“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 14 માર્ચ, 2011

Look at the Other Side

           એક ભાઈ સમાચારપત્ર વાંચી રહ્યા હતાં અને તેની પુત્રી વારંવાર તેને પરેશાન કરી રહી હતી. તેને બીજી રમતમાં વ્યસ્ત કરવા માટે તે ભાઈએ સમાચારપત્રમાંથી એક પાનું ફાડ્યું કે જેના પર દુનિયાનો નકશો છપાયેલો હતો. તે પાનું તેની પુત્રીને આપ્યું અને તેની રૂમમાં જઈ ફરીથી નકશો બનાવી લાવવા કહ્યું. હવે તે માણસને ખાતરી થઇ ગઈ કે તેની પુત્રી આખો દિવસ તેને હેરાન નહિ કરે. નકશો બનાવતા જ આખો દિવસ નીકળી જશે. પણ તે ખોટા પડ્યા. તેની પુત્રી પાંચ જ મિનિટમાં નકશો પૂરે પુરો બનાવી પાછી આવી ગઈ હતી.તે માણસે ખુબ જ આશ્ચર્ય સાથે તેને પુછ્યુંકે આટલો જલ્દી નકશો તે તૈયાર કઈ રીતે કર્યો? તો તેણીએ કહ્યું, "અરે પપ્પા નકશાની પાછળ એક માણસનો ફોટો હતો મે માણસનો ફોટો ગોઠવ્યો એટલે પાછળ નકશો જાતે જ તૈયાર થઇ ગયો...!!!
                                 બોધ- આ દુનિયામાં અજમાવવા માટે દરેકની બીજી બાજુ હોય જ છે. આ પ્રસંગ આપણને આ વાત ખુબ જ સરસ રીતે સમજાવી દે છે. જયારે પણ આપને કોઈ સમસ્યા કે મુશ્કેલી જેવી પરિસ્થિતિમાં હોઈએ ત્યારે આપને તેની બીજી બાજુ પણ દેખવાનો પ્રયત્ન કરવો જોઈએ. બીજી બાજુ જોતા તમને આશ્ચર્ય થશે કે આ સમસ્યાનો ઉકેલ આટલો સરળ છે!!
                                 TO MAKE THE WORLD PERFECT YOU NEED NOT TO MAKE VERY LARGE EFFORTS BUT ONLY MAKE THE THE FACE OF THE MAN PERFECT.CHANGE YOURSELF TO CHANGE THE SYSTEM. AND AT LAST CHANGE BEFORE YOU HAVE TO...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks