નવાઈની વાત તો એ હતી કે આ બધા ધ્વજ ખાસ તેમને અમેરિકાથી (Made In Chinaના) ઓર્ડર આપી બનાવ્યા હતાં. અને અમેરિકાથી સાથે લઈને જ આવ્યા હતાં. તેઓ આજે સવારે ૭ વાગ્યે ઘરે આવ્યા અને આવતાની સાથે જ તેમને પ્રથમ કામ અમને અમારી ભેટ આપવાનું કર્યું. શ્રી ગોવિંદકાકાએ પેટલાદ તથા જીલ્લાની કેટલીય શાળાઓને ધ્વજ તથા બાળઉપયોગી કિટ્સ ભેટ આપી છે. તેઓ ભૂતકાળમાં એક શિક્ષક જ હતાં અને આજે પણ શિક્ષકનો જ જીવ છે. તેમને શાળાને જોઈતી મદદ કરવાની તૈયારી બતાવી હતી.
શાળા પરિવારના શિક્ષકો, વાલીઓ તથા બાળકો તરફથી શ્રી ગોવિંદકાકાનો ખુબ ખુબ આભાર.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks