૨૬
જાન્યુઆરી ૧૯પ૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ
દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક
રાષ્ટ્ર’ બન્યું. ૨૬મી જાન્યુઆરીએ ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ
બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ
આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું.
તેથી જ ૨૬મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી
આ દિવસ ભારતના 'પ્રજાસત્તાક દિવસ’ તરીકે માનભેર ઉજવાય છે. આ મહત્ત્વના
દિને બહાદુર બાળકોને દિલ્હીના વડાપ્રધાન 'રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’થી
સન્માનિત કરે છે. આ વીર બહાદુરોને માનભેર હાથી પર બેસાડી રાજપથ માર્ગ પર
ફેરવવામાં આવે છે. ઉપરાંત આજના દિને બહાદુર બાળકો સંજય અને ગીતાના નામે પણ
બે વીરતા પુરસ્કાર અપાય છે.

આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અમારી શાળામાં રાખવામાં આવે છે. આ વખતે મુખ્ય મહેમાન તરીકે શાળાને જમીન દાન આપનાર શ્રી સોમાકાકાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તથા ગામમાંથી નવા ચૂંટાયેલા સરપંચ સાહેબ શ્રી, તથા અમારી શાળાના અધ્યક્ષ તથા ગામમાં નવા ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ શ્રી તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.

પ્રસંગને અનુરૂપ પ્રાર્થના, આવેલ મહેમાનોનું સ્વાગત તથા કેટલાક જનજાગૃત્તિ નાટકો, વક્તવ્યો, અભિનય ગીતો રાખવામાં આવ્યા હતાં. શાળાનું ચોગાન તથા શાળા તૂટેલ હોવા છતાં ગામલોકોમાં કે બાળકોમાં ઉત્સાહ મતો ન હતો. વગર સ્ટેજ અને ચોગાને અમે દેશ માટે કઈંક કરવા ગામલોકોને કાઈક બતાવવા આતુર હતાં.

આ કાર્યક્રમમાં સ્કાઉટના બાળકો દ્વારા ધ્વજ સલામી કાર્યક્રમ તથા અંગ કસરતો અને એક ફિલ્મી ગીત કરવામાં આવ્યું હતું. નાના બાળકો દ્વારા અભિનય ગીતો વાર્તાઓ કરવામાં આવી હતી. આ વર્ષે શાળામાં સૌથી વધુ વખત ગુલાબ બનનાર દરેક વર્ગના પસંદ કરેલ બાળકની માતાને ખાસ બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રીનાબેન જે. શાહે કર્યું હતું. તથા ધ્વજવંદન વિધિ શ્રી નિલેશભાઈ એ કરી હતી. ખાસ વક્તવ્યમાં શાળાના પ્રથમ આ. શી. શ્રી રામસિંહ સાહેબે કર્યું હતું.
બાળકો આજે ખુબ ખુશ હતાં.દેશ માટે કૈક કરવાની તથા એક સારા નાગરિક બનવાની તેમની ભાવના સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks