- શાળાના તમામ વિદ્યાર્થીઓના બેંકમાં ખાતા ખોલવામાં આવેલ છે. તથા બધા બાળકોને સરકારશ્રી તરફથી શિષ્યવૃત્તિ ડાઇરેક્ટ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
- શાળાના બધા બાળકોને યુનિફોર્મ લાવવા સહાય મળે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
- શાળાના બધા બાળકોને પુસ્તકો, સ્વ-અધ્યાયપોથીઓ સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
- શાળામાં ભણતા વિકલાંગ બાળકોને વિકલાંગ સહાય આપવામાં આવે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
- શાળામાં સરકારશ્રીના મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર યુક્ત ભોજન આપવામાં આવે છે.
- આ વિસ્તારના પાણીમાં ક્ષારનુ પ્રમાણ વધુ હોવાથી શાળામાં સરકારશ્રીની યોજના અંતર્ગત શાળાના બાળકોને RO SYSTEM આપવામાં આવી છે.
- બધા બાળકોને જમવા માટે શાળામાં થાળી, વાટકી અને ગ્લાસની સુવિધા સરકારશ્રી ધ્વારા કરવામાં આવેલ છે.
- ગામમાં ભૂતકાળમાં એક પુસ્તકાલય હતું જે બંધ થતા બધા પુસ્તકો શાળાને આપવામાં આવ્યા હતાં જે ધ્વારા શાળા પુસ્તકાલય બનાવેલ છે. તથા સમયાંતરે શાળામાં પુસ્તકો લાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
- ધારાસભ્ય બોરસદ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબની ગ્રાન્ટમાંથી શાળાને એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર મળેલ છે.
- ગામના અગ્રણી શ્રી જશભાઈ તરફથી શાળાને એક સેકન્ડ કમ્પ્યુટર ભેટ મળેલ છે.
- ગામના પ્રથમ અગ્રણી નાગરિક એવા સરપંચ શ્રી સુરેશભાઈ તરફથી શાળાને ૨ કમ્પ્યુટર વોટર સેડ યોજના અંતર્ગત મળેલ છે.
- રાષ્ટ્રીય તહેવારોમાં નગરની દૂધ ઉ. ડેરી તરફથી મીઠાઈ વહેચવામાં આવે છે.
- ધો- ૫ થી ૮ ના બાળકોને બેસવા માટે બેન્ચિસ સરકારશ્રી તરફથી મળેલ છે.
- શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ થવાથી જુના ઓરડા પાડી તેના સ્થાને નવા અત્યાધુનિક ૬ ઓરડા બનાવવામાં આવેલ છે.
- શાળામાં જયારે કોઈ મદદની જરૂર હોય ત્યારે ગામના સેવાભાવી લોકો યથાશક્તિ મદદ કરે છે. શાળામાં જયારે પણ ચણતર ને લાગતું કામ હોય ત્યારે શ્રી મનુભાઈ પઢિયાર વગર મહેનતાનાએ કામ કરી આપે છે. ઇલેક્ટ્રિકને લાગતું કોઈ કામ હોય તો શ્રી સંજયભાઈ પરમાર મફતમાં કામ કરી આપે છે. શાળાને જયારે પણ ઠંડા પાણીની જરૂર હોય ત્યારે શાળાની બાજુમાં આવેલ રામદેવ ચિલ્ડ વોટર (શ્રી જશવંતભાઈ પરમાર) તરફથી પાણીના જગ આપવામાં આવે છે.
-:આ જુઓ નકશામાં આણંદ અને વડોદરાથી અમારી શાળા:-
good very good brother
જવાબ આપોકાઢી નાખો