    આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે ?
    એ ‘મહાન વ્યક્તિ’ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે ! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ !

    શુક્રવાર, 11 ફેબ્રુઆરી, 2011

    सूर्यनारायण के १२ मंत्र

    सूर्यनमस्कारके वक्त बोले जाते १२ मंत्र :-
    1. ॐ मित्राय नमः
    2. ॐ रवये नमः
    3. ॐ सूर्याय नमः
    4. ॐ भानवे नमः
    5. ॐ खगय नमः
    6. ॐ पुष्णे नमः
    7. ॐ हिरण्यगर्भाय नमः
    8. ॐ मारिचाये नमः
    9. ॐ आदित्याय नमः
    10. ॐ सावित्रे नमः
    11. ॐ आर्काय नमः
    12. ॐ भास्कराय नमः