શાળાથી ગામ ૨ કિમી દૂર આવેલું છે અને હવે શ્રાવણ માસની શરૂઆત થવાની છે. શાળાના બાળકોએ અમારી શાળાના પ્રવાસમંત્રી ધ્વારા અમારી સામે દેવ દર્શને જવાની દરખાસ્ત મૂકી. અમારા આચાર્ય સાહેબે પ્રાર્થના સભામાં શ્રી ભોલેનાથના દર્શન કરવા અને ફાર્મની તથા ગામની મુલાકાત લેવા સોમવારે જવાની અનુમતિ આપી.
ધો-૩ થી ૭ ના બાળકોને લઇ જવાની જાહેરાત થઇ બાળકો ખુબ ખુશ થઇ ગયા.
૧/૮/૨૦૧૧
શ્રાવણ માસનો પ્રથમ સોમવાર.
સવારના ૯ કલાકે ધો-૩ થી ૭ બાળકો તથા તેમના વર્ગશિક્ષકો ગામમાં જવા માટે નીકળી પડ્યા.
સૌ પ્રથમ બધા શિક્ષકો અને બાળકોએ ભગવાન ભોલેનાથના દર્શન કર્યા.
થોડો સમય આરામ કર્યા બાદ ભજનની રમઝટ બોલાવી. પ્રસાદી લઇ મે લોકો ગામમાં ફરતા ફરતા રામબાઈમાતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા.
અહીં મંદિરની એક વાત ખુબ સરસ છે જલ્દીપભાઈએ બાળકોને તે વિશે વિસ્તૃત સમાજ પૂરી પાડી. આ મંદિર ગામની શ્રદ્ધા અને આસ્થાનુ પ્રતિક સમાન છે. ગામના દરેક વ્યક્તિ મુસ્કેલીના સમયે અહીં આવી "બકરો વધેરવાની બાધા" રાખતા.
અને તેમની મનોકામના પૂર્ણ થતા તે વિધિ સહીત અહીં આવી એક નિર્દોષ પ્રાણીની બલી ચઢાવતા હતાં. સમયાંતરે શાળાના કાર્યક્રમોમાં નાટકો ધ્વારા તે ખોટું છે તે બતાવવામાં આવ્યું. ગામના લોકોએ ભેગા મળી આ પ્રથા દૂર કરી અને તે બાધા ના ખર્ચા જેટલી રકમ મંદિર માં ભેટ મૂકી દેવાનું શરુ કરવામાં આવ્યું.
ગામથી થોડા અંતરે માં મહીસાગરના કિનારે શ્રી અનિલભાઈ કાનેનું ફાર્મ હાઉસ આવેલ છે. બહુ જ સુંદર અને રમણીય ફાર્મમાં બધા બાળકોને લઇ અમે ગયા. જ્યાં સુંદર બાંધકામ વાળું મકાન તથા બાગ અને નૌકાવિહારની સુંદર સુવિધા છે.
શાળાના બાધા બાળકોને વારાફરતી નૌકા વિહાર કરાવવામાં આવી. બાળકોને ખુબ મઝા આવી.
નૌકાવિહાર પૂર્ણ કરી થોડો સમય બધાએ ફોટા પડાવી પોતાના યાદગાર દિવસને વધુ યાદગાર બનાવ્યો.
એક બીજાના હાથ પકડી પરત ફરતા બાળકો. |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks