Primary School Sarasvatinagar Amrol Anklav Anand Gujarat India

“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે “આમરોલ” ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

“શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન” વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

ગુરુવાર, 26 જાન્યુઆરી, 2012

પ્રજાસત્તાક દિન નિમિત્તે ખાસ કવિતા શ્રી ગોવિંદકાકા લિખિત..

ત્રિરંગો ફરક્યો..ફરક્યો….કાવ્ય

ત્રિરંગો ફરક્યો…ફરક્યો….કાવ્ય
=================================================
આપણારાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની અનમોલ રચના 
                              “ચારણ કન્યા”
અને આદરણીય વડીલ શ્રી રમેશભાઈ પટેલ (આકાશદીપ)
દ્વારા રચાયેલ “મેઘા” પરથી પ્રેરણા લઈને આપણા આન બાન
ને શાન સમા ગૌરવ પૂર્ણ પ્રતિક  સમા રાષ્ટ્ર ધ્વજ માટે …….. 
================================================
              ચિત્ર માટે ગુગલનો આભાર.
-=====================================================
હરખતા હિન્દુસ્તાનના હૈયે ફરક્યો 
પરાધીનતા કેરી  પાંખે જ   ફરક્યો  
આઝાદીની સોનેરી ઉષાએ ફરક્યો
અડધી રાતે લાલ કિલ્લે જ ફરક્યો

આન બાન શાનથી હરદમ ફરક્યો
જન જન માનવ કેરા  હૈયે ફરક્યો
ઉંચા આભમાં પણ  ગર્વથી ફરક્યો
ઘૂઘવતા સાગરમાં હિલોળે ફરક્યો

હિમાલયના એવરેસ્ટ શિખરે ફરક્યો
ચંદ્ર કેરી શીતલ ચાંદનીમાં ફરક્યો
કાશ્મીરથી કન્યાકુમારી સુધી ફરક્યો
ગોવાથી ગૌહાટી સુધી હરદમ ફરક્યો

આઝાદીના દીવાનાના દિલમાં ફરક્યો
શહીદો કેરી શહાદતના માનમાં ફરક્યો

હવાઈ દળના વિમાન પાંખે ફરક્યો
નૌકાદળ કેરા વહાણે પણ ફરક્યો
લશ્કરી દળના મથકે પણ ફરક્યો
હર જવાનના કાંધે મલકીને ફરક્યો

વાઘા બોર્ડરની સરહદે શાનથી ફરક્યો
કાશ્મીર કેરી વાદીઓમાં  પણ ફરક્યો
કચ્છ ને રાજસ્થાનની સરહદે ફરક્યો
બાસઠના યુધ્ધે ચીન સરહદે ફરક્યો
પાંસઠ ઈકોતેર ને કારગીલ યુધ્ધે ફરક્યો

અબાલ વૃદ્ધની આશા અરમાને ફરક્યો
સંસદ કેરા ભવને હરદમ ફરક્યો
રાષ્ટ્રપતિ ભવને દિનરાત ફરક્યો
રાજ્યોની રાજધાનીએ  જ ફરક્યો
વિધાનસભા કેરા ભવને પણ ફરક્યો
હાઇકોર્ટ સુપ્રીમ કોર્ટના શિખરે ફરક્યો
માનવંતા ન્યાયાધીશના મેજ પર ફરક્યો

શાળા મહાશાળા ને વિદ્યાલયે ફરક્યો
બાળકોને શિક્ષકોના હાથે પણ ફરક્યો
વડીલો ને  સરપંચ કેરા હાથે ફરક્યો
સ્વાતંત્ર્ય સેનાની કેરા  હરખે ફરક્યો  

ઝાડે ઝાડે  ડાળે ને પાને પાને ફરક્યો
મહેલાતો ને ઝુંપડી દ્વારે પણ ફરક્યો
નગર નગર ને જંગલ જંગલ ફરક્યો
ગામે ગામ ને હર શેરીએ જ ફરક્યો

સાત સમન્દર પાર કરીને પણ  ફરક્યો
દેશ વિદેશમાં રાજદૂત મહાલયે ફરક્યો
પરદેશી મહેમાનોના સ્વાગતે જ ફરક્યો
મંત્રણા કેરા ટેબલ પર પણ ફરક્યો

સહિયારા નિવેદનના ટાણે  ફરક્યો
કોલ કરારના સુંદર અભિગમે ફરક્યો
પોસ્ટ ખાતાની ટપાલ ટિકિટે ફરક્યો
રાષ્ટ્ર સંઘના મુખ્યાલયે  શાનથી ફરક્યો   

સજ્જન કેરા સહારે પણ  હું ફરક્યો
દુર્જનો કેરા  દ્વારે પણ હું ફરક્યો

રમતના મેદાનોમાં સતત ફરક્યો
ક્રિકેટ ને હોકીની રમતોમાં ફરક્યો
ઓલમ્પિક ને રાષ્ટ્ર ખેલમાં ફરક્યો
સચિન કેરા શતકોએ પણ ફરક્યો
ચોગ્ગા ને  છક્કાના રણકારે ફરક્યો
કપિલ કેરી કમાલે ત્યાસીમાં ફરક્યો
ઘોનીના ધમકારે વર્લ્ડ કપમાં ફરક્યો

કલામ,ભાભા, સારાભાઇ શોધમાં ફરક્યો
નફફટ નેતાઓના હાથે  પણ ફરક્યો
ભ્રષ્ટાચારી અમલદારોના હાથે ફરક્યો
આઝાદ દિને  લશ્કરની પરેડમાં ફરક્યો  
પ્રજાસત્તાક દિને લશ્કર પરેડે ફરક્યો

હર હિંદુસ્તાનીના તન મન ઘરમાં ફરક્યો
દુશ્મનોના છક્કા છોડાવી વટથી ફરક્યો

કવિ લેખકો સાહિત્યકારોની કલમે ફરક્યો
ફરકવાનું મારું અહોભાગ્ય કે હરદમ ફરક્યો
  પણ !!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!????
================================================
સ્વપ્ન જેસરવાકર (ગોવિંદ પટેલ)
 Thank You,
Govind Patel
 Swapnajesarvakar
આમના દ્વારા પોસ્ટ કરેલા Nilesh Patel પર ગુરુવાર, જાન્યુઆરી 26, 2012
આ ઇમેઇલ કરોઆને બ્લૉગ કરો!X પર શેર કરોFacebook પર શેર કરોPinterest પર શેર કરો

1 ટિપ્પણી:

  1. Bhagyendra Patel24 જાન્યુઆરી, 2025 એ 06:37:00 PM IST વાગ્યે

    આપનો આ બ્લોગ સરસ છે. બાળકના વ્યક્તિત્વ અને જીવન ઘડતરમાં સરસ શાળાનો અને ઉમદા શિક્ષકોનો ફાળો અમૂલ્ય હોય છે. આપે આ બ્લોગ પર કેટલાક સરસ વિચાર રજૂ કર્યા છે જે પ્રોત્સાહક છે. અભિનંદન અને શુભેચ્છાઓ.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
      જવાબ આપો
ટિપ્પણી ઉમેરો
વધુ લોડ કરો...

અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks

વધુ નવી પોસ્ટ વધુ જૂની પોસ્ટ હોમ
આના પર સબ્સ્ક્રાઇબ કરો: પોસ્ટ ટિપ્પણીઓ (Atom)

આ બ્લોગ વિશેની કોઈપણ મુશ્કેલી કે જાણકારી માટે ૯૮૨૫૨૫૦૦૬૬ (નિલેશ પટેલ) પર સંપર્ક કરો.

શું તમે કશું શોધો છો? શું હું તમને શોધવામાં કઈ મદદ કરી શકું?

આ બ્લોગના કુલ મુલાકાતીઓ

Free counters!
જો તમને અમારી શાળા ગમી હોય તો FACEBOOK પર LIKE કરવાનું ભુલશો નહિ

School Calendar

જો તમે બાળકો વિષે કે શાળા વિષે તમારા વિચારો, લેખ કે શોધ અમને મોકલવા માગતા હોય તો અમને મોકલશો અમે આપણા નામ સાથે પ્રકાશિત કરીશું. ઉપરના સરનામાં પર મોકલશો.
અથવા E-Mail કરશો.
આભાર.
શાળા
પરિવાર
અમારા શાળા પરિવારના સભ્યો વિષે વધુ જાણવા તેમના ફોટો પર CLICK કરવું.
એક
જ ડાળના પંખી અમે સૌ

આચાર્ય & ધો- ૧

આચાર્ય & ધો- ૧
ઠાકોર ચંદુભાઈ શિવાભાઈ

ધો- ૨

ધો- ૨
પટેલ હરેશ્વરીબેન પ્રહલાદભાઈ

ધો- ૩

ધો- ૩
ચાવડા કાન્તીભાઈ કાશીભાઈ

ધો- ૪

ધો- ૪
સોલંકી મૃગાબેન અરવિંદભાઈ

ધો- ૫

ધો- ૫
પટેલ નીલેશભાઈ ગોવિંદભાઈ my self

ધો- ૬

ધો- ૬
કાંજીયા રેખાબેન ભુપતભાઈ

ધો- ૭

ધો- ૭
શાહ રીનાબેન જયંતીલાલ

ધો- ૮

ધો- ૮
ગોહેલ રામસિંહ રૂપસિંહ

એક યાદગાર ક્ષણ

એક યાદગાર ક્ષણ
પ્રથમ વરસાદનું ભવ્ય સ્વાગત

ધોરણ ૧ થી ૭ ની કવિતાઓ ડાઉનલોડ કરો. મિત્રો આપણી પાસે જો નવા અભ્યાસક્રમના કાવ્યો હોય તો અમને મેઈલકરશો

  • ધો-૧ ગુજ./ગણિત
  • ધો-૨ ગુજ./ગણિત
  • ધો-૩ગુજ./પર્યા.
  • ધો-૪ ગુજ./પર્યા.
  • ધો-૪ हिन्दी
  • ધો-૫ ગુજરાતી
  • ધો-૫ English
  • ધો-૫ हिन्दी
  • ધો-૬ ગુજરાતી (જુનો અભ્યાસક્રમ)
  • ધો-૬ English (જુનો અભ્યાસક્રમ)
  • ધો-૬ हिन्दी (જુનો અભ્યાસક્રમ)
  • ધો-૭ ગુજરાતી (જુનો અભ્યાસક્રમ)
  • ધો-૭ हिन्दी (જુનો અભ્યાસક્રમ)
  • રાષ્ટ્રગીતો

કોઈપણ જિલ્લામાં અરસ - પરસ બદલી માટેની ONLINE જાહેરાત આપો અને તે પણ એકદમ FREEમાં. અહીં ક્લિક કરી તમારી વિગત SUBMIT કરો. http://abhyaskram.com/tranesfer/


"શ્રીમદ્ ભગવદ્ ગીતા" ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. બાળકોનેતથા સૌને વિશ્વના એક મહાન ગ્રંથને .mp3 સ્વરૂપે સંભળાવીએ.

શું તમે કમ્પ્યુટરમાં Excel Work કરો છો? તો અહીં ક્લિક કરો અને Excel Formulas ડાઉનલોડ કરો અને તમારા કામને વધુ સરળ બનાવો. Try & Enjoy

Google Gujarati Input Offline Installer હવે ગમે ત્યારે અને ગમે તે જગ્યાએ ગુજરાતી ટાઇપ કરવું ખુબજ સરળ . અહીં ક્લિક કરી એક એપ્લીકેશન ડાઉનલોડ કરો અને ત્યારબાદ ઇન્સ્ટોલ કરો. ( ઇન્સ્ટોલ કર્યા બાદ ટાસ્કબાર પર જમણી બાજુ EN લખેલ હશે તેની પર ક્લિક કરી ભાષા બદલાવી.)

Google Hindi Input Offline Installer हिन्दीमे टाईप करने के लिए ये एप्लीकेशन डाऊनलोड करिये l

Google Gujarati Input Offline Installer for 64 bit o.s.

Google Hindi Input Offline Installer for 64 bit o.s.

ક્રિયાત્મક સંશોધન (Action research) ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો. વિષય:- પ્રાથમિક શાળા(Primary School)ના ધો-૫ ના બાળકોને ગણિતના ‘ અવયવ-અવયવી ’ એકમ શીખવામાં પડતી મુશ્કેલી.

શુભેચ્છકો

શુભેચ્છકો
શ્રી નરેન્દ્રસિંહ જે. પરમાર આચાર્ય, પે.સેન્ટર આમરોલ.& પ્રમુખ, આંકલાવ તાલુકા પ્રા. શિ. સંઘ

શ્રી રાકેશ સર, શિક્ષક, પ્રા. શાળા નવા નદીસર, તા-જી- ગોધરા

અમારા મનપસંદ બ્લોગની મુલાકાત જરૂર જરૂરથી લેવા વિનંતી

  • જરૂરી પરિપત્રો તથા શિક્ષણ જગતની સંપૂર્ણ જાણકારી માટે વિરલ શીરાનો બ્લોગ
  • http://jadavnarendrakumar.blogspot.com/ જાદવ નરેન્દ્રભાઈ પ્રા. શાળા ઉચ્છદ, જિ- ભરૂચ
  • http://drkishorpatel.org/ Dr. Kishorbhai M. Patel Smt. I. N. Tekrawala Higher Secondary School, Surat
  • http://shikshansarovar.wordpress.com/ Dr. Kishorbhai Patel
  • http://swapnasamarpan.wordpress.com/ શ્રી ગોવિંદકાકા (જેસરવાવાળા) અમેરિકા
  • http://nvndsr.blogspot.com/ શ્રી રાકેશ સર, નવા નદીસર પ્રા. શાળા જિ- પંચમહાલ
  • શાળા ઉપયોગી માહિતી મુકેશ ડેરવાળિયા અને કમલેશ ઝાપડિયા
  • શિક્ષકો માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ અને પરિપત્રો માટે પ્રશાંત ગવાનીયા નો બ્લોગ
  • ગોદડિયો ચોરો... ચોરાની ચટપટી ચર્ચા !!!!!

આપણા મૂલ્યવાન પ્રતિભાવો:-

મિત્રો આપણા પ્રતિભાવો અમને પ્રોત્સાહન અને માર્ગદર્શન પૂરું પાડે છે. આપણા પ્રતિભાવો બદલ અમે આપણા આભારી રહીશું. અમે તમારો સંપર્ક કરી શકીએ તે માટે તમારી પૂરી વિગત કોન્ટેક્ટ નંબર સાથે લખશો.

અમારા ઈ-મેઈલ કે મોબાઈલ પર મળેલા અમુલ્ય પ્રતિભાવો

  • તમારા બ્લોગસ્પોટની મુલાકાત લીધી તેમાંની માહિતી વિશે જાણી ખુબ આનંદ થયો અને મને પણ મારી શાળા નો બ્લોગ બનાવવાની પ્રેરણા મળી. Thanks From :- Satish sharma 9427183286
  • Hi, Nilesh, I visited your blog. It is nice. You did a great job in making blog of your school. Regards, Durgesh Patel, Australia From: durgesh patel (durgesh.ec.84@gmail.com)
  • Dear, Nilesh patel& team of sarasvatinagar school. I visited your school blog regularly,Your school done maximum activity which helped students to increase there ability you people done an excellent job, If every schools& teachers work like this way our education system surely improved, Heartly Congratulation Regards, Govind Patel Daltungi Pri.School Lalpur,Jamnagar (Mo- 9925203205)
  • પ્રતિ, નિલેશભાઈ. સવિનય જણાવવાનું કે આપને અગાઉ ફોન દ્વારા મળી ચૂક્યા છીએ. હું હાલ પ્રાથમિક મિશ્રશાળા ઉચ્છદ તા.જંબુસર જી.ભરૂચમાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપની શાળાનો બ્લોગ નવા નદીસર ની શાળાનો બ્લોગ તથા કેતન ઠાકર ના બ્લોગ પરથી પ્રેરણા લઈને મેં પણ કેટલાંક બ્લોગ તૈયાર કરેલ છે. જેની મુલાકાત લેવા વિનંતિ છે. psuchchhad.blogspot.com ( my school blog) From:- જાદવ નરેન્દ્રકુમાર, આ.શિ., મિશ્રશાળા ઉચ્છદ
  • પ્રિય મિત્ર નિલેશ. તે ઘણો સારો ટ્રાય કર્યો છે. મને બ્લોગ બનાવવા માટેની માહિતી મારા ઈ મેઈલ પર મોકલજે. From:- કમલેશ પ્રજાપતિ (prajapati.sk86@yahoo.in
  • પ્રતીશ્રી, તમારો બ્લોગમા સારી એવી માહિતી છે. બ્લોગ સારો બનાવવા બદલ ધન્યવાદ -- maulik patel WWW.MGPATEL.wapka.mobi PRIMARY TEACHER OF SHREE LODRA PRIMARYSCHOOL 9824118089

છેલ્લા દસ મુલાકાતીઓના સરનામાં

બ્લૉગ આર્કાઇવ

  • ►  2016 (1)
    • ►  જૂન (1)
  • ►  2014 (1)
    • ►  જાન્યુઆરી (1)
  • ►  2013 (2)
    • ►  ડિસેમ્બર (1)
    • ►  સપ્ટેમ્બર (1)
  • ▼  2012 (22)
    • ►  ઑગસ્ટ (6)
    • ►  જુલાઈ (4)
    • ►  જૂન (1)
    • ►  માર્ચ (2)
    • ►  ફેબ્રુઆરી (2)
    • ▼  જાન્યુઆરી (7)
      • સદ્દભાવના મિશનની પુર્ણાહુતી તથા તિથી ભોજન
      • પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ૨૦૧૨
      • પ્રજાસત્તાક દિન નિમિત્તે ખાસ કવિતા શ્રી ગોવિંદકાકા...
      • પ્રજાસત્તાક દિનની ખાસ ભેટ
      • વકૃત્વ સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા
      • સદ્દભાવના મિશન અંતર્ગત સ્વર્ણિમ સપ્તાહની ઉજવણી
      • પતંગોત્સવ ૧૬ જાન્યુ. ૨૦૧૨
  • ►  2011 (58)
    • ►  ડિસેમ્બર (1)
    • ►  નવેમ્બર (4)
    • ►  ઑક્ટોબર (1)
    • ►  સપ્ટેમ્બર (1)
    • ►  ઑગસ્ટ (7)
    • ►  જુલાઈ (4)
    • ►  જૂન (11)
    • ►  એપ્રિલ (7)
    • ►  માર્ચ (6)
    • ►  ફેબ્રુઆરી (4)
    • ►  જાન્યુઆરી (12)
  • ►  2010 (11)
    • ►  ડિસેમ્બર (6)
    • ►  નવેમ્બર (5)

ધો- ૭ના બાળકોનો ગીત-ગાન સ્પર્ધા કાર્યક્રમ

very very funny school Boogie Woogie programme

જોવા માટે અહી ક્લિક કરો.

Blogger દ્વારા સંચાલિત.