અમારી શાળાના લગભગ ૧૦૦ જેટલા બાળકોએ ૧૬ વર્ષથી નીચેની વયજૂથ વિભાગની વિવિધ રમતોમાં ભાગ લીધો હતો. કહાનવાડી જીલ્લા પંચાયત સીટ સ્પર્ધા ભેટાસી પ્રા. શાળામાં રાખવામાં આવેલ હતો.
29/11/2011
આજે કબ્બડીની રમત હતી. જેમાં ધોરણ ૭ ના બાળકોએ ભાગ લીધો હતો. જેમાં બાળકોના શ્રેષ્ઠ પ્રદર્શનના લીધે બાળકો રનર્સ અપ બન્યા હતાં. રમતમાં ભેટાસી વાંટા પ્રા.શાળાના બાળકોની સાથે ફાઈનલમાં હારી થોડા પોઈન્ટસ માટે હાર્યા હતાં. ફાઈનલ સુધી પહોચવા બદલ દરેકે ખુબ ખુબ અભિનંદન મળ્યા હતાં.
30/11/2011
આજે ખો-ખોની રમત સ્પર્ધા હતી. જેમાં બાળકોએ ખુબ ખુબ ઉત્સાહ પૂર્વક રમત રમી ફાઈનલ જીત્યા હતાં. આજે બાળકોમાં ખુબ ખુબ ઉત્સાહ દેખાતો હતો. દરેકે ખુબ ખુબ અભિનદન અને વધુ આગળ વધે તેવા શુભાશિષ આપ્યા હતાં.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks