“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 1 ઑગસ્ટ, 2011

ગામ મુલાકાત

 ૩૦/૭/૨૦૧૧
                    શાળાથી ગામ ૨  કિમી દૂર આવેલું છે અને હવે શ્રાવણ માસની શરૂઆત થવાની છે. શાળાના બાળકોએ અમારી શાળાના પ્રવાસમંત્રી ધ્વારા અમારી સામે દેવ  દર્શને જવાની દરખાસ્ત મૂકી. અમારા આચાર્ય સાહેબે પ્રાર્થના સભામાં શ્રી ભોલેનાથના દર્શન કરવા અને ફાર્મની તથા ગામની મુલાકાત લેવા સોમવારે જવાની અનુમતિ આપી.
                    ધો-૩ થી ૭ ના બાળકોને લઇ જવાની જાહેરાત થઇ બાળકો ખુબ ખુશ થઇ ગયા.
૧/૮/૨૦૧૧
                  શ્રાવણ માસનો પ્રથમ સોમવાર.

                           સવારના ૯ કલાકે ધો-૩ થી ૭ બાળકો તથા તેમના વર્ગશિક્ષકો ગામમાં જવા માટે નીકળી પડ્યા.







             સૌ પ્રથમ બધા શિક્ષકો અને બાળકોએ ભગવાન ભોલેનાથના દર્શન કર્યા.
                થોડો સમય આરામ કર્યા બાદ ભજનની રમઝટ બોલાવી. પ્રસાદી લઇ મે લોકો ગામમાં ફરતા ફરતા રામબાઈમાતાના મંદિરે દર્શન કરવા નીકળ્યા.









 અહીં મંદિરની એક વાત ખુબ સરસ છે જલ્દીપભાઈએ બાળકોને તે વિશે વિસ્તૃત સમાજ પૂરી પાડી. આ મંદિર ગામની શ્રદ્ધા અને આસ્થાનુ પ્રતિક સમાન છે. ગામના દરેક વ્યક્તિ મુસ્કેલીના સમયે અહીં આવી "બકરો વધેરવાની બાધા" રાખતા.
                અને તેમની મનોકામના પૂર્ણ થતા તે વિધિ સહીત અહીં આવી એક નિર્દોષ પ્રાણીની બલી ચઢાવતા હતાં. સમયાંતરે શાળાના કાર્યક્રમોમાં નાટકો ધ્વારા તે ખોટું છે તે બતાવવામાં આવ્યું. ગામના લોકોએ ભેગા મળી આ પ્રથા દૂર કરી અને તે બાધા ના ખર્ચા જેટલી રકમ મંદિર માં ભેટ મૂકી દેવાનું શરુ કરવામાં આવ્યું.





                   ગામથી થોડા અંતરે માં મહીસાગરના કિનારે શ્રી અનિલભાઈ કાનેનું ફાર્મ હાઉસ આવેલ છે. બહુ જ સુંદર અને રમણીય ફાર્મમાં બધા બાળકોને લઇ અમે ગયા. જ્યાં સુંદર બાંધકામ વાળું મકાન તથા બાગ અને નૌકાવિહારની સુંદર સુવિધા છે.






      શાળાના બાધા બાળકોને વારાફરતી નૌકા વિહાર કરાવવામાં આવી. બાળકોને ખુબ મઝા આવી.








બધા બાળકો નૌકાની સુંદર સફર પૂર્ણ કરી ખુશખુશાલ દેખાતા હતાં.



  નૌકાવિહાર પૂર્ણ કરી થોડો સમય બધાએ ફોટા પડાવી પોતાના યાદગાર દિવસને વધુ યાદગાર બનાવ્યો.







મસ્તી તોફાન અને રમતો માં મસ્ત બાળકો

સાહેબ બહુ ભુખ લાગી છે એમ કહે તે પહેલા જ બધા બાળકોને નાસ્તો આપવામાં આવ્યો.
બધાએ નાસ્તાનો આનંદ માન્યો.
એક બીજાના હાથ પકડી પરત ફરતા બાળકો.

શનિવાર, 23 જુલાઈ, 2011

સત્યનારાયણ કથા 'નવા બેઠક સ્થાનનાં પ્રથમ દિન નિમિત્તે'



                  શાળાના રીનોવેશન માટે જુના જર્જરિત ઓરડા પાડીને તેની જગ્યાએ ખુબ જ અદ્યતન ઓરડા બનાવવાની કામગીરીના ભાગ રૂપે શાળાના થોડા ઓરડા પાડી દેવામાં આવ્યા. જેના માટે હવે બાળકોને બેસાડવા માટે શાળાની બાજુમાં આવેલ શ્રી રાયસંગકાકાના ઘરની બહાર બેઠક વ્યવસ્થા કરવામાં આવી. જેના પ્રથમ દિને શાળાના આચાર્ય તરફથી ત્યાં સત્યનારાયણ ભગવાનની કથા નું સુંદર આયોજન કરવામાં આવ્યું.



     બધા બાળકો અને શાળાના શિક્ષકગણ સાથે ગામમાંથી પધારેલ સૌએ કથાનું શ્રવણ કર્યું અને અંતમાં આરતી પ્રસાદ લઇ સૌ ફરી શિક્ષણ યજ્ઞમાં જોડાઈ ગયા.



               "જય શ્રી સત્યનારાયણ ભગવાન"

શુક્રવાર, 22 જુલાઈ, 2011

અમારી નવી શાળા


     




                      શાળાના જર્જરિત ઓરડા પાડી નાખવાની તૈયારી રૂપે શાળામાં જાહેર હરાજી કરવામાં આવી. હરાજી બાદ ઓરડા પાડવાની કામગીરી શરુ થઇ ગઈ. જુવો હવે અમારી શાળાની સ્થિતિ.....



શાળાના બધા ઓરડા પાડી જે ઘન કચરો નીકળે તે દૂર કરવાની કામગીરી શરુ કરવામાં આવી.



                   શાળા સમય બાદ અમારી શાળાના શિક્ષકો- ચંદુભાઈ, કાન્તીભાઈ અને જલદીપભાઈ હળવાશની પળોમાં મદદ કરતા નજરે પડે છે.









                                   હવે આમારી સામે એક મોટો પ્રશ્ન  હતો બાળકોને બેસાડવા ક્યાં?
       
               શાળાના આચાર્ય શ્રી રામસિંહ રૂપસિંહ સાહેબ ગામના સ્થાનિક હોવાથી ગામલોકોનો સંપર્ક કરી અમારી બેસવાની વ્યવસ્થા કરી.



             શાળાથી ૨૦૦ મીટરના અંતરે સ્વ. શંકરભાઈ રણછોડભાઈ પરમારના અત્યાધુનિક બાંધકામ વાળા મકાનો તૈયાર હતાં. અને શંકરભાઈના પુત્રોએ શાળાના બાળકોને બેસવાની મંજૂરી લેખિત સ્વરૂપે અમને આપી અને બનતી મદદ કરવાની તૈયારી બતાવી.








ધો  ૫ થી ૭ ના બાળકોને ત્યાં બેસાડવાનું નક્કી કરવામાં આવ્યું.
         આ જુઓ નવા સ્થાને ભણવા જતા અમારા ધો-૫ થી ૭ ના બાળકો.
       અહીં જુઓ અમારા નવા ત્રણ વર્ગો....




ધો-૫

 
ધો-૭
ધો-૬


                  અમારી શાળાની બાજુમાં શ્રી રાયસંગભાઈ રણછોડભાઈ પરમારનું ઘર આવેલું છે. જેમને પણ અમને બાળકો બેસાડવાની મંજૂરી આપી. તેથી અમે ત્યાં ધો-૧ અને ૨ બેસાડવાનું નક્કી કર્યું. જેના ભાગરૂપે નવા સ્થાનનું ઉદઘાટન કરતા શ્રી રાયસંગકાકા.









          રાયસંગ કાકાને ત્યાં શ્રીફળ અને પ્રસાદ વહેંચી અમે સૌએ પ્રાર્થના કરી ત્યારબાદ અમારો શિક્ષણ યજ્ઞ આગળ વધારવા સૌ શિક્ષણ કાર્યમાં જોડાઈ ગયા.












શાળાને મદદ કરવા બદલ બંને પરિવારને શાળા તરફથી ખુબ ખુબ અભિનંદન..

સોમવાર, 18 જુલાઈ, 2011

ગૌરી વ્રત નિમિત્તે શાળા તિથીભોજન...

                ગામના નાગરિક અને ભગતના હુલામણા નામથી જાણીતા શ્રી રણછોડ ભગત તથા પરિવારજનોએ ગૌરી વ્રત નિમિત્તે શાળાના બધા બાળકોનું જમવા આમંત્રણ આપ્યું.
               આજ રોજ તેમના આમંત્રણને માન આપી અમે સૌ શિક્ષકગણ તથા બાળકો સમય થતા તેમના ઘરે પહોચી ગયા. ચાલો માણીએ કેટલીક બોલતી તસ્વીરો.
રણછોડ ભગતના ઘરે પહોચી સ્થાન ગ્રહણ કર્યું.
ભગવાનના ભજન ધૂનમાં લીન શાળાના બાળકો.
અભિનય ગીત ગાતી ધો-૩ની બાળાઓ
પ્રસાદ લેતા બાળકો.
પ્રસાદ આરોગતા બાળકો.
સમાજના રીત રીવાજ મુજબ બધા બાળકોને ૧૦-૧૦ રૂ. આપતા પરિવારજનો.
રણછોડભગત તથા પરિવાર જનોનો આભાર માણતા આચાર્ય શ્રી.

                    રણછોડ ભગતના ઘરે તેમના પરિવારના ત્રણ બાળકોની આજે "બાબરી"ની વિધિ પણ હતી. તેથી શાળાના શિક્ષકો વતી ભેટસ્વરૂપે આવનાર સૈક્ષણિક પ્રવાસમાં તેમના પરિવારના બધા બાળકોને શિક્ષકોના ખર્ચે લઇ જવાનું તથા પ્રવાસમાં વાપરવા ૫૦-૫૦ રૂ. પણ આપવાનું નક્કી કરવામાં આવ્યું.
                   અંતમાં શાળાના આચાર્ય સાહેબે તેમના પરિવાર જનોનો ખુબ ખુબ આભાર માન્યો. સૌ જમ્યાનો આનંદ માણતા શાળા આવવા રવાના થયા. બધા બાળકો આજે ખુબ ખુશ હતાં.

શુક્રવાર, 15 જુલાઈ, 2011

ગુરુ પૂર્ણિમા


गुरु ब्रह्मा गुरु विष्णु,
गुरु देवो महेश्वरः,
गुरु साक्षात परम ब्रह्म,
तश्मै श्री गुरु वे नमः
                   આજે શાળામાં બધા બાળકો ખુબ ખુશ દેખાતા હતાં. જયારે પ્રાર્થના સંમેલન પૂર્ણ કરવાની તૈયારીમાં હતાં ત્યારે જ અમારી શાળાના મહામંત્રીઓ અને પ્રાર્થનામંત્રીએ ગુરુ પૂર્ણિમા નિમિત્તે રાખેલ "ગુરુ વંદના" કાર્યક્રમ ની જાહેરાત કરી.
બધા ગુરુજનોને બેસાડી બધા બાળકોના પ્રતિનિધિ તરીકે ચાર બાળકો બધા ગુરુજનોની આરતી ઉતાશે તેવું તેમનું આયોજન હતું.
                    અમારા આચાર્ય શ્રી એ બધા બાળકોનો આભાર માન્યો અને ગુરુના ગુરુ એવા સરસ્વતીમાંતાની આરતી ઉતારવા કહ્યું.
                    બધા બાળકો વતી ચાર બાળકોએ માં સરસ્વતિની આરતી ઉતારી. ત્યાર બાદ બધા બાળકોએ વારાફરતી દરેક ગુરુ જનના આશીર્વાદ લીધા. દરેક શિક્ષક ભાઈઓ બહેનો એ પણ બધા બાળકોની પ્રગતિના શુબ આશિષ આપ્યા. આજે બધા બાળકો ખુબ ખુશ હતાં.

સોમવાર, 27 જૂન, 2011

હાસ્ય લેખ :- શું તમારા કમ્પ્યુટર માં આ પ્રોબ્લેમ છે?

એક પત્ર બીલ ગેટ્સને.....
 શ્રીમાન બીલ ગેટ્સજી.
         વિષય- અમારા ઘરે અમે એક કમ્પ્યુટર ખરીદ્યું હતું જેમાં અમને કેટલાક પ્રોબ્લેમ દેખાયા જે તમારા ધ્યાન સારું.
સવિનય પ્રોબ્લેમ્સ નંબર
  1.  કમ્પ્યુટરમાં  "START" બટન છે પણ "STOP" બટન નથી. તપાસ કરવા મારી નમ્ર વિનંતી છે.
  2.  અમને મેનુબારમાં "RUN" બટન જોવા મળ્યું. મારા એક મિત્રએ "RUN" બટન દબાવ્યું અને આખું ગામ દોડ્યો! તેથી મારી તમને નમ્ર વિનંતી છે કે "RUN" બટન કાઢી "SIT" બટન રાખો જેથી શાંતિથી બેસે તો ખરા.!
  3. એક અંગત પ્રશ્ન છે. શું કમ્પ્યુટરમાં ક્યાય "RE-SCOOTER" ઓપ્સન છે? એમાં એવું છે કે મને ફક્ત  "RE-CYCLE" ઓપ્સન જોવા મળ્યું, પણ મારા ઘરે "CYCLE" નથી ફક્ત એક મારું જુનું "SCOOTER" જ  છે.
  4.  કમ્પ્યુટરમાં "FIND" બટન છે પણ મને લાગે છે કે તે બરાબર કામ નથી કરતુ! એમાં એવું છે કે હમણાં ગયા અઠવાડિયે જ મારી મમ્મીથી ઘરની ચાવી ખોવાઈ ગઈ અને મે "FIND" કી વડે શોધવા ખુબ પ્રયત્ન કર્યો પણ ક્યાય મળી નહિ. આ પ્રશ્નનુ સમાધાન કરજોને!!
  5.  મારો નાનો ભાઈ "MICROSOFT WORD" શીખી ગયો છે હવે તેને  "MICROSOFT SENTENCE" શીખવું છે તો હવે તે ક્યાં મળશે?
  6.  મે કમ્પ્યુટર, સીપીયુ, માઉસ અને કીબોર્ડ ખરીદ્યું. પણ સ્ક્રીન પર તો ફક્ત "MY COMPUTER" આઇકોન જ દેખાય છે તો બાકીના પાર્ટ્સ ક્યાં છે?
  7.  મને "MY PICTURE" ફોલ્ડર જોઈ નવાઈ થાય છે કે તેમાં મારો એક પણ ફોટો નથી અરે મારો ગમતો એક પણ ફોટો તેમાં નથી તો પછી આ ફોલ્ડર કેમ?
  8.  આમાં "MICROSOFT OFFICE" એપ્લીકેસન છે પણ ઘરે વાપરવા માટે ક્યાય "MICROSOFT HOME" એપ્લીકેસન નથી.
  9.  તમે "MY RECENT DOCUMENTS" બતાવો છો પણ ક્યાય "MY PAST DOCUMENTS" બતાવો છો ખરા?
  10.  તમે "MY NETWORK PLACES" સુવિધા આપો છો. પણ શું તમે ક્યાય "MY SECRET PLACES" સુવિધા આપો છો? આપતા હોય તો વહેલા જણાવજો કેમકે મારા પપ્પા મને શાળા સમયે હું કઈ જગ્યાએ જાઉં છું તે જાણી જશે તો મને મારશે.
  11.  અને અંતમાં એક છેલ્લો પ્રશ્ન : સાહેબજી તમારું નામ "GATES" છે તો પછી તમે "WINDOWS" કેમ વેચો છો?
                    સદરહુ,
                    એક ગામડાનો ખેડૂત માણસ.
                   

શનિવાર, 25 જૂન, 2011

વાર્તા- અજબ સવાલના સાચા જવાબ... ખરેખર દિલ થી વાંચજો.

‘રીડગુજરાતી વાર્તા-સ્પર્ધા 2006’ માં તૃતિય સ્થાન મેળવનાર આ કૃતિ બદલ શ્રી અમિતભાઈ પરીખને (મુંબઈ) ખૂબ ખૂબ અભિનંદન. વાર્તામાં લેખકે માનવીના જીવનલક્ષી ધ્યેયને બાળકના મુખથી પ્રશ્ન સ્વરૂપે રજૂ કરીને એક વિશિષ્ટ પ્રકારની રજૂઆત કરી છે. આપ લેખકનો આ સરનામે સંપર્ક કરી શકો છો : amitt.parikh@gmail.com ]



નવ વર્ષનો મનન આમ તો એની વયના બાળકો જેવો જ તોફાની અને રમતિયાળ હતો. પણ એક બાબત એનામાં બધાં કરતાં નોખી હતી. એ સવાલોનો દરિયો હતો અને સવાલો પણ એવા કે સુનામીના ભયાનક મોજાઓની જેમ ઉછળીને ભલભલાને ડરાવી દે.


સોમવાર, 20 જૂન, 2011

શું તમે જાણો છો જો કાળું નાણું ભારતમાં પાછુ આવી જય તો શું થાય?

 શું તમે જાણો છો જો ૪૦૦ લાખ કરોડ રૂપિયા પાછા આવી જાય તો શું થાય?
  •  ભારત ફાઈનાન્સીઅલ નંબર ૧ પર આવી જાય.
  •  દરેક જિલ્લાને ૬૦૦૦૦ કરોડ અને દરેક ગામને ૧૦૦ કરોડ મળે.
  •  ૨૦ વર્ષ સુધી કોઈ પણ જાતનો ટેક્ષ ના ભરવો પડે.
  • પેટ્રોલ ૨૫રૂ., ડીઝલ ૧૫રૂ., સીએનજી ૧૫રૂ., દાળ ૨૦રૂ., દૂધ ૮રૂ.
  •  ૧૦ વર્ષ શુધી વીજળી મફત.
  •  આપની સરહદ પર બધી બાજુ ચીન કરતા પણ વધુ મજબુત બની જાય.
  •  પુરા દેશ માં ૨૦૦૦ જેટલી OXFORD કરતા પણ મોટી યુનિવર્સિટી બની જાય.
  •  ૯૫ કરોડ લોકોના પોતાના ઘર બની જાય.
  •  ભારત એક મહાસત્તા બની જાય.
  • ભારતના દરેક નાગરિકના ભાગમાં કરોડ કરતા વધુ રૂપિયા આવે.
  •  પાકિસ્તાન જેવા ૧૦ દેશ ખરીદવા હોય તો પણ ખરીદી શકીએ.
  • પુરા ભારતને એક બાગ જેવો ચોખ્ખો અને સુંદર દેશ બનાવી શકીએ.
              આવી તો કેટલીય સ્કીમો પૂરી થઇ જાય.
              અને છતાં પણ આપની સરકારને કાળું નાણું પાછું લાવવામાં કશો રસ નથી.
              લાનત છે યાર આવી સરકાર પર.......
              તમારું શું માનવું છે?
               અમને જણાવો.
              આ મેસેજને ભારતના દરેક નાગરિક સુધી પહોચાડો.
              આપની સરકાર પણ આ જાણે. અને પોતાની મહા ભૂલ સુધારે.

વિદ્યાર્થી ઓળખપત્ર

શાળાના શૈક્ષનિક પ્રવાસ દરમ્યાન
શાળાના શિક્ષકો અને પ્રવાસમાં સાથે આવેલ વાલીઓને
સૌથી વધુ તકલીફ પડી હોય તો તે છે
બાળકો પાસે ઓળખપત્રનો અભાવ.
તેથી
અમે બધા પ્રવાસમાંથી પરત ફરતા હતાં ત્યારે
બાળકોના ઓળખપત્ર
બનાવડાવવાનું નક્કી કર્યું.
અને તેના ફળસ્વરૂપે અમે વેકેશન પહેલા જ બધા બાળકોના ફોટા પડાવી
ઓળખપત્રોની કામગીરી શરુ કરી દીધી.
અને  હવે જુઓ
બધા બાળકો પાસે પોતાના ઓળખપત્રો છે.
એક નમુનો

આંકલાવમાં માનસી ડીજીટલ સ્ટુડીઓના માલિક રાજુભાઈએ બાળકોના નજીવા ખર્ચે 
ઓળખપત્ર અને ૪ પાસપોર્ટ સાઈજના ફોટા બનાવી આપ્યા.
તે બદલ રાજુભાઈનો
શાળા પરિવાર ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.

રવિવાર, 19 જૂન, 2011

Father's Day Special



Wish You very Happy father”s day.
Its very true and  hearty but very formal american style wish.
                   આજે ફાધર્સ ડે. અમેરિકનો પોતાના મમ્મી કે પપ્પાને વર્ષે એકવાર ફાધર્સ ડે કે મધર્સ ડે વિશ કરી લે કારણ  એજ એક દિવસ છે એમને એમની પરવરિશ માટે  માતા-પિતાનો આભાર માનવાનો બાકી તો એ ભલા અને એમનુ રૂટીન ભલુ. આમ જોવા જાવ તો હવે આપણું પણ એવું જ કહેવાય ને?
             ફાધર્સ ડે દર વર્ષે જુન મહિનાના ત્રીજા રવિવારે પુરા વિશ્વમાં ઉજવવામાં આવે છે. Spokane, Washingtonમાં સૌપ્રથમ તેની શરૂઆત કરવામાં આવી હતી. આ દિવસે જેના પિતા જીવિત હોય તે લાલ ગુલાબ આપી અને જેના પિતાજી જીવિત ન હોય તે સફેદ ગુલાબ અર્પણ કરી પિતાની પૂજા કરે છે.
જ્યારે અમે નાના હતા ત્યારે રાતોની રાતો જાગીને  માથે બરફ-મીઠાના પાણીના પોતા મુક્યા  મમ્મીએ અને તમે.   અત્યારે જ્યારે તમને  તમારી માંદગીમાં અમારી ખરી જરૂર પડી ત્યારે  એ ભૂતકાળ એક ક્ષણમાં ભૂલીને અમારા ભવિષ્યને વિચાર કરી ને  એક રાતનો પણ તમારા ઉજાગરો કરવાના બદલે ચાલતા  થયા અમે.
આંગળી પકડીને ચાલતા શીખવ્યુ તમે - તમારી ટેકણલાકડી બનવાના બદલે હાથ જ છોડીને ખસી ગયા અમે .
ચકલીનુ ચીં ચીં મોંમા કરાવી બોલતા શીખવ્યુ તમે – ફુરસદના સમયે તમને સાંભળવાના બદલે નિઃ શબ્દ વાતાવરણમાં મુકી દીધા અમે.
આલ્બમોમાં  નાનપણને સંઘરી યાદો તાજી રાખી તમે- હાજરીને  જ તમારી ભૂતકાળ બનાવી દીધો અમે.
અમારા દરેક સારા પ્રસંગને ઉજાળ્યો તમે-તમારી નિવ્રુત્તિની ક્ષણો  ઉજવવાના બદલે ઉચાળા ભર્યા અમે.
અમારી દરેક ક્ષણોએ  હાજર રહી એને  ભરપૂર બનાવી તમે- તમારો ખાલીપો ભરવાના બદલે શૂનકાર ઉમેર્યો અમે.
જ્યારે જ્યારે  તમારી જરૂર હતી ત્યારે અડીખમ બનીને , માનસિક સધિયારો બનીને  સાથ આપ્યો તમે -હવે જ્યારે  તમને શારીરિક  સથવારાની જરૂર પડી -તમારા માટે ઉભા રહેવાના દિવસો આવ્યા ત્યારે  ચાલતી પકડી  અમે .
અને માટે જ  ખરા હ્રદયથી તમારી તંદુરસ્તી-તમારી સ્વસ્થતા પ્રાર્થુ છું ઇશ્વર પાસે.
જો ખુશ છો તમે તો રાજી છીએ અમે.
જો સ્વસ્થ છો તમે તો નિશ્ચિંત છીએ અમે.
That”s why I Heartiely  Wish You  Not Only Very Happy Father”s Day
But Wish You Very Haapy Each Day.
ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ

ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ
ત્વમેવ વિદ્યા દ્રવિડમ ત્વમેવ
ત્વમેવ સર્વ મમ દેવ દેવમ.
આ જ ખરી અને હંમેશની તમારા માટેની લાગણી અમારી.

શુક્રવાર, 17 જૂન, 2011

S.M.C (School Management Committee) 2011-'12

R.T.E.  પછી આવેલા ઘણા ફેરફારોમાંનો  એક ફેરફાર એટલે  S.M.C.- School Management committee
[શાળા વ્યવસ્થાપન કમીટી].
                                     સરકારશ્રી ના પરિપત્ર મુજબ શાળામાં એક સમિતિ બનાવવામાં આવે જેમાં શાળામાં ભણતા બાળકોના વાલીઓની અને શિક્ષકોની એક સમિતિ બનાવવાની હતી, જે માટે શાળાના આચાર્ય સાહેબશ્રી એ ગામલોકોની એક મીટીંગ બોલાવી. જેમાં ગામના સરપંચ સાહેબ શ્રી, પે સેન્ટરના આચાર્ય શ્રી, સી.આર.સી. શ્રી, ગામના આગેવાનો, વાલીઓ તથા માતાઓ ઉપસ્થિત રહ્યા.
 
મીટીંગમાં ઉપસ્થિત સર્વેનું આચાર્યશ્રીએ શાબ્દિક સ્વાગત કર્યા બાદ સૌને SMC વિશે માહિતગાર કર્યા. સૌ ગામ લોકોની સહમતીથી SMCની રચના કરવામાં આવી. સૌ ગામલોકોએ તેને સહર્ષ સ્વીકારી લીધી.
SMC રચના થયા પછી આચાર્ય સાહેબશ્રીએ સૌને શાળાનુ મકાન અદ્યતન કરવાની દરખાસ્ત મૂકી. સૌ સદસ્યોએ તેને સહર્ષ સ્વીકારી લીધી અને તન, મન અને ધનથી બનતી મદદ કરવાની તૈયારી બતાવી. શાળાના આચાર્ય સાહેબે તે વિશેની કાર્યવાહી હાથ ધરી.