આજ રોજ તેમના આમંત્રણને માન આપી અમે સૌ શિક્ષકગણ તથા બાળકો સમય થતા તેમના ઘરે પહોચી ગયા. ચાલો માણીએ કેટલીક બોલતી તસ્વીરો.
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com
ઇતિહાસ
આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે “આમરોલ” ગામ.
આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.
મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...
“શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન” વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
સોમવાર, 18 જુલાઈ, 2011
ગૌરી વ્રત નિમિત્તે શાળા તિથીભોજન...
આજ રોજ તેમના આમંત્રણને માન આપી અમે સૌ શિક્ષકગણ તથા બાળકો સમય થતા તેમના ઘરે પહોચી ગયા. ચાલો માણીએ કેટલીક બોલતી તસ્વીરો.
શુક્રવાર, 15 જુલાઈ, 2011
ગુરુ પૂર્ણિમા
સોમવાર, 27 જૂન, 2011
હાસ્ય લેખ :- શું તમારા કમ્પ્યુટર માં આ પ્રોબ્લેમ છે?
વિષય- અમારા ઘરે અમે એક કમ્પ્યુટર ખરીદ્યું હતું જેમાં અમને કેટલાક પ્રોબ્લેમ દેખાયા જે તમારા ધ્યાન સારું.
સવિનય પ્રોબ્લેમ્સ નંબર
- કમ્પ્યુટરમાં "START" બટન છે પણ "STOP" બટન નથી. તપાસ કરવા મારી નમ્ર વિનંતી છે.
- અમને મેનુબારમાં "RUN" બટન જોવા મળ્યું. મારા એક મિત્રએ "RUN" બટન દબાવ્યું અને આખું ગામ દોડ્યો! તેથી મારી તમને નમ્ર વિનંતી છે કે "RUN" બટન કાઢી "SIT" બટન રાખો જેથી શાંતિથી બેસે તો ખરા.!
- એક અંગત પ્રશ્ન છે. શું કમ્પ્યુટરમાં ક્યાય "RE-SCOOTER" ઓપ્સન છે? એમાં એવું છે કે મને ફક્ત "RE-CYCLE" ઓપ્સન જોવા મળ્યું, પણ મારા ઘરે "CYCLE" નથી ફક્ત એક મારું જુનું "SCOOTER" જ છે.
- કમ્પ્યુટરમાં "FIND" બટન છે પણ મને લાગે છે કે તે બરાબર કામ નથી કરતુ! એમાં એવું છે કે હમણાં ગયા અઠવાડિયે જ મારી મમ્મીથી ઘરની ચાવી ખોવાઈ ગઈ અને મે "FIND" કી વડે શોધવા ખુબ પ્રયત્ન કર્યો પણ ક્યાય મળી નહિ. આ પ્રશ્નનુ સમાધાન કરજોને!!
- મારો નાનો ભાઈ "MICROSOFT WORD" શીખી ગયો છે હવે તેને "MICROSOFT SENTENCE" શીખવું છે તો હવે તે ક્યાં મળશે?
- મે કમ્પ્યુટર, સીપીયુ, માઉસ અને કીબોર્ડ ખરીદ્યું. પણ સ્ક્રીન પર તો ફક્ત "MY COMPUTER" આઇકોન જ દેખાય છે તો બાકીના પાર્ટ્સ ક્યાં છે?
- મને "MY PICTURE" ફોલ્ડર જોઈ નવાઈ થાય છે કે તેમાં મારો એક પણ ફોટો નથી અરે મારો ગમતો એક પણ ફોટો તેમાં નથી તો પછી આ ફોલ્ડર કેમ?
- આમાં "MICROSOFT OFFICE" એપ્લીકેસન છે પણ ઘરે વાપરવા માટે ક્યાય "MICROSOFT HOME" એપ્લીકેસન નથી.
- તમે "MY RECENT DOCUMENTS" બતાવો છો પણ ક્યાય "MY PAST DOCUMENTS" બતાવો છો ખરા?
- તમે "MY NETWORK PLACES" સુવિધા આપો છો. પણ શું તમે ક્યાય "MY SECRET PLACES" સુવિધા આપો છો? આપતા હોય તો વહેલા જણાવજો કેમકે મારા પપ્પા મને શાળા સમયે હું કઈ જગ્યાએ જાઉં છું તે જાણી જશે તો મને મારશે.
- અને અંતમાં એક છેલ્લો પ્રશ્ન : સાહેબજી તમારું નામ "GATES" છે તો પછી તમે "WINDOWS" કેમ વેચો છો?
એક ગામડાનો ખેડૂત માણસ.
રવિવાર, 26 જૂન, 2011
શનિવાર, 25 જૂન, 2011
વાર્તા- અજબ સવાલના સાચા જવાબ... ખરેખર દિલ થી વાંચજો.
નવ વર્ષનો મનન આમ તો એની વયના બાળકો જેવો જ તોફાની અને રમતિયાળ હતો. પણ એક બાબત એનામાં બધાં કરતાં નોખી હતી. એ સવાલોનો દરિયો હતો અને સવાલો પણ એવા કે સુનામીના ભયાનક મોજાઓની જેમ ઉછળીને ભલભલાને ડરાવી દે.
સોમવાર, 20 જૂન, 2011
શું તમે જાણો છો જો કાળું નાણું ભારતમાં પાછુ આવી જય તો શું થાય?
- ભારત ફાઈનાન્સીઅલ નંબર ૧ પર આવી જાય.
- દરેક જિલ્લાને ૬૦૦૦૦ કરોડ અને દરેક ગામને ૧૦૦ કરોડ મળે.
- ૨૦ વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્ષ ના ભરવો પડે.
- પેટ્રોલ ૨૫રૂ., ડીઝલ ૧૫રૂ., સીએનજી ૧૫રૂ., દાળ ૨૦રૂ., દૂધ ૮રૂ.
- ૧૦ વર્ષ શુધી વીજળી મફત.
- આપની સરહદ પર બધી બાજુ ચીન કરતા પણ વધુ મજબુત બની જાય.
- પુરા દેશ માં ૨૦૦૦ જેટલી OXFORD કરતા પણ મોટી યુનિવર્સિટી બની જાય.
- ૯૫ કરોડ લોકોના પોતાના ઘર બની જાય.
- ભારત એક મહાસત્તા બની જાય.
- ભારતના દરેક નાગરિકના ભાગમાં કરોડ કરતા વધુ રૂપિયા આવે.
- પાકિસ્તાન જેવા ૧૦ દેશ ખરીદવા હોય તો પણ ખરીદી શકીએ.
- પુરા ભારતને એક બાગ જેવો ચોખ્ખો અને સુંદર દેશ બનાવી શકીએ.
અને છતાં પણ આપની સરકારને કાળું નાણું પાછું લાવવામાં કશો રસ નથી.
લાનત છે યાર આવી સરકાર પર.......
તમારું શું માનવું છે?
અમને જણાવો.
આ મેસેજને ભારતના દરેક નાગરિક સુધી પહોચાડો.
આપની સરકાર પણ આ જાણે. અને પોતાની મહા ભૂલ સુધારે.
વિદ્યાર્થી ઓળખપત્ર
![]() |
| એક નમુનો |
રવિવાર, 19 જૂન, 2011
Father's Day Special
Wish You very Happy father”s day.
Its very true and hearty but very formal american style wish.આજે ફાધર્સ ડે. અમેરિકનો પોતાના મમ્મી કે પપ્પાને વર્ષે એકવાર ફાધર્સ ડે કે મધર્સ ડે વિશ કરી લે કારણ એજ એક દિવસ છે એમને એમની પરવરિશ માટે માતા-પિતાનો આભાર માનવાનો બાકી તો એ ભલા અને એમનુ રૂટીન ભલુ. આમ જોવા જાવ તો હવે આપણું પણ એવું જ કહેવાય ને?
ફાધર્સ ડે દર વર્ષે જુન મહિનાના ત્રીજા રવિવારે પુરા વિશ્વમાં ઉજવવામાં આવે છે. Spokane, Washingtonમાં સૌપ્રથમ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે જેના પિતા જીવિત હોય તે લાલ ગુલાબ આપી અને જેના પિતાજી જીવિત ન હોય તે સફેદ ગુલાબ અર્પણ કરી પિતાની પૂજા કરે છે.
આંગળી પકડીને ચાલતા શીખવ્યુ તમે - તમારી ટેકણલાકડી બનવાના બદલે હાથ જ છોડીને ખસી ગયા અમે .ચકલીનુ ચીં ચીં મોંમા કરાવી બોલતા શીખવ્યુ તમે – ફુરસદના સમયે તમને સાંભળવાના બદલે નિઃ શબ્દ વાતાવરણમાં મુકી દીધા અમે.
આલ્બમોમાં નાનપણને સંઘરી યાદો તાજી રાખી તમે- હાજરીને જ તમારી ભૂતકાળ બનાવી દીધો અમે.
અમારા દરેક સારા પ્રસંગને ઉજાળ્યો તમે-તમારી નિવ્રુત્તિની ક્ષણો ઉજવવાના બદલે ઉચાળા ભર્યા અમે.
અમારી દરેક ક્ષણોએ હાજર રહી એને ભરપૂર બનાવી તમે- તમારો ખાલીપો ભરવાના બદલે શૂનકાર ઉમેર્યો અમે.
જ્યારે જ્યારે તમારી જરૂર હતી ત્યારે અડીખમ બનીને , માનસિક સધિયારો બનીને સાથ આપ્યો તમે -હવે જ્યારે તમને શારીરિક સથવારાની જરૂર પડી -તમારા માટે ઉભા રહેવાના દિવસો આવ્યા ત્યારે ચાલતી પકડી અમે .
અને માટે જ ખરા હ્રદયથી તમારી તંદુરસ્તી-તમારી સ્વસ્થતા પ્રાર્થુ છું ઇશ્વર પાસે.
જો ખુશ છો તમે તો રાજી છીએ અમે.
જો સ્વસ્થ છો તમે તો નિશ્ચિંત છીએ અમે.
That”s why I Heartiely Wish You Not Only Very Happy Father”s Day
But Wish You Very Haapy Each Day.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ
ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ
ત્વમેવ સર્વ મમ દેવ દેવમ.
આ જ ખરી અને હંમેશની તમારા માટેની લાગણી અમારી.
શુક્રવાર, 17 જૂન, 2011
S.M.C (School Management Committee) 2011-'12
સરકારશ્રી ના પરિપત્ર મુજબ શાળામાં એક સમિતિ બનાવવામાં આવે જેમાં શાળામાં ભણતા બાળકોના વાલીઓની અને શિક્ષકોની એક સમિતિ બનાવવાની હતી, જે માટે શાળાના આચાર્ય સાહેબશ્રી એ ગામલોકોની એક મીટીંગ બોલાવી. જેમાં ગામના સરપંચ સાહેબ શ્રી, પે સેન્ટરના આચાર્ય શ્રી, સી.આર.સી. શ્રી, ગામના આગેવાનો, વાલીઓ તથા માતાઓ ઉપસ્થિત રહ્યા.

સોમવાર, 13 જૂન, 2011
શાળાની ભૌતિક સુવિધા
- શાળાના તમામ વિદ્યાર્થીઓના બેંકમાં ખાતા ખોલવામાં આવેલ છે. તથા બધા બાળકોને સરકારશ્રી તરફથી શિષ્યવૃત્તિ ડાઇરેક્ટ તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
- શાળાના બધા બાળકોને યુનિફોર્મ લાવવા સહાય મળે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
- શાળાના બધા બાળકોને પુસ્તકો, સ્વ-અધ્યાયપોથીઓ સરકારશ્રી ધ્વારા આપવામાં આવે છે.
- શાળામાં ભણતા વિકલાંગ બાળકોને વિકલાંગ સહાય આપવામાં આવે છે. જે તેમના ખાતામાં જમા કરાવવામાં આવે છે.
- શાળામાં સરકારશ્રીના મધ્યાહન ભોજન અંતર્ગત બાળકોને દરરોજ પૌષ્ટિક આહાર યુક્ત ભોજન આપવામાં આવે છે.
- આ વિસ્તારના પાણીમાં ક્ષારનુ પ્રમાણ વધુ હોવાથી શાળામાં સરકારશ્રીની યોજના અંતર્ગત શાળાના બાળકોને RO SYSTEM આપવામાં આવી છે.
- બધા બાળકોને જમવા માટે શાળામાં થાળી, વાટકી અને ગ્લાસની સુવિધા સરકારશ્રી ધ્વારા કરવામાં આવેલ છે.
- ગામમાં ભૂતકાળમાં એક પુસ્તકાલય હતું જે બંધ થતા બધા પુસ્તકો શાળાને આપવામાં આવ્યા હતાં જે ધ્વારા શાળા પુસ્તકાલય બનાવેલ છે. તથા સમયાંતરે શાળામાં પુસ્તકો લાવવા માટે ગ્રાન્ટ આપવામાં આવે છે.
- ધારાસભ્ય બોરસદ શ્રી અમિતભાઈ ચાવડા સાહેબની ગ્રાન્ટમાંથી શાળાને એક કમ્પ્યુટર, પ્રિન્ટર અને સ્કેનર મળેલ છે.
- ગામના અગ્રણી શ્રી જશભાઈ તરફથી શાળાને એક સેકન્ડ કમ્પ્યુટર ભેટ મળેલ છે.
- ગામના પ્રથમ અગ્રણી નાગરિક એવા સરપંચ શ્રી સુરેશભાઈ તરફથી શાળાને ૨ કમ્પ્યુટર વોટર સેડ યોજના અંતર્ગત મળેલ છે.
- રાષ્ટ્રીય તહેવારોમાં નગરની દૂધ ઉ. ડેરી તરફથી મીઠાઈ વહેચવામાં આવે છે.
- ધો- ૫ થી ૮ ના બાળકોને બેસવા માટે બેન્ચિસ સરકારશ્રી તરફથી મળેલ છે.
- શાળાના ઓરડાની જર્જરિત સ્થિતિ થવાથી જુના ઓરડા પાડી તેના સ્થાને નવા અત્યાધુનિક ૬ ઓરડા બનાવવામાં આવેલ છે.
- શાળામાં જયારે કોઈ મદદની જરૂર હોય ત્યારે ગામના સેવાભાવી લોકો યથાશક્તિ મદદ કરે છે. શાળામાં જયારે પણ ચણતર ને લાગતું કામ હોય ત્યારે શ્રી મનુભાઈ પઢિયાર વગર મહેનતાનાએ કામ કરી આપે છે. ઇલેક્ટ્રિકને લાગતું કોઈ કામ હોય તો શ્રી સંજયભાઈ પરમાર મફતમાં કામ કરી આપે છે. શાળાને જયારે પણ ઠંડા પાણીની જરૂર હોય ત્યારે શાળાની બાજુમાં આવેલ રામદેવ ચિલ્ડ વોટર (શ્રી જશવંતભાઈ પરમાર) તરફથી પાણીના જગ આપવામાં આવે છે.
શનિવાર, 11 જૂન, 2011
એક ભયમુક્ત ભારતની કલ્પના
સરકાર આપણા ખિસ્સાના નાણામાંથી પોતાના માટે Z કક્ષાની સિક્યુરિટી રાખે છે. આતંકવાદીઓ પણ આવા નેતાઓને મારવાનું વિચારતી નથી કારણકે તે જાણે છે કે જો આપને તેઓને મારી નાખીશું તો જનતામાં આતંકવાદીઓનો ભય રહેશે નહિ.....
દરેક વખતે સામાન્ય માણસને જ સહન કરવું પડે છે. આપને કેમ આવા નેતાઓને ચુંટીએ છે જે આપણા માટે કશું કરતા નથી. તેઓ ફક્ત તેમના ખિસ્સા ભરવા માટે જ કામ કરે છે. કોઈ પોતાના હાથમાં બંદુક પકડવા માંગતું નથી.... પણ તેનો અર્થ એવો નથી કે તે આવું કરી શકતા નથી!! જયારે આપની અંદર સુતો સામાન્ય માણસ જાગી જશે ત્યારે ભારતમાં ફરીથી "નવનિર્માણ આંદોલન" સારું થઇ જશે. નિર્દય આતંકવાદીઓ એ જાણતા નથી કે તેમને મારી કાઢવા એ થોડી મીનીતોનું જ કામ છે. જો હવે કોઈ હુમલો થશે તો ભારતના બાળકોથી માંડી ઘરડાઓ પણ હાથમાં બંદુક ઉપાડતા વિચાર નહિ કરે. હવે એ દિવસો પણ દુર નથી કે જો નેતાઓ પોતાનો રવૈયો નહિ બદલે તો ભારતીયો પણ હાથમાં હથિયાર લેતા વિચાર પણ નહિ કરે....
લોહી રેડ્યા વિના શાંતિ મળતી નથી. શું કારગીલમાં આપણા લોકો શાંતિથી રહી શકે છે? મુશ્કેલીના સમયે શું આપને અફગાનિસ્તાનમાં આરામથી આપણું વિમાન ઉતારી શકીએ છીએ? તો શા માટે આપણા સંસદ પર હુમલો કરનારને આપની સરકાર કેમ છોડી દે છે? શું આપને ક્યારેય મળ્યા છીએ જેઓએ હુમલામાં પોતાનો કોઈ અંગ ઘુમાવ્યો હોય, હુમલામાં પોતાના પરિવારના સભ્યને ઘુમાવ્યું હોય? અને જો કોઈ મળ્યું હોય તો શું તેમનું દુઃખ દિલથી અનુભવ્યું છે? જો તમારો જવાબ હા હોય તો તમે આતંકવાદી હુમલો રોકવાનું જવાબદારી ભર્યું કામ કરી રહ્યા છો. શા માટે આપને બીજા દેશ પર આધાર રાખવો પડે છે, મદદ માગવી પડે છે? શા માટે આપને એવું કહીએ છીએ કે અમે સમાધાન કરવાનો પ્રયત્ન કરીએ છીએ પણ તે સહમત થતા નથી. ક્યાં સુધી આમ જ ચાલ્યા કરશે?
આપણને અભિમાન થાય એવી સિક્યુરિટી એજન્સીઓ આપની પાસે છે જેમકે પોલીસ, આર્મી અને બીજી ઘણી બધી... આપણા કમાન્ડો, ફોર્સ, પોલીસ અને સિક્યુરિટી એજન્સીઓની મદદ લઇ ભારતને બચાવવો જોઈએ. આપનામાં રહેલા વિશ્વાસને જગાવવાની જરૂર છે. ફક્ત નેતાઓને જ નહિ પણ ભારતના ૧૧૦ મિલિયન લોકોને Z કક્ષાની સિક્યુરિટી મળે તેમ કરવું જોઈએ. ત્યારે જ સાચા અર્થમાં આપણને આઝાદી મળી કહેવાય. ભારતના બધા નાગરિકો વતી નેતાઓને વિનંતી કરીએ કે ભારતને બચાવે. ચાલો એક ખુશનુમા ભારતને બનાવવા બનતા પ્રયત્નો કરીએ.
બુધવાર, 8 જૂન, 2011
બુધવાર, 27 એપ્રિલ, 2011
એક બાળકીની ડાયરી...
શુક્રવાર, 22 એપ્રિલ, 2011
શું આને બાળ મજુરી કહેવાય...?
જો આપને જાપાનની વાત કરતા હોઈએ ત્યારે ત્યાંનો કોઈ બાળક આ રીતે કોઈ ખેતરમાં કે દુકાનમાં પોતાના પિતાને કામમાં મદદ કરતો હોય તો આપને તે વિશે શું કહીશું? "બાદ મજુરી" કે "જોઈને ખુબ આનંદ થયો કે ત્યાં બાળક નાની ઉમરમાં જ કામ કરવાની શરૂઆત કરી દે છે, અને આજ કારણે તે દેશ આટલો આગળ છે." શું કહીશું આપને?
શું કોઈ છોકરી પોતાની માતાને ઘર કામમાં, ઘર સાફ કરવામાં કે પશુપાલનમાં મદદ કરે તો શું તે કોઈ ગુનો બને છે? શું કહીશું આપને તેને "બાળમજૂરી??"
આ આપણા સરકારની જવાબદારી છે કે તેવા બાળકોને કામ આપવું જોઈએ કે જેથી તે પૈસા કમાઈને તેમના પરિવારને મદદ કરી શકે, અને તેમના માટે કોઈ સ્પેશિયલ શાળા બનાવવી જોઈએ કે જેથી તે ગમે ત્યારે ગમે તે સમયે શાળામાં જઈ ભણી શકે..
આ વિશે આપણું શું કહેવું છે...? Please આ વિશે વિચારો અને તમારા અભિપ્રાય અમને જરૂર જરૂર થી મોકલાવજો કે આ વિશે આપને શું કરી શકીએ?
હળવા પ્રસંગો...
એકવાર સંત કબીર ગંગાકિનારે પોતાનો લોટો ધોઈ રહ્યા હતા. એવામાં કેટલાક બ્રાહ્મણો પાણી પીવા માટે ત્યાં પહોંચ્યા. એ લોકોને નદીમાં નમીને ખોબે ખોબે પાણી પીતા જોઈને કબીરે કહ્યું : ‘મહારાજ ! આ લોટો લો અને આરામથી જલ પીઓ.’
કબીરના એ શબ્દો તેમને અપમાનજનક લાગ્યા. એક બ્રાહ્મણે ગુસ્સે થઈને કહ્યું : ‘તને અક્કલ છે કે નહિ ? તારા અપવિત્ર લોટા વડે તું અમને અભડાવવા ઈચ્છે છે ?’
કબીરે તરત જ હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : ‘જો આ લોટો ગંગાના પવિત્ર જળનો સ્પર્શ પામ્યા છતાં પવિત્ર થઈ શકતો નથી, તો એમાં સ્નાન કરવાથી લોકોનાં પાપ કઈ રીતે ધોવાઈ જાય છે !’
આવી બીજી બોધ કથાઓ વાંચવા માંગતા હોય તો ....
બુધવાર, 20 એપ્રિલ, 2011
એક તરસ્યો કાગડો New Version
NEW VERSION
એક કાગડો હતો એને ખુબ તરસ લાગી હતી પાણી ની શોધ મા તે ઊડતો હતો રસ્તા મા કુજો જોયો કુજો અડધો જ ભરેલો હતો બાજુ મા પથ્થર નો ઢગલો હતો કાગડાને વિચાર આવ્યો કે આ પથ્થર કુજામા નાખીશ તો પાણી ઉપર આવશે પણ કાગડો અમદાવાદી હતો એ પથ્થર ના ઢગ પર બેસી ગયો અને બુમો પાડવા લાગ્યો કે જાદૂઈ પથ્થર ૫૦ રૂપિયે કીલો પથ્થર ખરીદો અને આ કુજા મા નાખો તમારૂ ભાગ્ય બદલાઈ જશે ત્યાથી પસાર થતા લોકોને એણે પથ્થર વેચ્યા કાગડા એ ૧૦૦૦ રૂપીયાનો ધંધો કરી લીધો અને પાણી ઉપર આવી ગયુ કાગડો ૧૦૦૦ રૂપીયા પણ ઘરે લઈ ગયો અને જતા જતા કુજામાથી પાણી પણ પીતો ગયો…..
બોધ : ધંધા ના ટાઈમે તરસ ભૂખ બધુ ભૂલી જવુ પડે તો જ ધંધો થાય.
ગુરુવાર, 14 એપ્રિલ, 2011
અમારું આ વખણાય....
[02] આણંદ : દાળવડા
[03] ડાકોર : ગોટા
[04] ઉત્તરસંડા : પાપડ, મઠિયા
[05] ખંભાત : હલવાસન, સુતરફેણી
[06] નડિયાદ : ચવાણું
[07] ખેડા : ઘઉંનો પોંક
વધુ જાણવું છે કે ગુજરાતીઓને ખાવાના શોખીન કેમ કહે છે તો....
સોમવાર, 11 એપ્રિલ, 2011
જબરદસ્ત જોક્સ
એક વર્ષ બાદના વાર્તાલાપ માટે કૃપા કરી નીચેથી ઉપર વાંચો..
શુક્રવાર, 8 એપ્રિલ, 2011
ડસ્ટરથી ડોક્ટર સુધી
સાહેબ – બચુના ગુજરાતી શિક્ષક
રામુભાઇ – શાળાનાં પટાવાળા
—–
અચાનક સાહેબ આવ્યાને ભંગ થયો બચુનો આરામ,
‘બચુ, લાવ તારી નોટ, બતાવ ગઈકાલનું ઘરકામ’,
એક જ નજર મારી સાહેબે એક અલબોટ* આપી.
હાથ ધરતા ધરતા, બચુની હાલત થઇ ઢચુપચુ;
સાહેબનાં ડસ્ટરનાં એવા ઘાથી બચુને યાદ આવી ગ્યા એનાં બા.
પણ ડસ્ટરથી બચેલી આંગળીઓ બેંચની તીક્ષ્ણ ખીલીમાં ચાલી.
સાહેબે રૂમાલથી બચુની આંગળી દાબીને, બુમ પાડી, “ઓ રામુભાઇ”.
પાછો અહી લાવવાની જરૂર નથી ઘેર પહોચાડી આવો”
રસ્તામાં બચુને પૂછ્યું, ‘સાહેબ તારા પર આટલા બધા કેમ બગડ્યા?’
હા, સાહેબે એક નોંધ કરી છે, પણ મને એકેય અક્ષર નથી વંચાતા’
રામુભાઇ વિચારે મનમાં, “લો , આવા ગુજરાતીના સાક્ષર!”
ડોક્ટરે દવા લગાવતા પૂછ્યું, “બેટા, ક્યાં આંગળી અથાડી?”
નોંધનું Suspense સમજવા ડોક્ટરે નોટ માગી લીધી.
ડોક્ટરે નોટ હાથમાં લઇ એક જ નજર નાખી ને કહ્યું,” નોંધમાં લખ્યું છે, “અક્ષર સુધારો”"
*અલબોટ – માર ખાતા પહેલા મળેલી ધમકી વખતે સાંભળેલો શબ્દ
**પ્રતિક્ષિપ્ત ક્રિયા – ચેતાપરાવર્તી ક્રિયા; ‘રિફ્લેક્સ-ઍક્શન’
(કેવો જમાનો આવી ગયો છે, ગુજરાતીને સમજાવવા અંગ્રેજીમાં લખવું પડે છે.
“ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે” – મહાત્મા ગાંધી
“તો પછી ડોક્ટર લોકો…”



















