સ્મરણ તમારા હૈયે મારે રહી જશે
વિદાય ઘા આ કર્મો શું કહી જશે...
સ્મરણ તમારા હૈયે.....
પાંખ પસારી પંખીઓ ઉડી રહ્યા
ખબર નથી કઈ ડાળીએ ઉડી જશે...
સ્મરણ તમારા હૈયે....
વેળા છે વસમી ઘણી વિદાયની આ
શ્રદ્ધા છે હૈયે આ યાદો વસી જશે...
સ્મરણ તમારા હૈયે....
વિદાય વેળા એ ગવાયેલ આ ગીત ખરેખર ખુબ જ કારમો ઘા કરી જાય છે.
વિદાય સમારંભમાં અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત આંકલાવ તાલુકાના શિક્ષકસંઘના પ્રમુખશ્રી તથા સીઆરસી સાહેબ શ્રી નુ શાળાની બાળાઓ ધ્વારા સ્વાગત કરવામાં આવ્યું. દરેકે આ પ્રસંગને અનુરૂપ પ્રવચન આપ્યું. ધો-૭ ના બાળકોએ પોતાના દિલની વાત વક્તવ્ય ધ્વારા કરી તથા ધો-૭ ના બાળકો ધ્વારા શાળાને ૨૦ ડીશો ભેટ આપવામાં આવી.
શાળાના આચાર્ય સાહેબ શ્રી તથા સમગ્ર શિક્ષક સ્ટાફ ધ્વારા બાળકોને આશિર્વચનો આપવામાં આવ્યા.
ધો-૭ ના વર્ગશિક્ષકે પોતાના વર્ગની કામગીરીનો આછો ચિતાર આપ્યો અને આ પ્રસંગ વેળાએ ધો-૭નાં બાળકોનો કામગીરીને આધારે તેમને આચાર્ય ધ્વારા એવોર્ડ આપવામાં આવ્યા. જેમાં
- શ્રેષ્ઠ વિદ્યાર્થી એવોર્ડ- ભાવના એમ. પરમાર
- તંદુરસ્થ બાળક એવાર્ડ- ભાવના એમ. પરમાર
- સૌથી વધુ પ્રવુંત્તિમાં ભાગ લેનાર બાળક- હેતલ એમ.પરમાર&નીરૂ એમ.વાઘેલા.
- સુંદર ગુલાબ (છોકરો)- ધર્મેન્દ્ર એ. વાઘેલા
- સુંદર ગુલાબ (છોકરી)- રતન એસ. પરમાર
- શ્રેષ્ઠ મદદનીશ બાળક- નીરૂ એમ. વાઘેલા & ભાવના એમ. પરમાર
- નિયમિત બાળક- ભાવના એમ. પરમાર
- શ્રેષ્ઠ રમતવીર- ભૌતિક આર. પઢીયાર
- શ્રેષ્ઠ મંત્રી- ધર્મેન્દ્ર એ. વાઘેલા
- શ્રેષ્ઠ વાલી- શિવસિંહ રાયસંગ પરમાર (રતનના પિતા)
અંતમાં વર્ગશિક્ષક શ્રી નિલેશભાઈ સાથે બધા બાળકોએ ફોટો પડાવી પોતાની મીઠી યાદોને કેમેરામાં કેદ કરી લીધી. સમૂહ નાસ્તાનો આનંદ માની આજનો કાર્યક્રમ ખુબજ દુઃખી મને પૂર્ણ કર્યો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks