આજે બાળકોને વિવિધ
અંકો બનાવવા માટે સૂચના આપવામાં આવી જેમાં ૬ થી ૮ ના કુલ ૬ ગૃપ પાડવામાં આવ્યા.
જેની વિગત નીચે મુજબ છે.
ક્રમ
|
ધોરણ
|
ગૃપનું નામ
|
સંખ્યા
|
પ્રવૃત્તિ
|
૧
|
૬
|
સરદાર પટેલ ગૃપ
|
૬
|
પર્યાવરણની જાળવણીનો
અંક
|
૨
|
૬
|
રાણી લક્ષ્મીબાઈ ગૃપ
|
૫
|
રાષ્ટ્રીય
ચિન્હોનો અંક
|
૩
|
૭
|
સ્વામી વિવેકાનંદ ગૃપ
|
૬
|
ભારતના મહાન
સંતોનો અંક
|
૪
|
૭
|
કલ્પના ચાવલા ગૃપ
|
૬
|
વૈજ્ઞાનિકોનો અંક
|
૫
|
૮
|
મહાત્મા ગાંધી ગૃપ
|
૧૦
|
વિવિધ દેશોનો ધ્વજસંગ્રહ
અંક
|
૬
|
૮
|
ઇન્દીરા ગાંધી ગૃપ
|
૬
|
આપણા
રાષ્ટ્રપતિઓનો અંક
|
ગૃપ પ્રમાણે બાળકોને
અલગ અલગ જૂથમાં બેસાડવામાં આવ્યા. દરેકને જૂથ પ્રમાણે જરૂરી સામગ્રી પૂરી પાડવામાં
આવી. દરેક ગૃપના જે તે વર્ગશિક્ષકને તેમના માર્ગદર્શક બનાવવામાં આવ્યા.
માર્ગદર્શકશ્રીઓએ બાળકોને શું કરવાનું છે તે સમજાવી દીધું. બસ પછી તો કહેવાનું જ
શું..!! બધા બાળકો પ્રવૃત્તિમાં વ્યસ્ત થઇ ગયા.
બાળકો ખુબ જ સરસ
રીતે પોતાને સોંપેલું કામ કરતા હતા. જ્યાં કોઈ મુશ્કેલી પડે ત્યાં એમના માર્ગદર્શક
શ્રી તેમણે માર્ગદર્શન પૂરું પાડતા.
સૌપ્રથમ દરેક
વિદ્યાર્થીએ આપેલ ચિત્રોના કટિંગ કર્યા. કટિંગને ફેવિકોલની મદદથી A4 સાઈજનાં કાગળ
પર ચોટાડી દીધા. હવે દરેક બાળક પોતાના કટિંગ વિશેની માહિતી એકત્ર કરવા માટે છુટા
પડ્યા. વિવિધ પાઠ્યક્રમનાં પુસ્તકો અને અન્ય માર્ગદર્શક પુસ્તકો દ્વારા તેમણે
માહિતી એકઠી કરી. સુંદર અક્ષરોએ સ્કેચપેનની કે પેનની મદદથી તેમણે તે માહિતી
મુદ્દાસર લખી દીધી. સૌ કાગળને પંચની મદદથી કાના પાડી ફાઈલ કરી દેવામાં આવ્યા. ફાઈલની
ઉપર સુંદર અક્ષરે મથાળું મારવામાં આવ્યું.
“પ્રવૃત્તિમય
બાળકોની કેટલીક બોલતી તસ્વીરો”

દરેકે પોતાનો અંક
શ્રી નિલેશભાઈ પાસે જમા કરાવ્યો. નિલેશભાઈએ બધા અંકો ભેગા કરી બધા બાળકોને જોવા માટે
ખુલ્લા મુક્યા. બાળકોએ પ્રદર્શન નિહાળ્યું તથા અંક બનાવનાર વિદ્યાર્થીઓએ તેમણે અંક
વિશેની સંપૂર્ણ માહિતી પૂરી પાડી.
અંતમાં બધા અંકો
ભેગા કરી લેવામાં આવ્યા અને રાષ્ટ્રગીત ગાઈ સૌ છુટા પડ્યા.