ત્યારબાદ શાળાના આચાર્યસાહેબશ્રીએ સદભાવના કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપ્યું. તેમજ તા ૩૧ ના રોજ આણંદ ખાતે રાખેલ સદભાવના મિશનમાં પધારનાર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે બાળકો તેમજ તેમના વાલીઓને માહિતી આપી અને જરૂરી માર્ગદર્શન આપવા બાહેધરી આપી. શાળાના શિક્ષકશ્રીએ આજ રોજ સદભાવના કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરી તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો.
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com
ઇતિહાસ
આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે “આમરોલ” ગામ.
આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.
મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...
“શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન” વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
સોમવાર, 30 જાન્યુઆરી, 2012
સદ્દભાવના મિશનની પુર્ણાહુતી તથા તિથી ભોજન
ત્યારબાદ શાળાના આચાર્યસાહેબશ્રીએ સદભાવના કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપ્યું. તેમજ તા ૩૧ ના રોજ આણંદ ખાતે રાખેલ સદભાવના મિશનમાં પધારનાર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે બાળકો તેમજ તેમના વાલીઓને માહિતી આપી અને જરૂરી માર્ગદર્શન આપવા બાહેધરી આપી. શાળાના શિક્ષકશ્રીએ આજ રોજ સદભાવના કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરી તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો.
ગુરુવાર, 26 જાન્યુઆરી, 2012
પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ૨૦૧૨
તેથી જ ૨૬મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના 'પ્રજાસત્તાક દિવસ’ તરીકે માનભેર ઉજવાય છે. આ મહત્ત્વના દિને બહાદુર બાળકોને દિલ્હીના વડાપ્રધાન 'રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’થી સન્માનિત કરે છે. આ વીર બહાદુરોને માનભેર હાથી પર બેસાડી રાજપથ માર્ગ પર ફેરવવામાં આવે છે. ઉપરાંત આજના દિને બહાદુર બાળકો સંજય અને ગીતાના નામે પણ બે વીરતા પુરસ્કાર અપાય છે.




બાળકો આજે ખુબ ખુશ હતાં.દેશ માટે કૈક કરવાની તથા એક સારા નાગરિક બનવાની તેમની ભાવના સ્પષ્ટ દેખાઈ આવતી હતી.
પ્રજાસત્તાક દિન નિમિત્તે ખાસ કવિતા શ્રી ગોવિંદકાકા લિખિત..
ત્રિરંગો ફરક્યો..ફરક્યો….કાવ્ય


આન બાન શાનથી હરદમ ફરક્યો
હિમાલયના એવરેસ્ટ શિખરે ફરક્યો
આઝાદીના દીવાનાના દિલમાં ફરક્યો
શહીદો કેરી શહાદતના માનમાં ફરક્યો
હવાઈ દળના વિમાન પાંખે ફરક્યો
વાઘા બોર્ડરની સરહદે શાનથી ફરક્યો
અબાલ વૃદ્ધની આશા અરમાને ફરક્યો
શાળા મહાશાળા ને વિદ્યાલયે ફરક્યો
ઝાડે ઝાડે ડાળે ને પાને પાને ફરક્યો
સાત સમન્દર પાર કરીને પણ ફરક્યો
સહિયારા નિવેદનના ટાણે ફરક્યો
સજ્જન કેરા સહારે પણ હું ફરક્યો
રમતના મેદાનોમાં સતત ફરક્યો
કલામ,ભાભા, સારાભાઇ શોધમાં ફરક્યો
હર હિંદુસ્તાનીના તન મન ઘરમાં ફરક્યો
કવિ લેખકો સાહિત્યકારોની કલમે ફરક્યો
બુધવાર, 25 જાન્યુઆરી, 2012
પ્રજાસત્તાક દિનની ખાસ ભેટ

શાળા પરિવારના શિક્ષકો, વાલીઓ તથા બાળકો તરફથી શ્રી ગોવિંદકાકાનો ખુબ ખુબ આભાર.