{નોંધ:- આ અહેવાલ ધોરણ - ૮ નાં બાળકના અહેવાલ લેખન માંથી લેવામાં આવેલ છે.}
૧૫ મી ઓગષ્ટએ આપણો
રાષ્ટ્રીય તહેવાર છે. ૬૬ માં પ્રજાસત્તાકદિન નિમિત્તે પ્રાથમિક શાળામાં નાનો
કાયક્રમ ગોઠવવામાં આવ્યો હતો. ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૭ ના દિવસે આપના દેશને અંગ્રેજોના
હાથમાંથી મુક્તિ મળી હતી એટલે કે આપના દેશને આઝાદી મળી હતી. ૧૫ મી ઓગષ્ટે આખા
ભારતદેશમાં આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. અમે વહેલા નિશાળે આવ્યા. ત્યારબાદ
અમે બધાએ આસોપાલવના પાનના તોરણ બનાવ્યા. સમગ્ર શાળામાં તથા વર્ગખંડમાં તોરણ
બાંધીને શાળાને સુશોભિત કરી અને વર્ગખંડની બહાર સુંદર રંગોળી પૂરી. થોડાક
વિદ્યાર્થીઓએ મેદાનમાં બાળકોને બેસવા માટે ચૂનાની મદદથી લાઈનો દોરી. શ્રી
કાન્તીભાઈ સાહેબ તથા કેટલાક બાળકોએ ધ્વજ દંડ તૈયાર કરી દીધો. થોડા સમયબાદ દરેક વિદ્યાર્થીઓ
મેદાનમાં લાઈનસર બેસી ગયા.
કોઈપણ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં
આવે છે તેથી પ્રથમ સમૂહપ્રાર્થના કરાવવામાં આવી. ત્યારબાદ ગામમાંથી પધારેલ દરેક
મહેમાનોનું શાળાની વિદ્યાર્થીનીઓએ સ્વાગતગીત ગાઈને સ્વાગત કર્યું.
ધોરણ ૭ ના
વિદ્યાર્થી કિશનભાઈએ તમામ મહેમાનો અને વિદ્યાર્થીઓને ધ્વજ વંદન કરવા સજ્જ કર્યા.
ધ્વજવંદનની વિધિ પહેલીવાર વિદ્યાર્થી દ્વારા કરાવવામાં આવી હતી. ગામનાં ડેપ્યુટી
સરપંચ અને શાળાના એસ.એમ.સી.નાં અધ્યક્ષ શ્રીમતી સરોજબેન રમેશભાઈ પઢિયારના હસ્તે
ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો અને રાષ્ટ્રગાન બાદ ધ્વજવંદન વિધિ પૂર્ણ કરવામાં આવી
હતી.
કિશનભાઈએ સુંદર રીતે ધ્વજવંદન કરાવ્યા બાદ દરેક વિધાર્થીઓને અને મહેમાનોને
પોતાની જગ્યાએ સ્થાન લેવા જણાવ્યું. ત્યારબાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો.
શાળાના મદદનીશ શિક્ષક શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલે રાષ્ટ્રીય તહેવાર વિશે થોડીવાર
વક્તવ્ય આપ્યું હતું. ગામનાં સભ્ય નટુભાઈ દેસાઈભાઈ પઢિયારે એક સુંદર ભજન
સંભળાવ્યું હતું ત્યારબાદ શાળાનું વાતાવરણ થોડાસમય માટે ભક્તિમય બની ગયું હતું.
વિદ્યાર્થીઓએ તેમને તાલીઓથી વધાવ્યા હતા.
ગામનાં ભક્ત મહારાજ શ્રી પુજારામે ધાર્મિક
વાર્તાઓ કહી હતી અને જીવનને અનુરૂપ વક્તવ્ય આપ્યું હતું. ધોરણ -૮ નાં વિદ્યાર્થીઓ
અને વિદ્યાર્થીનીઓએ એક દેશભક્તિ ગીત ગાયું હતું. દરેક ધોરણમાંથી પસંદગી પામેલા
બાળકોએ મહાન પુરુષો વિશે વક્તવ્ય આપ્યું હતું. ત્યારબાદ ધોરણ -૬ નાં વિદ્યાર્થીઓએ “એક
જગત એક લોક” કવિતા સમુહમાં ગાઈ હતી.
છેલ્લે ઇનામ વિતરણ
કાર્યક્રમમાં ભાગ લીધેલ દરેક વિધાર્થીઓને અને વિધાર્થીનીઓને શ્રીમતી સરોજબેન
રમેશભાઈ પઢિયારનાં હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. દર વર્ષે દૂધ સહકારી મંડળી
સરસ્વતીનગર તરફથી પ્રસાદી વહેચવામાં આવે છે. અંતમાં અમારી શાળાના આચાર્ય શ્રી એ
આજનો કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો. અંતમાં દરેક વિદ્યાર્થીને તથા ગામમાંથી પધારેલા
દરેક મહેમાનોને પ્રસાદ વહેચવામાં આવ્યો.
આજે સૌના મુખ પર
આનંદ વર્તાતો હતો સૌનામાં આજે દેશ માટે કશુક કરવાની ભાવના દેખાતી હતી. છેલ્લે ભારત
માતા કી જય બોલીને છુટા પડ્યા હતા.
લેખન કર્તા:-
જશપાલ પી. ગોહેલ
ધોરણ-૮
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks