“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

મંગળવાર, 14 ઑગસ્ટ, 2012

પ્રજાસત્તાક દિન નિમિત્તે વકૃત્વ સ્પર્ધા તથા ધ્વજ બનાવવાની પ્રવૃત્તિ


તા- ૧૩/૮/૨૦૧૨
              આજરોજ પ્રાર્થનાસભામાં શ્રી નિલેશભાઈએ બાળકોને ૧૪/૮/૨૦૧૨ નાં રોજ રાખવામાં આવેલ વકૃત્વ સ્પર્ધા વિશે માહિતી આપી. જેનો વિષય હતો – “મારા પ્રિય સ્વાતંત્રસેનાની”. જેમાં બાળકોએ પોતાના મનપસંદ સ્વાતંત્રસેનાની વિશે તૈયારી કરી ૫ મિનીટ તે વિષય પર બોલવાનું હતું.
             શ્રીમતી રીનાબેને બાળકોને વકૃત્વ સ્પર્ધાના નિયમોની સમજ આપી તથા શ્રીમતી મૃગાબેને બાળકોને વિષયની સમજ આપી અને કેટલાક સ્વાતંત્રસેનાની  દેશનેતાઓ અને શહીદો વિશે માહિતી આપી. વકૃત્વ સ્પર્ધામાં દરેક વિદ્યાર્થીએ પોતાનું વકતવ્ય ૫ મિનિટમાં પૂર્ણ કરવાનું હતું. જેમાં ૪ મિનીટ બાદ એક વોર્નિંગ બેલ વાગશે તેમ પણ જણાવ્યું.
               જે બાળકોએ ભાગ લેવાનો છે તે બાળકોએ આજરોજ ૧૧ કલાક પહેલા નામ લખાવી દેવા સૂચના આપવામાં આવી તથા તૈયારી માટે પોતાના વર્ગશિક્ષકની કે પુસ્તકાલયની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું.
            શ્રી નિલેશભાઈએ વધુમાં જણાવ્યું કે તા-૧૪/૮/૨૦૧૨ નાં રોજ ધ્વજ બનાવવાની પ્રવૃત્તિ પણ રાખેલ છે. જેમાં બાળકોએ બે-બે નાં જૂથ બનાવવા સૂચના આપવામાં આવી. બાળકોને જૂથ પ્રમાણે જરૂરી સાધન સામગ્રી પૂરી પાડવામાં આવશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે તેમ પણ જણાવવામાં આવ્યું.
              શ્રી નિલેશભાઈએ ઇનામની જાણ કરતા કહ્યું કે વકૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર વિદ્યાર્થીને ઇનામ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. વકૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક બાળકને આશ્વાસન ઇનામ આપવામાં આવશે. તથા સૌથી સુંદર ધ્વજ બનાવનાર જૂથને ઇનામ આપવામાં આવશે. આ સર્વે ઇનામ ગણિત વિજ્ઞાન મંડળની ગ્રાન્ટમાંથી આપવામાં આવશે.
 
તા- ૧૪/૮/૨૦૧૨
               સૌપ્રથમ બાળકો દ્વારા સુંદર પ્રાર્થનાથી દિનની શરૂઆત કરવામાં આવી. વકૃત્વ સ્પર્ધાના નિર્ણાયકો તરીકે સર્વસંમતિથી આચાર્ય સાહેબશ્રી તથા મૃગાબેનને નક્કી કરવામાં આવ્યા. શ્રીમતી રીનાબેને કાર્યક્રમની દોર પોતાના હાથમાં લીધી.
              બાળકોમાં આત્મવિશ્વાસ ભરપુર દેખાતો હતો. બાળકો ખુબ જ ઉત્સાહથી પોતાના મનપસંદ સ્વાતંત્રસેનાની વિશે જણાવતા હતા. તેમના આદર્શોને પોતાના બનાવવા માંગતા હતા. તે પણ તેમની જેમ દેશ માટે કઈક કરવા માંગતા હતા.
કુલ ૩૨ બાળકોએ ભાગ લીધો હતો જેમના નામ અને વિષયો નીચે મુજબ હતા.
વિશાલ ધો-૬
બારીન્દ્ર ઘોષ

૧૭
હીના
દયાનંદ સરસ્વતિ
સંજય
લાલ બહાદુર શાસ્ત્રી

૧૮
પાયલ
ગોપાલકૃષ્ણ ગોખલે
સલુભા
સરદાર પટેલ

૧૯
વર્ષા
દયાનંદ સરસ્વતિ
પ્રકાશ
રવિશંકર મહારાજ

૨૦
સેજલ
મહાત્મા ગાંધીજી
વિજય
મહાત્મા ગાંધી

૨૧
વિશાલ ધો-૮
લોકમાન્ય ટિળક
વૈશાલી
રાણી લક્ષ્મીબાઈ

૨૨
હાર્દિક
રાણી લક્ષ્મીબાઈ
રીતા
રવિશંકર મહારાજ

૨૩
જયેશ
સરદાર પટેલ
શિતલ
સરદાર પટેલ

૨૪
જશપાલ
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણ
ભાવના
મહાત્મા ગાંધીજી

૨૫
હર્ષદ
મહાત્મા ગાંધી
૧૦
જાનવી
સુભાષચંદ્ર બોઝ

૨૬
હિતેશ
રવિશંકર મહારાજ
૧૧
કિશન ધો-૭
રવિશંકર મહારાજ

૨૭
ક્રિશ્ના
રાણી લક્ષ્મીબાઈ
૧૨
હર્ષદ
રાણી લક્ષ્મીબાઈ

૨૮
ભાવના
સ્વામી વિવેકાનંદ
૧૩
સરોજ
મહાત્મા ગાંધીજી

૨૯
નિરમા
ચંદ્રશેખર આઝાદ
૧૪
હીના
સ્વામી વિવેકાનંદ

૩૦
સરોજ
મહાત્મા ગાંધી
૧૫
જાગૃતિ
લાલા લજપતરાય

૩૧
અંકિત
વિનોબા ભાવે
૧૬
રીન્કુ
કસ્તુરબા ગાંધી

૩૨
મનુ
જવાહરલાલ નહેરુ

કુલ ૩૨ બાળકોએ પોતાના વક્તવ્યો આપ્યા. જેમાં દરેકે પોતાની ક્ષમતા કરતા પણ વધુ તૈયારી દ્વારા વક્તવ્યો આપ્યા. સૌ બાળકોના વક્તવ્યો પૂર્ણ થયા બાદ નિર્ણાયકોની મુશ્કેલી ખુબ વધી ગઈ કેમકે લગભગ દરેક બાળકોએ ખુબ જ સરસ વક્તવ્યો આપ્યા હતા. અંતે આચાર્ય સાહેબશ્રીએ દરેક બાળકને સુંદર તૈયારી  બદલ અભિનંદન આપ્યા અને વિજેતા થનાર ૧ થી ૩ નંબર જાહેર કર્યા. જેમના નામ નીચે મુજબ છે:-

 

               (૧) કુ. સરોજ મનુભાઈ વાઘેલા




(૨) કુ. રીતા સંજયભાઈ પરમાર
(૩) કુ. ભાવના શનાભાઈ ગોહેલ


                     એક થી ત્રણ નંબર આવનાર વિદ્યાર્થીઓને ઇનામ તથા પ્રમાણપત્ર આપવામાં આવ્યા તથા બાકીના વિદ્યાર્થીઓને આશ્વાસન ઇનામ આપવામાં આવ્યા. સૌ બાળકોએ તાળીઓથી ઇનામ જીતનારને અભિનંદન આપ્યા. નિલેશભાઈએ બાળકોને થોડો વિરામ લેવાનું જણાવ્યું. વિરામ બાદ સૌએ અહી જ ભેગા થવું તેવું સુચન કર્યું.
વિરામનો સમય પૂર્ણ થયા બાદ શ્રી નિલેશભાઈ એ આગળની પ્રવૃત્તિની દોર પોતાના હાથમાં લીધી. જરૂરી સુચનો બાળકોને આપવામાં આવ્યા અને દરેક બાળકના બે બે નાં ગૃપ બનાવવામાં આવ્યા. ત્યારબાદ દરેક ગ્રુપને જરૂરી સામગ્રી જેવી કે રંગીન કાગળ, ફેવિકોલ, કાતર અને લાકડી (ધ્વજ દંડ), સ્કેચપેન વગેરે સામગ્રી આપવામાં આવી.
સૌપ્રથમ શ્રીમતી મૃગાબેને બાળકોને ધ્વજના માપ વિશે અને ધ્વજનાં સમ્માનની વિસ્તૃત માહિતી પૂરી પાડી તથા શ્રીમતી રીનાબેન જે. શાહે બાળકોને ધ્વજનો સંપૂર્ણ ઇતિહાસ કહ્યો. નિલેશભાઈએ બાળકોને નમૂનાનો એક ધ્વજ બનાવી બતાવ્યો. ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો વિશે જણાવ્યું. બાળકોમાં હવે ધ્વજ બનાવવાની આતુરતા વધતી હતી.
બાળકોએ પોતાને મળેલ સામગ્રી ચકાસીને સૂચના પ્રમાણે ધ્વજ બનાવવાની શરૂઆત કરી. જ્યાં જ્યાં મુશ્કેલી જણાય ત્યાં માર્ગદર્શક શિક્ષક ભાઈઓ બહેનો માર્ગદર્શન આપતા. ખુટતી સામગ્રી તેઓ આગળ રાખવામાં આવેલા ટેબલ પરથી મેળવી લેતા.
સૌપ્રથમ બાળકોએ સફેદ કાગળની આગળ અને દેખાય તે રીતે ઉપર કેસરી રંગનો કાગળ અને નીચે લીલા રંગનો કાગળ ચોટાડ્યો. ત્યારબાદ તે કાગળને ધ્વજ દંડ પર ચોટાડવામાં આવ્યો. ફેવિકોલ ચોટી ગયા બાદ ધ્વજની મધ્યમાં ૧ રૂ.નાં સિક્કાની મદદથી વર્તુળ દોરવામાં આવ્યું અને તેમાં ૨૪ આરા દોરવામાં આવ્યા. આમ અમારો ધ્વજ તૈયાર થઇ ગયો.
ધ્વજ બનાવવાની મઝા તથા ધ્વજને હાથમાં રાખવાનો ઉત્સાહ તેમનામાં દેખાતો હતો. જુઓ આ તસ્વીરોમાં ....



મનુ :- “સાહેબ આ જુઓ મારો ધ્વજ....”


        .       






ભાવના :- “બેન મારો ધ્વજ કેવો લાગ્યો”?










2 ટિપ્પણીઓ:

  1. ખુબ સરસ ધન્યવાદ!

    ગોસાઇ જગદીશગિરિ
    અધ્યાપક, લોક્ભારતી અધ્યાપન મંદિર, સણોસરા.

    જવાબ આપોકાઢી નાખો

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks