“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

ગુરુવાર, 13 જાન્યુઆરી, 2011

શૈક્ષણિક પ્રવાસ ૨૦૧૦-'૧૧


સાળંગપુર-વિરપુરનો શૈક્ષણિક પ્રવાસ
વર્ષ- ૨૦૧૦/’૧૧
દિન-૨
જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ,
જ્યાં ના પહોંચે કવિ, ત્યાં પહોંચે અનુભવી
વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે, તેઓ યોગ્ય અનુભવ મેળવે તેમજ કુદરત સાથે સાનિધ્ય કેળવે ઉપરાંત પ્રભુ પ્રત્યેની આસ્થા કેળવાય તે માટે અમારી શાળામાંથી તા.૧૧/૦૧/’૧૧ અને ૧૨/૦૧/’૧૧ એમ બે દિવસ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું.
                                    आँखों में चमक रही है रोशनी 
      ये रोशनी कहा से आई,
 महेक रही है फिझाए सारी
      ये खुश्बू कैसी हे छाई,
 मीट गयी है दहेलिज़े सारी
      ये आज़ादी हमने कैसी है पाई...
     
આજે વિદ્યાર્થીઓ ખુબ ઉત્સાહમાં અને આણંદમાં હતાં. તેઓ આજ આઝાદ હોય તેવું લાગતું હતું. ન પુસ્તકોનો ભાર, ન શિક્ષકોનો ભણતરનો ભાર, બસ મુક્ત રીતે વિહરવાની જ કલ્પના એમના માનસ પર છવાયેલી હતી.
આજ દિલમાં છે અનેરો ઉમંગ,
છે સૌ મીત્રજનોનો આજ સંગ,
રમીશું, જમીશું, લડીશું નવા જંગ,
છતાં, કુદરતના ખોળાનો સાથ,
લાવશે નવો રંગ...
સ્થળો- બોચાસણ, ગણપતિપુરા, અરણેજ, લોથલ, સાયલા, ચોટીલા, ગોંડલ, વિરપુર(રાત્રીરોકાણ), ગઢડા, ઘેલા સોમનાથ, સારંગપુર, કુંડળ, ભીમનાથ અને ધર્મજ.


પ્રવાસની મજા સવિસ્તૃત માણવા નીચેવધુ વાંચોપર Click કરો.



ગણપતીપુરા
બોચાસણ (સ્વામીનારાયણ મંદિર)





સૌ પ્રથમ અમે બોચાસણ સ્વામીનારાયણ ભગવાનના દર્શન કરી ગણપતીપુરા દર્શન કર્યા. અને રસ્તામાં અમને રીનાબેને લોથલ વિષે ની પ્રાથમિક માહિતી પૂરી પાડી. 
                લોથલ
  हमारी पहेचन
      हमारे माँ-बाप से है
  हमारे प्रांतकी पहेचन
हमारी मातृभाषा से है
  और हमारे देश की पहेचान
हमारी संस्कृति से है
  લોથલ પ્રાચીન સંસ્કૃતિનુ ધામ કહેવાય છે. સૌ પ્રથમ અમે બાળકોને સંગ્રહાલય જોવા લઇ ગાય જ્યાં ગાઈડે અમને ખોદકામ ધ્વારા મળેલ વસ્તુઓ વિષે માહિતગાર કર્યા.
લોથલ સંગ્રહાલયમાં બાળકોએ પ્રાચીન સમયની ખોદકામ વખતે મળેલ વસ્તુઓ જોઈ. બાળકોને પ્રત્યક્ષ નગરરચનાનો અનુભવ કરાવવા અમે એમને તે સ્થળે લઇ ગયા. અવશેષો તથા નગર રચના માં વપરાયેલી મોટી ઈંટો જોઈ બાળકો નવાઈ પામ્યા હતાં. બાળકોએ અહીં  હળવો નાસ્તો પણ કર્યો. ફ્રેશ થઇ અમે સાયલા જવા નીકળ્યા.                           
                           

સાયલા- શ્રી લાલજી મહારાજ તેમજ રાધાકૃષ્ણના દર્શન કર્યા. શેષશય્યાધારી વિષ્ણુના દર્શન કર્યા બાદ ત્યાં પ્રસાદી ભોજન લીધું.

 




ભોજન બાદ બધા બસમાં ડાન્સ તથા મસ્તીમાં મસ્ત બની ગયા હતાં.








                                 ચોટીલા
અંતરમાં અનેક ઉર્મીઓ છે આજે
ઢોલ, મૃદંગના સૂર અનેરા બાજે,
જય હો માં ચામુંડાનો,
           માડી તું ડુંગર ચોટીલા બિરાજે






ચોટીલા ડુંગર ચઢવાનો ઉમંગ તો બહુ હતો પણ અડધો ચઢ્યા પછી બાળકો બોલ્યા "બસ સર હવે અમને બેસવા દો."


ચોટીલા ડુંગર પરથી તો દુનિયા કેટલી નાની દેખાય છે નહિ!!














નીચે ઉતર્યા બાળ હળવો નાસ્તો કર્યો તથા ખરીદી કરવા અમે ટુકડી મુજબ છુટા પડ્યા. ખરીદી પૂર્ણ કરી ગોંડલ જવા નીકળ્યા.
ગોંડલ
   
હું છું માનવી એક માનવી એક સાધારણ,
ડરી રહ્યો છું વિના કોઈ કારણ,
મન કહે છે તું કર હરિ તણું પારાયણ,
તેથી અંતર રટી રહ્યું છે સ્વામીનારાયણ
નારાયણ..    




 હરેશ્વરીબેને અમને બધાને સ્વામીનારાયણ સંપ્રદાય વિશેની તથા તેમના જીવન ચરિત્ર વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પડી. પ્રભુના દર્શન કરી કૃતાર્થ થયા.
         સ્વામીનારાયણ ના નામની સુંદર છબી અમારા મનમાં વસાવી સ્વામીનારાયણ ની ધૂન બોલતા બોલતા અમે વિરપુર ક્યારે પહોચી ગયા એની ખબર જ ના પડી...

વિરપુર
            વીરપુરમાં અમારે રાત્રી રોકાણ કરવાનું હતું જેની વ્યવસ્થા અમારા આચાર્ય સાહેબે પહેલે થી જ કરી રાખી હતી. અમે અમારી રૂમોમાં સમાન મૂકી ફ્રેશ થઇ સાયમ્ પ્રાર્થના પતાવી જલારામ બાપા ના દર્શન કરવા નીકળ્યા. દર્શન કરી અમે ત્યાં મહા પ્રસાદી પણ લીધી.
દેજે દેજે દુનિયાના દાતાર
તારો ભર્યો અખૂટ ભંડાર..


   સાયમ્ આરતી અને મહા પ્રસાદ લેવા ભક્તોની ખુબ ભીડ હતી. આજે બીજી સ્કૂલોના બાળકો પણ બહુ હતાં. બાળક ખોવાનાનો ભય હંમેશા અમારા મનમાં રહેતો હતો. પણ બાળકો પણ પોતાની જવાબદારી યહી સંપૂર્ણ સભાન હતાં. અમે એક બીજાનો હાથ પકડી ઉતારા પર ગયા.
      બીજા દિવસનો ચિતાર અમને અમારા આચાર્ય સાહેબે આપ્યો. તથા બાળકોએ પોતાના પુરા દિવસનો પ્રતિભાવ વયકક્ષા મુજબ પણ આપ્યો. જય શ્રી કૃષ્ણ કહી અમે છુટા પડ્યા. રાત્રે બાળકો વાતો  મસ્તી કરતા કરતા સુઈ ગયા.
          ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે
                વેરાઈ રહી છે રજની આજ ધીમે ધીમે..
                     અમે આખો દિવસ ખુબ થાકી ગયા હતાં એટલે રાત ક્યારે પૂરી થઇ ગઈ એની ખબર જ ના પડી. સવારે વહેલા ઉઠી ને તૈયાર થવાનું હતું બાળકોને ઉઠાડી તૈયાર કરવાના હતાં એટલે મે ૬ વાગ્યાનું એલાર્મ મુક્યું હતું પણ....
                             "ઉઠો સર ઉઠો!" એક મારા નાના બાળ મિત્રએ મને ઉઠાડતા કહ્યું. આશ્ચર્ય સાથે મે જોયું તો ૫:૩૦ થયા હતાં અને વધુ આશ્ચર્ય તો એ વાતનુ થયું કે હું જ સૌથી છેલ્લો ઉઠ્યો હતો અને મારા સિવાય બધાજ તૈયાર થઇ ચા પીતા હતાં. તૈયાર થઇ અમે સમૂહ પ્રાર્થના કરી પ્રાતઃ દર્શન માટે જલારામ બાપના મંદિરે ગયા. દર્શન કરી અમે થોડી ખરીદી માટે બજારમાં પણ ગયા. જલારામ બાપની વાતો કરતા કરતા અમે અમારો પ્રવાસ આગળ વધાર્યો.

ઘેલા સોમનાથ
દિલમાં વસી રહ્યો છે સદાય
દેવોનો છે એ દેવ
મનુષ્ય કહે છે એને મહાદેવ..
   ઘેલા સોમનાથ મંદિરનું વાતાવરણ ખુબજ આહલાદક હતું. અહીં દાનપેટીમાં ૨૦ રૂ. નાખવાથી શિવલિંગ પર જાતેજ જળાભિષેક થતો હતો આ જોઈ બાળકોને ખુબ આશ્ચર્ય થયું. થોડો સમય રમ્યા બાદ અમે ગઢડા જવા નીકળ્યા.

                               ગઢડા સ્વામીનારાયણ ભગવાનનુ સુંદર મંદિર તથા સ્વામી નારાયણ ભગવાન ના દર્શન કર્યા અને સારંગપુર જવા માટે નીકળ્યા.



સારંગપુર
          ભગાડે દૂર તું ભૂત, પિચાશ, પ્રેત
એજ તારું કામ,
ભજતો તું રામ, લક્ષ્મણ, જાનકી
નારાયણ કેરું નામ,
વસતો તું ઘરમાં, વનમાં, અમ દિલમાં,
                                      સારંગપુર તારું ધામ...
               મંદિર પહોચવામાં અમે થોડા મોડા પડ્યા તેથી રામભક્ત હનુમાનજીના દર્શન ન કરી શક્યા. અહીં અમે મહાપ્રસાદી લીધી.
                અહીં મંદિરની પાછળ બે ગૌશાળાઓ આવેલી છે. ત્યાં દેશની બધી જાતની ભેસો રાખવામાં આવેલ છે. અહીં ૨૦ લીટર દૂધ આપતી ભેસો પણ છે ખુબ મોટીમોટી ભેસો છે જાણે કે નાના હાથીઓ. અહીં ૨૨૫૦ કિલો વજન ધરાવતો પાડો જોઈ બધાને ખુબ જ આશ્ચર્ય થયું.
દરેક પ્રાણીઓને અહીં નામ આપવામાં આવ્યા હતાં. અહીં બીજા પ્રાણીઓ જેવાકે પક્ષીઓ, હરણ, સાબર, સસલા વગેરે પણ જોવા લાયક છે.

 સારંગપુર મંદિર ખુલ્યા બાદ અમે દર્શન કરી કુંડળ જવા માટે નીકળ્યા. કુંડળ અમે સ્વામીનારાયણ ભગવાન ના દર્શન કર્યા તથા ત્યાં બાળકો અને શિક્ષકો થોડી વાર રમ્યા. ફ્રેશ થઇ અમે ભીમનાથ જવા માટે નીકળ્યા.


ભીમનાથ
             અહીં પાંડવો સાથે જોડાયેલી એક રસપ્રદ કથા પણ છે. અહીં વ્રુક્ષના થડમાં જ શિવલિંગ આવેલું છે. વ્રુક્ષ મંદિર માં થઇ બહાર નીકળે છે તથા બહુ જ જુનું છે. અહીં ભીમ નદીમાં પાણી રોકવા માટે સુઈ ગયો હતો જ્યાં એક શિવલિંગ બનાવેલ હતું તેના પણ દર્શન કરી અમે પાવન થયા.
       તોફાન મસ્તી કરતા કરતા અમે ધર્મજ પરત આવવા નીકળ્યા. બસમાં ખુબ મસ્તી તથા ડાન્સ કર્યા અહીં શિક્ષકો પણ બાળકો બની ડાન્સ કરવા લાગ્યા. 
ધર્મજ

ધર્મજમાં આજે DHARMAJ DAY ઉજવાઈ રહ્યો હતો. અમે જલારામ બાપાના દર્શન કર્યા અને ત્યાં પ્રસાદી રૂપે ખીચડી કઢી બનાવેલ હતું જે અમે જમ્યા. અને અંતમાં શાળાએ પાછા આવવા રવાના થયા.
વિતાવેલી એ ક્ષણો અમ નયનમાં વસી છે,
છુટા પડ્યાના અશ્રુ છે,
પરંતુ
મુખ પર એક અનેરી હસી છે,
ફરી કરીશું આવો જ એક પ્રવાસ,
એવી મનમાં એક ઉમ્મીદ છે...
બરાબર ૯ કલાકે અમે શાળાએ પરત આવ્યા. શાળાના પટાંગણમાં વાલીઓ ક્યારના આવી ગયા હતાં. બાળકો સકુશલ પરત આવેલા જોઈ વાલીઓ પણ ખુબ ખુશ હતાં. સૌથી વધારે ખુશી આચાર્ય અને શિક્ષકોનાં મુખ પર વર્તાતી હતી. વાતો વાગોળતા વાગોળતા અમે બધા છુટા પડ્યા.
GoOd NiGhT


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks