“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 20 જૂન, 2011

વિદ્યાર્થી ઓળખપત્ર

શાળાના શૈક્ષનિક પ્રવાસ દરમ્યાન
શાળાના શિક્ષકો અને પ્રવાસમાં સાથે આવેલ વાલીઓને
સૌથી વધુ તકલીફ પડી હોય તો તે છે
બાળકો પાસે ઓળખપત્રનો અભાવ.
તેથી
અમે બધા પ્રવાસમાંથી પરત ફરતા હતાં ત્યારે
બાળકોના ઓળખપત્ર
બનાવડાવવાનું નક્કી કર્યું.
અને તેના ફળસ્વરૂપે અમે વેકેશન પહેલા જ બધા બાળકોના ફોટા પડાવી
ઓળખપત્રોની કામગીરી શરુ કરી દીધી.
અને  હવે જુઓ
બધા બાળકો પાસે પોતાના ઓળખપત્રો છે.
એક નમુનો

આંકલાવમાં માનસી ડીજીટલ સ્ટુડીઓના માલિક રાજુભાઈએ બાળકોના નજીવા ખર્ચે 
ઓળખપત્ર અને ૪ પાસપોર્ટ સાઈજના ફોટા બનાવી આપ્યા.
તે બદલ રાજુભાઈનો
શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

1 ટિપ્પણી:

  1. નીલેશભાઈ બ્લોગ સારો માટેનો સસરો પ્રયત્ન છે. બાળકોના વિકાસ માટે શિક્ષક તત્પર રહેજ છે,જેનું ઉદાહરણ આપ છો......
    ન.પ્રા.શિ.સમિતિ સુરત અને એસ.એસ.એ.સુરત કોર્પોરેશન દ્વારા એકલવ્ય એમએસબી એપ્લીકેશન બનાવવામાં આવેલ છે,જે દ્વિતીય સત્રથી તમામ બાળકોને વિનામૂલ્ય આપવામાં આવશે. તમારી શાળાના બાળકોની વિગત મોકલી તમારી શાળાના બાળકોને વિનામૂલ્ય યુસર આઈડી અને પાસવર્ડ મેળવી શકો છો..... અભાર....

    જવાબ આપોકાઢી નાખો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks