“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

રવિવાર, 13 માર્ચ, 2011

પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી.. જરૂરથી વાંચજો.

             અમેરિકામાં એક માણસ પોતાની નવી કારને પોલીશ કરી રહ્યો હતો ત્યારે તેના સાત વર્ષના બાળકે પથ્થર લીધો અને કાર પર લીટા પાડવા લાગ્યો. ગુસ્સામાં ને ગુસ્સામાં તે માણસે તે જ પથ્થર વડે બાળકનો હાથ ભાગી નાખ્યો. તે માણસને ખબર ન હતી કે તે શું કરી રહ્યો હતો. બીજા દિવસે દવાખાનામાં ખબર પડી કે વધારે પડતા ફ્રેક્ચરના કારણે બાળકે બધી આંગળીયો ખોઈ નાખી હતી. જયારે બાળકે દુઃખી આંખો વડે પોતાના પપ્પાને જોયા ત્યારે તે બોલ્યો:- પપ્પા મારી આંગળીયો ક્યારે પાછી આવશે...?! તે માણસ ખુબ દુઃખી થયો અને કશું કહી ના શક્યો.
               તે કાર પાસે પાછો આવ્યો અને કારને ખુબ લાતો મારવા લાગ્યો. જયારે તેને ભાન આવ્યું ત્યારે દુઃખી થઇ કાર પાસે બેસી ગયો. એટલામાં તેની નજર લીટા પર પડી- બાળકે લખ્યું હતું," I LOVE YOU DAD"
           ....................

                 .............. બીજા દિવસે સમાચારમાં આવ્યું કે તે માણસે આપઘાત કરી લીધો હતો.
                પ્રેમ અને ગુસ્સાની કોઈ હદ હોતી નથી. પોતાની ઝિંદગી સુંદર અને મધુર બનાવવા કયો શબ્દ પસંદ કરવો એ તમારા હાથ માં છે.
                વિચારો ઉપયોગ માટે અને માણસ પ્રેમ માટે હોય છે. પણ આ યુગમાં પ્રશ્ન એ છે કે આજે માણસનો ઉપયોગ અને વિચારોને પ્રેમ કરાય છે.
                ગુસ્સામાં કોઈ નિર્ણય લેશો નહિ અને ખુશી માં કોઈને વચન આપી દેશો નહિ.

બુધવાર, 9 માર્ચ, 2011

FeedBack

Hi,
Nilesh,
I visited your blog. It is nice. You did a great job in making blog of your school.
Regards,
Durgesh Patel,
Australia
From:
durgesh patel <durgesh.ec.84@gmail.com>
To:Nilesh Patel <nileshpatel7739@yahoo.com>

  
દુર્ગેશભાઈ
શાળા પરિવાર અને ખાસ કરી મારા અને આચાર્ય સાહેબ તરફથી આપનો ખુબ ખુબ આભાર.
લિ.
નિલેશ પટેલ

મંગળવાર, 8 માર્ચ, 2011

woman's day



         આજે શાળામાં વિશ્વ મહિલા દિન ની ઉજવણી કરવામાં આવી. સમૂહ પ્રાર્થના તથા ભજન ગાન ધ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી. શ્રીમતી રીનાબેને ગામલોકોનું તથા કાર્યક્રમ માં ઉપસ્થિત સી.આર.સી. કો.ઓર્ડી. સાહેબ શ્રી અશોકભાઈ સાહેબનું સ્વાગત કર્યું.



  

                            ગામમાંથી સો જેટલી માતાઓ તથા બહેનો આવ્યા હતાં. શાળાની શિક્ષિકા બહેનો ધ્વારા ઉપસ્થિત બહેનો ને સ્ત્રી શક્તિ તથા મહિલા દિન વિશે વિસ્તૃત માહિતી પૂર્ણ પાડી. કન્યા કેળવણી તથા સ્ત્રી પ્રગતિ વિશે પણ બહેનો ને જાગૃત કર્યા.
 


    CRC સાહેબે પણ ગામમાંથી ઉપસ્થિત બહેનો નુ સંબોધન કર્યું. કન્યા કેળવણી અને મળતા લાભો વિશે વિસ્તૃત માહિતી પૂરી પાડી. 










          શિક્ષિકા બહેનોએ ગામની બહેનોને રમતો રમાડી અને મનોરંજન કર્યું.









           મીના મંચ અંતર્ગત શાળામાં થતા વિવિધ કાર્યક્રમો ની ફાઈલ ગામની બહેનો એ જોઈ અને શાળા કામગીરી ના વખાણ કર્યા. ચા નાસ્તાનો આનંદ માણી બધા છુટા પડ્યા.

નારી શક્તિ...

                જયારે હું ચોથા ધોરણમાં ભણતો હતો ત્યારે ગુજરાતીમાં ઝવેરચંદ મેઘાણી રચિત એક કાવ્ય આવતું હતું. નામ હતું "ચારણકન્યા". ચૌદ વર્ષની એક ચરણ કન્યાની વાત હતી કે જે આપણને ભારતની "નારીશક્તિ" નો પરિચય આપતી હતી. ચૌદ વર્ષની ચરણ કન્યા પોતાના પશુઓને બચાવવા માટે સિહ સાથે લડવા તૈયાર થઇ ગઈ હતી.
                       સમય આવ્યે વતન માટે બંને હાથમાં ખુલ્લી તલવાર રાખી લડનાર "ઝાંસી"ની રાણી લક્ષ્મીબાઈએ હજારો પુરુષોને પણ ધૂળ ચાટતા કરી દીધા હતાં.
                ક્યાં છે હવે એ ભારતીય નારી....?!!! અહીં ભારતની પુત્રી..... રાજકુમારીનો ફોટો આપેલ છે. થોડા સમયથી આપને સમયાંતરે આતંકી હુમલાનો સામનો કરી રહ્યા છીએ. અને આપને તેનો સામનો કરવા માટે આ "શક્તિ"ની જરૂર છે.

શુક્રવાર, 25 ફેબ્રુઆરી, 2011

હે જગત, મારા પુત્રને - - અબ્રાહમ લિંકન

હે જગત, મારા પુત્રને આંગળી ઝાલીને દોરજે;

આજે એણે શાળાએ જવાનો આરંભ કર્યો છે.

અત્યાર સુધી એ પોતાનો રાજા હતો, આજુબાજુનાં આંગણાંનો સરદાર હતો; વળી એની ઈચ્છાઓ સંતોષવા હું હાથવગો હતો.

પણ….હવે બધું બદલાઈ જશે. આજે સવારે એ ઘરનાં પગથિયાં ઊતરશે, હાથ હલાવશે અને મહાન સાહસનો આરંભ કરશે. એ સાહસમાં કદાચ યુધ્ધો, કરુણ ઘટનાઓ અને વેદનાઓનો પણ સમાવેશ હશે.

આ જગતમાં વસવા માટે શ્રધ્ધા, પ્રેમ અને હિંમત જોઇએ. એથી હે જગત, તું તેની કુમળી આંગળી પકડીને દોરજે અને જાણવા જેવું બધું જ શીખવજે. બની શકે તો આ બધા પાઠ મૃદુતાથી શીખવજે.

એણે બધું શીખવું તો પડશે. હું જાણે છું કે દુનિયામાં બઘા જ માણસો ન્યાયી નથી હોતા કે સાચા નથી હોતા. પણ એને શીખવજે કે એક બાજુ દુષ્ટ લોકો છે, તો બીજી બાજુ સંત લોકો પણ છે. પ્રપંચી રાજકારણીઓ છે, તો સેવાભાવી સજ્જ્નો પણ છે, જે જગતની સમતુલા જાળવી રાખે છે; અને દુશ્મનો પણ મિત્રો બને છે ખરા, ભલે તેમાં વાર લાગે.

એને એ પણ શીખવજે કે મહેનતથી કમાયેલો એક ડોલર મફત મળેલા પાંચ ડોલર કરતાં વધારે મૂલ્યવાન છે. હાર જીરવવાનું એને શીખવજે, પણ જીતવામાં કેવી મજા છે તે પણ એને શીખવજે. અદેખાઈથી એને અળગો રાખજે, સ્મિતનું મૂલ્ય એને સમજાવજે.

પુસ્તકોની અદભૂત દુનિયાનાં એને દર્શન કરાવજે. આકાશમાં ઊડતાં પંખીઓ, સૂર્યના પ્રકાશમાં ગુંજરાવ કરતી મધમાખીઓ, લીલા ડુંગરા પર ખીલેલાં પુષ્પોનું સનાતન રહસ્ય શોઘવા એને થોડોક નિરાંતનો સમય આપજે.

એને શીખવજે કે ચોરી કરીને પાસ થવા કરતાં નાપાસ થવામાં વઘારે પ્રતિષ્ઠા છે.

ભલે બીજા બઘા એને ખોટો કહે તોપણ એને પોતાના વિચારો પર વિશ્વાસ રાખવાનું શીખવજે. સજ્જ્ન સાથે સજ્જ્ન અને દુર્જન સામે અણમન રહેતાં શીખવજે. સૌનું ભલે એ સાંભળે, પણ જે સાંભળ્યું હોય તે સ્વીકારતાં એને આવડવું જોઈએ.

બીજાઓ જ્યારે પવન પ્રમાણે પીઠ બદલે ત્યારે ટોળાંને અનુસરવાને બદલે એ એકલો પોતાને માર્ગે જઈ શકે એ માટે એને બળ આપજે.

દુખ હોય ત્યારે એને હસવાનું શીખવજે, પણ રડવામાં શરમાવાપણું નથી તે પણ એને કહેજે. મીઠાશથી સાંભળવાનું ને કડવાશથી ન અકળાવાનું એને શીખવજે. આત્મા અને હદયનાં દ્વાર એ બંઘ ન કરે તે જોજે. ટોળાંની બૂમોથી એ નમી ન પડે અને જે સાચું છે તેને માટે જીવસટોસટની લડાઈ આપતાં એ અચકાય નહીં એમ એને શીખવજે.

હે જગત, આ બઘું એને મૃદુતાથી શીખવજે, પણ એને ખોટાં લાડ લડાવીશ નહીં. સુવર્ણ તો અગ્નિમાં તપીને જ શુઘ્ઘ બને છે.

મારી લાગણી કદાચ તને વઘુ પડતી લાગે, મારી માગણી મોટી લાગે તો પણ, હે જગત, તારાથી જે કાંઈ બની શકે એ બઘું કરજે, કારણકે એ મારો નાનકડો બહુ મજાનો દીકરો છે.

- અબ્રાહમ લિંકન

મંગળવાર, 22 ફેબ્રુઆરી, 2011

ગીત- એક દિ મમ્મી નાની થઈ ગઈ- ડૉ. આઈ.કે. વિજળીવાળા

એક દિ મમ્મી નાની થઈ ગઈ, ને હું થઈ ગઈ મોટી,
મેં તો એને નવડાવી, લઈને સાબુની ગોટી !!
ભેંકડા એણે ખૂબ જ તાણ્યાં, કર્યું બહુ તોફાન !
મેં પણ એનું માથું ધોયું , પકડીને બે કાન !
તૈયાર કરી, માથે એને લઈ દીધી’તી ચોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
એને ભલે રમવું હોય પણ, લેસન હું કરાવું !
વ્હેલી વ્હેલી ઉઠાડી દઉં, બપોરે સુવરાવું !
બપોર વચ્ચે ગીતો ગાય તો ધમકાવું લઈ સોટી…
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
દોડા દોડી કરે કદી તો બૂમ-બરાડા પાડું
ચોખ્ખી લાદી બગાડે તો, ફટકારી દઉં ઝાડું !
તોફાન કરે તો ખીજાતી આંખો કાઢી મોટી
એક દિ મમ્મી નાની થઈ ગઈ.
                                    - ડૉ. આઈ.કે. વિજળીવાળા

મંગળવાર, 15 ફેબ્રુઆરી, 2011

અમે તો ભઈ ગુજરાતી…!

હોટેલમાં કોઈ ચા મંગાવે અને ચામાં માખી પડે તો શું થાય…. ?
(1) ચોખ્ખાઈનો આગ્રહી બ્રિટિશર ચા પીધા વગર ભરેલો કપ તરછોડીને જતો રહે.
(2) ‘કેર-ફ્રી’ સ્વભાવવાળો અમેરિકન ચામાંથી માખી કાઢી ચા પી જાય.
(3) ‘ચાલુ’ સ્વભાવવાળો ઓસ્ટ્રેલિયન ચા ઢોળી કપ લઈને જતો રહે.
(4) ‘ચિત્ર-વિચિત્ર’ ખાનારો ચીનો માખી ઊપાડીને ખાઈ જાય.
આ સમયે એક ‘મહાન વ્યક્તિ’ ત્યાં હાજર હોય તો એ શું કરે ખબર છે ?
એ ‘મહાન વ્યક્તિ’ બ્રિટિશર પાસેથી તરછોડેલી ચાના પૈસા લે. એણે તરછોડેલી ચા અમેરિકનને વેચી દે, કપ ઓસ્ટ્રેલિયનને વેચી અને અને માખી ચીનાને વેચી દે ! બધાના પૈસા ખિસ્સામાં મૂકી ઘર ભેગો થઈ જાય. આ સોલિડ ગણતરીબાજ મહાન વ્યક્તિ એટલે કોણ ખબર છે ? આ અદ્દભુત, જોરદાર મહાનુભાવ એટલે ‘ગુજરાતી’ !

શુક્રવાર, 11 ફેબ્રુઆરી, 2011

सूर्यनारायण के १२ मंत्र

सूर्यनमस्कारके वक्त बोले जाते १२ मंत्र :-
  1. ॐ मित्राय नमः
  2. ॐ रवये नमः
  3. ॐ सूर्याय नमः
  4. ॐ भानवे नमः
  5. ॐ खगय नमः
  6. ॐ पुष्णे नमः
  7. ॐ हिरण्यगर्भाय नमः
  8. ॐ मारिचाये नमः
  9. ॐ आदित्याय नमः
  10. ॐ सावित्रे नमः
  11. ॐ आर्काय नमः
  12. ॐ भास्कराय नमः

બુધવાર, 26 જાન્યુઆરી, 2011

પ્રજાસત્તાક દિન






 

       ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી સુરેશભાઈ સામંતભાઈ પરમાર સાહેબશ્રીના પ્રમુખપદે આજે ધ્વજ વંદન વિધિ કાર્યક્રમ હતો. કાર્યક્રમમાં પ્રાર્થના પ્રમુખશ્રીની વરણી, સ્વાગત ગીત, ધ્વજ વિધિ, ગરબો, વક્તવ્યો, નાટકો, અભિનયગીતો, દેશભક્તિ ગીતો, અંગ કસરતો વગેરે મુખ્ય હતાં.






     
             કાર્યક્રમમાં ગામમાંથી વડીલો, આગેવાનો,ભાઈઓ, બહેનો, માતાઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.કાર્યક્રમમાં ભાગ લેનાર બધા બાળકો માટે સરપંચ સાહેબ શ્રી તરફથી ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. સરસ્વતીનગર દૂધ ઉ. મં. તરફ થી બાળકોને કરી લાડુ, આચાર્ય સાહેબ શ્રી તરફથી ચોકલેટો બધા બાળકો તથા ગામમાંથી પધારેલ ગામજનોને વહેચવામાં આવ્યા હતાં. ગામના નાગરિક અશોકભાઈ તરફથી સાઉન્ડ સિસ્ટમ લાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મદદ કરનાર નામી તથા અનામી દરેકનો આચાર્ય સાહેબ શ્રી તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ આભાર.
વંદે માતરમ્
ત્રિરંગા વિશેના વધુ ફોટા જોવા “વધુ વાંચો” પર CLICK કરો.

શુક્રવાર, 21 જાન્યુઆરી, 2011

"Important Health Tips"

૧) સવાર સવારમાં વધુ માં વધુ પાણી પીવાનો પ્રયત્ન કરો.
૨)  ૫ વાગ્યા પછી પેટ ભરીને ક્યારેય ન જમો.
૩) મોબાઈલ ડાબા કાને જ સાંભળો.
૪) જયારે મોબાઈલનો છેલ્લો પોઈન્ટ બાકી હોય ત્યારે ક્યારેય ફોન ઉઠાવસો નહિ કારણકે ત્યારે રેડીયેસન ૧૦૦૦ ગણું વધારે હોય છે.
૫) દવા ઠંડા પાણી સાથે ના પીવો.
૬) દવા પીને તરત સુઈ જવું નહિ.
૭) સુવા માટેનો શ્રેષ્ઠ સમય ૧૦ થી ૫ નો છે.
૮) ક્યારેય ઉધા ના સુવું જોઈએ.
૯) હમેશા જમણી બાજુ જ સુવાનું રાખવું.

ગુરુવાર, 20 જાન્યુઆરી, 2011

Success....

                                   ભાવનગરની ગલીઓમાં એક સમયે ખભે કોથળો નાખીને કાગળની પસ્તી વીણતો, રેગ-પીકર છોકરો આજે માત્ર દેશ જ નહીં, દુનિયાભરમાં ભાવનગરનું નામ રોશન કરી ચૂક્યો છે. તેની બ્રાન્ડ આખી દુનિયામાં વેચાય છે અને કરોડોની બ્રાન્ડવેલ્યુ ધરાવે છે. સફળતાનો પર્યાય બની ચૂકેલી આ વ્યક્તિનું નામ છે, અશોકભાઇ શેઠ. કદાચ, નામ કરતાં તેમની બ્રાન્ડને તમે જલદી ઓળખી જશો. એ છે, "કાયમ ચૂર્ણ!" 'ભાવનગરવાળા શેઠ બ્રધર્સનું કાયમ ચૂર્ણ' દુનિયામાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં તો વેચાય જ છે પણ જર્મની હોય કે જાપાન, સવારને સફળ બનાવવા માટે બધા તેનો ભરપેટ ઉપયોગ કરે છે.

મંગળવાર, 18 જાન્યુઆરી, 2011

બાળમેળો- (આનંદોત્સવ)

                     આજે શાળામાં નહિ મેળામાં જવાનું છે.
નહિ દક્તરનો ભાર કે નહિ તાસની ચિંતા.
બસ
આજે તો મજા જ મજા....




શાળાના  બાળકો મેળાનું નામ સાંભળી ખુબ ખુશ થઇ ગયા હતાં.
       અરે! મેળાનુ નામ પડતાજ નાચવા જ માંડ્યા.




 ચાલો મઝા માણીએ એક યાદગાર મેળાની... 

સોમવાર, 17 જાન્યુઆરી, 2011

શાળા પતંગોત્સવ

          तिल हम है और गुल आप,
‘मिठाई’ हम है और ‘मिठास’ आप,
‘साल’के पहले त्यौहार से हो रही आज शुरुआत.
आप को हमारी तरफ से
“Happy Makar Sankranti”
      તા-૧૫/૦૧/૨૦૧૧ ના રોજ શાળામાં પતંગોત્સવ રાખવામાં આવ્યો હતો. આજે બાળકો ખુબ ખુશ અને ઉત્સાહી હતાં. ઉત્તરાયણનો બીજો દિવસ હતો પણ બધા બાળકો હાજર રહ્યા હતાં.સવારે સફાઈ પ્રાર્થના કરી. પ્રાર્થનાસભામાં ઉતરાયણ વિષે રાખેલ નિબંધ સ્પર્ધામાં બાળકોએ ભાગ લીધો.૧૦ કલાકે અમે મેદાનમાં આકાશીયુદ્ધ કરવા પહોચી ગયા.
               એક ઉડતી ઝલક જોવા નીચે “વધુ વાંચો” પર Click કરો.

ગુરુવાર, 13 જાન્યુઆરી, 2011

શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૦-'૧૧


સાળંગપુર-વિરપુરનો શૈક્ષણિક પ્રવાસ
વર્ષ- ૨૦૧૦/’૧૧
દિન-૨
જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ,
જ્યાં ના પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, તેઓ યોગ્ય અનુભવ મેળવે તેમજ કુદરત સાથે સાનિધ્ય કેળવે ઉપરાંત પ્રભુ પ્રત્યેની આસ્થા કેળવાય તે માટે અમારી શાળામાંથી તા.૧૧/૦૧/’૧૧ અને ૧૨/૦૧/’૧૧ એમ બે દિવસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
                                    आँखों में चमक रही है रोशनी 
      ये रोशनी कहा से आई,
 महेक रही है फिझाए सारी
      ये खुश्बू कैसी हे छाई,
 मीट गयी है दहेलिज़े सारी
      ये आज़ादी हमने कैसी है पाई...
     
આજે વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહમાં અને આણંદમાં હતાં. તેઓ આજ આઝાદ હોય તેવું લાગતું હતું. ન પુસ્તકોનો ભાર, ન શિક્ષકોનો ભણતરનો ભાર, બસ મુક્ત રીતે વિહરવાની જ કલ્પના એમના માનસ પર છવાયેલી હતી.
આજ દિલમાં છે અનેરો ઉમંગ,
છે સૌ મીત્રજનોનો આજ સંગ,
રમીશું, જમીશું, લડીશું નવા જંગ,
છતાં, કુદરતના ખોળાનો સાથ,
લાવશે નવો રંગ...
સ્થળો- બોચાસણ, ગણપતિપુરા, અરણેજ, લોથલ, સાયલા, ચોટીલા, ગોંડલ, વિરપુર(રાત્રીરોકાણ), ગઢડા, ઘેલા સોમનાથ, સારંગપુર, કુંડળ, ભીમનાથ અને ધર્મજ.


પ્રવાસની મજા સવિસ્તૃત માણવા નીચેવધુ વાંચોપર Click કરો.

સોમવાર, 10 જાન્યુઆરી, 2011

Download 1 to 7th Poems

What Is India???

A Nation
Where…
           …Pizza Reaches Home Faster Than Ambulance & Police…
Where…
           …You Get Car Loan @ 5% But Education  Loan @ 12%...
Where…
           …Rice Is Rs. 40/Kg But sim Card Is Free…
Where…
           …Worship Goddess Durga But Want To Kill Their Girl Child…
Where…
        …Olympic Shooter Wins Gold, Govn. Gives 3 Crore, Another Shooter Dies Fighting With Terrorist, Govn. Pays 1 Lakh…
Really INCREDIBLE INDIA

શુક્રવાર, 7 જાન્યુઆરી, 2011

''પ્રાર્થના ચિઠ્ઠી''

એક બાળકની વેદનાએક શિક્ષક (સાંઈરામ દવે)ની કલમે
પ્રતિ,
શ્રી ભગવાન ઈશ્વરભાઈ પરમાત્મા,
(શંખચક્રવાળા),
સ્વર્ગ લોક, નર્કની સામે,
વાદળાની વચ્ચે,
મુ- આકાશ.
  પ્રિય મિત્ર ભગવાન,
                            જય ભારત સાથે જણાવવાનું કે હું તારા ભવ્ય મંદિરથી થોડે દુર આવેલી એક સરકારી શાળાના સાતમાં ધોરણમાં ભણું છું. મારા પિતાજી દાણાપીઠમાં મજૂરી કરે છે, અને મારી માં રોજ બીજાના ઘરકામ કરવા જાય છે. હું શું કામ ભણું છુંએની મારા મા-બાપને ખબર નથી. કદાચ શિષ્યવૃત્તિના પૈસા અને મફત જમવાનું નિશાળમાંથી મળે છે એટલે મારા મા-બાપ મને રોજ નિશાળે ધકેલે છે. ભગવાન બે- ચાર સવાલો પૂછવા માટે મે તને પત્ર લખ્યો છે. મારા સાહેબે કીધુંતું કે તું સાચી વાત જરૂર સાંભળે છે.
પ્રશ્ન ૧ - હું રોજ  સાંજે  તારા મંદિરે આવું છું અને  નિયમિત સવારે નિશાળે જાઉં છું પણ હે ભગવાન તારી ઉપર આરસપહાણ નુ મંદિર છે, અને એ.સી. છે અને મારી એ નિશાળમાં છાપરુંય કેમ નથી...???
પ્રશ્ન ૨ - તને રોજ ૩૨ ભાતના  ભોજન પીરસાય છે ને તું તો ખાતોય નથી અને હું દરરોજ મધ્યાહન ભોજનના મુઠ્ઠી ભાતથી ભૂખ્યો ઘરે જાઉં છું...આવું  કેમ...???
પ્રશ્ન ૩- મારી નાની બહેનના ફાટેલા ફ્રોક ઉપર કોઈ થીગડુંય મારતું નથી અને તારા પચરંગી નવા વાઘા..!! સાચું કહું ભગવાન હું રોજ તને નહિં તારા કપડાં જોવા આવું છું.
પ્રશ્ન ૪ - તારા પ્રસંગે  લાખો માણસો મંદિરમાં સમાતા નથી અને ૧૫મી ઓગસ્ટે જયારે હું બે મહિનાથી મહેનત કરેલું  દેશભક્તિગીત રજૂ કરું છું ત્યારે સામે હોય છે માત્ર મારા શિક્ષકો..... ને બાળકો ..... હે ઈશ્વર તારા મંદિરે જે  સમાતા નથી બધાય મારા મંદિરે”  કેમ  ડોકાતા નથી?....!!!
પ્રશ્ન ૫ - તને ખોટું લાગે તો ભલે લાગે પણ મારા ગામમાં એક ફાઈવ-સ્ટાર હોટલ જેવું મંદિર છે ને એક મંદિર જેવી પ્રાથમિક શાળા છે. પ્રભુ મે સાંભળ્યું  છે કે તુ તો અમારી બનાવેલી મૂર્તિ છે, તોય આવી ઝળહળાટ છે અને અમે તારી બનાવેલી મૂર્તિ છીએ, તોય અમારા ચહેરા પર નુંર કેમ નથી ....?
          શક્ય હોય તો પાંચેયના જવાબ આપજે. મને વાર્ષિક પરીક્ષામાં કામ લાગે. ભગવાન મારે ખુબજ આગળ ભણવું છે ડોક્ટર થવું છે પણ મારા માબાપ પાસે ફીના કે ટ્યુશનના પૈસા નથી.... તું જો તારી એક દિવસની દાનપેટી મને મોકલે તો હું આખી જીદંગી ભણી શકું..... વિચારીને કેજે .... હુંય જાણું છું તારેય ઘણાને  પૂછવું પડે એમ છે. પરંતુ સાતમા ધોરણ ની વાર્ષિક પરિક્ષા પહેલા જો તું મારામાં ધ્યાન નહી આપે તો મારા બાપુ મને સામે ચા વાળાની હોટેલે રૂ .૫ ના ભવ્ય પગાર થી નોકરી રાખી દેશે ....  ને પછી આખી  જીદગી હું તારા શ્રીમંત ભક્તો ને ચા પાઈશ ..... પણ તારી હારે કીટ્ટા કરી નાખીશ ...
            લિ.
   એક સરકારી  શાળાનો ગરીબ વિદ્યાર્થી
                  અથવા
  ભારતના એક ભાવિ મજુરના વંદે માતરમ્.

બુધવાર, 5 જાન્યુઆરી, 2011

માનવી જાણે મોબાઈલ

આજનો માનવી "મોબાઈલ" થઇ ગયો.

સામે કોણ છે?
એ જોઈને સબંધ "RECEIVE" કરતો થઇ ગયો.

સ્વાર્થના ચશ્માં પહેરી
સબંધોને પણ "SWITCH OFF" કરતો થઇ ગયો.

હોય મુંબઈમાં અને છું સુરતમાં
એમ જુઠું બોલતો થઇ ગયો.

આજે VODAFONE તો કાલે AIRTEL તો કાલે BSNL
એમ ફાયદો જોઈને સગા-વહાલા અને મિત્રો બદલતો થઇ ગયો.

INCOMING-OUTGOING FREE
ના ચક્કરમાં પરિવારના "COVERAGE"ની બહાર થઇ ગયો.


બે-બે મોબાઈલ રાખી
બે મોઢાની વાતો કરતો થઇ ગયો.

એક ફોનમાં બે "SIMCARD" રાખી
ડબલ જિંદગી જીવતો થઇ ગયો.

...માનવી જાણે "MOBILE" થઇ ગયો...
...માનવી જાણે "MOBILE" થઇ ગયો...!!!

રવિવાર, 2 જાન્યુઆરી, 2011

શનિવાર, 1 જાન્યુઆરી, 2011