પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com
ઇતિહાસ
આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે “આમરોલ” ગામ.
આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.
મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...
“શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન” વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.
શુક્રવાર, 14 ઑક્ટોબર, 2011
સોમવાર, 5 સપ્ટેમ્બર, 2011
Teacher's Day - 5th September
गुरु भ्रम्हा गुरु विष्णु गुरु देवो महेश्वर: |
गुरु साक्षात परा भ्रम्हा तस्मेय श्री गुरु देव नम: ||
ત્રીજી સપ્ટેમ્બરના રોજ પ્રાર્થનામાં આચાર્ય શ્રીએ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવાની વાત કરી. શ્રીમતી મૃગાબેને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે આખા ભારત દેશમાં ઉજવાતા શિક્ષક દિનની મહત્તા સમજાવી. બાળકોને જરૂરી સૂચનાઓ શ્રી નીલેશભાઈએ આપી અને નામ લખાવવા કહ્યું. બધાની નવાઈ વચ્ચે ૧૫ મિનીટ્સમાંજ બધા બાળકો તૈયાર થઇ ગયા.
નીચે મુજબ આયોજનો બનાવી બાળકોને આપી દેવામાં આવ્યા. ચાલો જોઈએ એક નમુનો...


બસ આયોજન મળ્યા પછી તો જાણે એમને પાંખો મળી ગઈ અને સોનેરી સોમવાર ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યા અને ખુબ તૈયારી કરવા લાગ્યા.
5th september
ઇંતેજારીનો અંત આવ્યો અને સોમવારનો સુરજ ઉગી ગયો. બાળકો સરસ તૈયાર થઇ શાળામાં આવી ગયા. જુઓ એક ઝલક
![]() |
| "એક દિવસના શિક્ષકો" |
સવારની સફાઈ-પ્રાર્થનાથી માંડી બપોરની રીસેસ સુધી બાળકોએ ખુબ સરસ રીતે આયોજનબદ્ધ રીતે શિક્ષણ કાર્ય અને સુઆયોજન બદ્ધ વહીવટ કર્યો. મધ્યાહનના સમય દરમ્યાન બાળકોએ હળવો નાસ્તો કર્યો. આજે તેવ્ ખુબ ખુબ ખુશ લાગતા હતાં. જુઓ તેમના મો પર છલકાતી ખુશી...
સાંજે ૪:૩૦ કલાક બાદ શાળાના પટાંગણમાં એક સભા રૂપે બધા ભેગા થયા. બધા બાળ શિક્ષકોએ પોતાના અભિપ્રાયો આપ્યા દરેક બાળકના મો પર એક જ વાત હતી "હવે ક્યારે આવશે બીજો શિક્ષક દિન...." અંતમાં મીનામંચ અંતર્ગત શ્રીમતી રીનાબેન તરફથી દરેક બાળકને એક એક ભેટ સ્વરૂપ ઇનામ આપવામાં આવ્યું.
આજે કશુક કર્યાનો આનંદ માણતા બધા છુટા પડ્યા.
સોમવાર, 29 ઑગસ્ટ, 2011
શ્રાવણના અંતિમ સોમવારે તિથીભોજન
શાળાના બધા બાળકોએ તથા શિક્ષકગણે ભોજનનો આસ્વાદ માન્યો જેની કેટલીક બોલતી તસ્વીરો.


નીચેની પ્રથમ તસ્વીરમાં કુ. મીનાક્ષી બાળકોને જમાડતા નજરે પાડે છે અને બાજુની તસ્વીરમાં શાળાની શિક્ષિકા બહેન શ્રીમતી હરેશ્વરીબેન મીનાક્ષીની માતાજીની સાલ ઓઢાડી અભિવાદન કરતા નજરે પડે છે. શાળાને જરૂરી વસ્તુ લાવવા માટે ભેટ રૂપે શ્રી રામસિંહભાઈ તરફથી ૫૦૦ રૂ. ભેટ પણ આપવામાં આવી છે.તેમનો પરિવાર ખુબ ખુબ પ્રગતિ કરે તેવા શાળા પરિવાર તરફથી પ્રભુ પ્રાર્થના.
ગુરુવાર, 18 ઑગસ્ટ, 2011
My letter to members of school family- Narendra Modi
આભાર

સોમવાર, 15 ઑગસ્ટ, 2011
સ્વાતંત્ર દિન નિમિત્તે મારો એક પ્રશ્નાર્થ???
વિચારો અને કહો.
મૂલ્યાંકન તમારે જ કરવાનું છે અને પોતાની જાતને નહિ જ છેતરો એનો અમને વિશ્વાસ છે.
- શું આપણે સાચા દેશભક્ત છીએ? તો કહો તમે ભારત માતાની પ્રતિમાના દર્શન ક્યારે અને ક્યાં કર્યા હતાં?
- તમને નથી લાગતું કે દરેક ધર્મના લોકોમાં રાષ્ટ્ર પ્રત્યેની ભક્તિ જગાવે અને તે માટેની પોતાની ફરજોથી સભાન થાય તે માટે તે દરેક ધર્મના ધાર્મિક સ્થાનોએ "ભારતમાતા" ની પ્રતિમાનું પણ એક સ્થાન આગવું ફરજીયાત હોવું જોઈએ ?
- શું તમારા ઘરમાં કે પૂજા ખંડમાં "ભારતમાતા" ની ફોટો છે?
- તમારા મનમાં છેલ્લે ક્યારે દેશ માટે "કશું" કરવાની ભાવના જન્મી હતી? અને તે વિશે તમે શું કર્યું?
- દેશ માટે તમે શાની કુરબાની આપી શકો છો?
- તમારા કર્મક્ષેત્ર ધ્વારા તમે દેશની મદદ કઈ રીતે કરી શકો છો?
- દેશ માટે તમે આજે કોઈ પ્રતિજ્ઞા લો તો તમે શું પ્રતિજ્ઞા લો?
શુક્રવાર, 5 ઑગસ્ટ, 2011
બાળ વૈજ્ઞાનિકોને મળેલ Inspire એવોર્ડ
- ક્રિષ્નાબેન રંગીતસિંહ પરમાર ધો-૬
- નીરૂબેન મનુભાઈ વાઘેલા ધો-૭
શું આપ એક જાગૃત વાલી છો?
શું ખરેખર આપણે એક જાગૃત વાલી છીએ? ચાલો જાણીએ એક કસોટી ધ્વારા.
સૂચનાઓ:-
- સમયમર્યાદા: ૨૦ મિનિટ, મહત્તમ સ્કોર: ૧૦૦
- બધા જ પ્રશ્નો ફરજિયાત છે.
- દરેક પ્રશ્નનો જવાબ તટસ્થતાથી આપવો.
(એ) ના (બી) એક વિગત (સી) બે વિગતો (ડી) ત્રણેય વિગતો
૨. વર્ષ દરમિયાન લીધેલી શાળાની મુલાકાત
(એ) એકવાર પણ નહીં (બી) એકાદ વાર (સી) વાલી મીટીંગ/પરિણામ વખતે/ફરિયાદ પૂરતી (ડી) ઘણીવાર
૩. સંતાનની શાળાનો/ વર્ગ શિક્ષકનો ટેલિફોન નંબર આપની પાસે છે?
(એ) નથી (બી) કદાચ છે (સી) ડાયરીમાં છે (ડી) મોબાઇલમાં સેવ છે
૪. સંતાનના મિત્રવર્તુળની માહિતી/અંગત મિત્રોનાં માતા-પિતાની માહિતી
(એ) નથી (બી) થોડીક (સી) જરૂરિયાત પૂરતી (ડી) સંપૂર્ણ
૫. તેની છેલ્લી પરીક્ષાનું વિષયવાર પરિણામ/પસંદગી તેમજ નબળા વિષયોની જાણકારી...
(એ) ના (બી) થોડીક (સી) લગભગ (ડી) સંપૂર્ણ
૬. તેના મૂડ પરથી તેની તૈયારી/પરીક્ષાનું પરિણામ જાણી શકો?
(એ) ના (બી) કદાચ (સી) લગભગ (ડી) હા
૭. અજાણ્યા મિત્રોના ફોન સાંભળો છો? તેની ગેરહાજરીમાં તેની વસ્તુઓ ચકાસો છો?
(એ)ના (બી) ક્યારેક (સી) ઘણીવાર (ડી) હા
૮.સવારે વહેલા/ રાત્રે મોડેથી વાંચે ત્યારે તમારી હાજરી
(એ) શૂન્ય (બી) નહિવત્ (સી) ક્યારેક (ડી) સંપૂર્ણપણે
૯. તેનું ભાવિ સપનું/ તેનો ‘આદર્શ-રોલ મોડલ’ જાણો છો?
(એ) ના (બી) કદાચ (સી) લગભગ (ડી) હા
૧૦. તેના પ્રત્યે આપની ભૂમિકા
(એ) વાલીની (બી) માર્ગદર્શકની (સી) મિત્રની (ડી) જરૂરિયાત મુજબની
***
પ્રત્યેક (એ) જવાબના: (-૧) ગુણ
પ્રત્યેક (બી) જવાબના: ૦૨ ગુણ
પ્રત્યેક (સી) જવાબના: ૦૬ ગુણ
પ્રત્યેક (ડી) જવાબના: ૧૦ ગુણ
હવે તમામ પ્રશ્નોના જવાબોનાં ગુણોનો સરવાળો કરો અને જો તમારો સ્કોર...
૩૦થી ઓછો: માફ કરશો, આપ ‘બેદરકાર વાલી’ છો.
૩૦થી ૫૦ની વચ્ચે: ‘જાગૃત વાલી’ બનવા મહેનતની જરૂર.
૫૦થી ૭૦ની વચ્ચે: ‘જાગૃત વાલી’ની નજીક
૭૦થી વધુ: અભિનંદન, આપ ‘જાગૃત વાલી’ છો
હળવી મજાક
- ‘બેબી બારમામાં આવી કે અમારું ‘બારમું’ થઇ ગયું!
- આ તો તેની પરીક્ષા છે, કે અમારા જેવા ‘વાલી’ની?
મંગળવાર, 2 ઑગસ્ટ, 2011
શ્રાવણના પ્રથમ સોમવારે શાળાને મળેલ ભેટ
શ્રવણ માસના પ્રથમ સોમવારે શાળાના દરેક બાળકોને એક ફરાળી ચેવડો અને પારલે બિસ્કીટ વહેચવામાં આવેલ છે. વડોદરા શહેરના વતની શ્રી ખોડાભાઈ અંબાલાલ પટેલ (ગોરવા મો- ૯૮૯૮૮૫૧૦૭૪) તરફથી આ પ્રસાદી વહેચવામાં આવી હતી. તેમની સાથેની મુલાકાત બાદ તેમને શાળાને જયારે કોઈ આર્થિક મદદની જરૂર હોય ત્યારે જરૂરી મદદ કરવાની પણ તૈયારી બતાવી છે.શાળા પરિવાર તરફથી તેઓશ્રીને ખુબ ખુબ અભિનંદન. જીવનમાં ખુબ ખુબ પ્રગતિના પંથે આગળ વધે તેવી પ્રભુ પ્રાર્થના.
સોમવાર, 1 ઑગસ્ટ, 2011
ગામ મુલાકાત
શાળાથી ગામ ૨ કિમી દૂર આવેલું છે અને હવે શ્રાવણ માસની શરૂઆત થવાની છે. શાળાના બાળકોએ અમારી શાળાના પ્રવાસમંત્રી ધ્વારા અમારી સામે દેવ દર્શને જવાની દરખાસ્ત મૂકી. અમારા આચાર્ય સાહેબે પ્રાર્થના સભામાં શ્રી ભોલેનાથના દર્શન કરવા અને ફાર્મની તથા ગામની મુલાકાત લેવા સોમવારે જવાની અનુમતિ આપી.
ધો-૩ થી ૭ ના બાળકોને લઇ જવાની જાહેરાત થઇ બાળકો ખુબ ખુશ થઇ ગયા.
૧/૮/૨૦૧૧
શ્રાવણ માસનો પ્રથમ સોમવાર.

સવારના ૯ કલાકે ધો-૩ થી ૭ બાળકો તથા તેમના વર્ગશિક્ષકો ગામમાં જવા માટે નીકળી પડ્યા.

સૌ પ્રથમ બધા શિક્ષકો અને બાળકોએ ભગવાન ભોલેનાથના દર્શન કર્યા.
થોડો સમય આરામ કર્યા બાદ ભજનની રમઝટ બોલાવી. પ્રસાદી લઇ મે લોકો ગામમાં ફરતા ફરતા રામબાઈમાતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા.

અહીં મંદિરની એક વાત ખુબ સરસ છે જલ્દીપભાઈએ બાળકોને તે વિશે વિસ્તૃત સમાજ પૂરી પાડી. આ મંદિર ગામની શ્રદ્ધા અને આસ્થાનુ પ્રતિક સમાન છે. ગામના દરેક વ્યક્તિ મુસ્કેલીના સમયે અહીં આવી "બકરો વધેરવાની બાધા" રાખતા.
અને તેમની મનોકામના પૂર્ણ થતા તે વિધિ સહીત અહીં આવી એક નિર્દોષ પ્રાણીની બલી ચઢાવતા હતાં. સમયાંતરે શાળાના કાર્યક્રમોમાં નાટકો ધ્વારા તે ખોટું છે તે બતાવવામાં આવ્યું. ગામના લોકોએ ભેગા મળી આ પ્રથા દૂર કરી અને તે બાધા ના ખર્ચા જેટલી રકમ મંદિર માં ભેટ મૂકી દેવાનું શરુ કરવામાં આવ્યું.

ગામથી થોડા અંતરે માં મહીસાગરના કિનારે શ્રી અનિલભાઈ કાનેનું ફાર્મ હાઉસ આવેલ છે. બહુ જ સુંદર અને રમણીય ફાર્મમાં બધા બાળકોને લઇ અમે ગયા. જ્યાં સુંદર બાંધકામ વાળું મકાન તથા બાગ અને નૌકાવિહારની સુંદર સુવિધા છે.


શાળાના બાધા બાળકોને વારાફરતી નૌકા વિહાર કરાવવામાં આવી. બાળકોને ખુબ મઝા આવી.





નૌકાવિહાર પૂર્ણ કરી થોડો સમય બધાએ ફોટા પડાવી પોતાના યાદગાર દિવસને વધુ યાદગાર બનાવ્યો.



![]() |
| એક બીજાના હાથ પકડી પરત ફરતા બાળકો. |
શનિવાર, 23 જુલાઈ, 2011
સત્યનારાયણ કથા 'નવા બેઠક સ્થાનનાં પ્રથમ દિન નિમિત્તે'

શાળાના રીનોવેશન માટે જુના જર્જરિત ઓરડા પાડીને તેની જગ્યાએ ખુબ જ અદ્યતન ઓરડા બનાવવાની કામગીરીના ભાગ રૂપે શાળાના થોડા ઓરડા પાડી દેવામાં આવ્યા. જેના માટે હવે બાળકોને બેસાડવા માટે શાળાની બાજુમાં આવેલ શ્રી રાયસંગકાકાના ઘરની બહાર બેઠક વ્યવસ્થા કરવામાં આવી. જેના પ્રથમ દિને શાળાના આચાર્ય તરફથી ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા નું સુંદર આયોજન કરવામાં આવ્યું.બધા બાળકો અને શાળાના શિક્ષકગણ સાથે ગામમાંથી પધારેલ સૌએ કથાનું શ્રવણ કર્યું અને અંતમાં આરતી પ્રસાદ લઇ સૌ ફરી શિક્ષણ યજ્ઞમાં જોડાઈ ગયા.
"જય શ્રી સત્યનારાયણ ભગવાન"
શુક્રવાર, 22 જુલાઈ, 2011
અમારી નવી શાળા

શાળાના જર્જરિત ઓરડા પાડી નાખવાની તૈયારી રૂપે શાળામાં જાહેર હરાજી કરવામાં આવી. હરાજી બાદ ઓરડા પાડવાની કામગીરી શરુ થઇ ગઈ. જુવો હવે અમારી શાળાની સ્થિતિ.....
શાળાના બધા ઓરડા પાડી જે ઘન કચરો નીકળે તે દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી.
શાળા સમય બાદ અમારી શાળાના શિક્ષકો- ચંદુભાઈ, કાન્તીભાઈ અને જલદીપભાઈ હળવાશની પળોમાં મદદ કરતા નજરે પડે છે.
હવે આમારી સામે એક મોટો પ્રશ્ન હતો બાળકોને બેસાડવા ક્યાં?
શાળાના આચાર્ય શ્રી રામસિંહ રૂપસિંહ સાહેબ ગામના સ્થાનિક હોવાથી ગામલોકોનો સંપર્ક કરી અમારી બેસવાની વ્યવસ્થા કરી.

શાળાથી ૨૦૦ મીટરના અંતરે સ્વ. શંકરભાઈ રણછોડભાઈ પરમારના અત્યાધુનિક બાંધકામ વાળા મકાનો તૈયાર હતાં. અને શંકરભાઈના પુત્રોએ શાળાના બાળકોને બેસવાની મંજૂરી લેખિત સ્વરૂપે અમને આપી અને બનતી મદદ કરવાની તૈયારી બતાવી.

ધો ૫ થી ૭ ના બાળકોને ત્યાં બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું.
આ જુઓ નવા સ્થાને ભણવા જતા અમારા ધો-૫ થી ૭ ના બાળકો.
અહીં જુઓ અમારા નવા ત્રણ વર્ગો....
![]() | |
| ધો-૫ |
|
| |||
| ધો-૬ |

અમારી શાળાની બાજુમાં શ્રી રાયસંગભાઈ રણછોડભાઈ પરમારનું ઘર આવેલું છે. જેમને પણ અમને બાળકો બેસાડવાની મંજૂરી આપી. તેથી અમે ત્યાં ધો-૧ અને ૨ બેસાડવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે નવા સ્થાનનું ઉદઘાટન કરતા શ્રી રાયસંગકાકા.

રાયસંગ કાકાને ત્યાં શ્રીફળ અને પ્રસાદ વહેંચી અમે સૌએ પ્રાર્થના કરી ત્યારબાદ અમારો શિક્ષણ યજ્ઞ આગળ વધારવા સૌ શિક્ષણ કાર્યમાં જોડાઈ ગયા.
શાળાને મદદ કરવા બદલ બંને પરિવારને શાળા તરફથી ખુબ ખુબ અભિનંદન..













