આજરોજ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવેલ
હતી. જેમાં ૨૦ બાળકો બાળશિક્ષકો બન્યા હતા. અગાઉ ૪/૯/૨૦૧૩ના રોજ તે
બાળકોને શિક્ષકદિને કરવાની કામગીરીનું આયોજન આપી દેવામાં આવ્યું હતું.
શાળામાં બે પાળી ચાલતી હતી તેથી બંને પાળી માટે અલગ અલગ આચાર્ય બનાવેલ
હતા.
ચાલો બાળઆચાર્યના શબ્દોમાં તેમનો અનુભવ જાણીએ.

સવારપાળી:-
તા-૫/૯/૨૦૧૩ના રોજ ટીવી પર કાર્યક્રમ નિહાળવાનો હોવાથી અમે ૬/૯/૨૦૧૩ના રોજ
શિક્ષકદિન ઉજવવાનું નક્કી કર્યું હતું. અમે સૌ તૈયાર થઇ સવારે ૬:૪૫ કલાકે
શાળામાં હાજર થઇ ગયા. બધા બાળશિક્ષકો ખુબ જ ઉત્સાહમાં દેખાતા હતા. મારામાં
પણ એક અનેરો ઉત્સાહ હતો. દરેક બાળશિક્ષકે શિક્ષક હાજરીપત્રકમાં સહી કરી.
બધા બાળશિક્ષકો આવી ગયા બાદ મે બાળશિક્ષકોની એક મીટીંગ રાખી જેમાં મે
બાળકોને તેમને કરવાની કામગીરીની યાદ કરાવી થોડી મૌખિક સૂચનો આપ્યા. દરેક
બાળક પોતાના વિષયને લગતી તૈયારીના ભાગરૂપે વિવિધ સામગ્રી લઈને જ આવ્યા હતા.
તે જોઈ અમને શિક્ષકે અભીનંદન આપ્યા. અમારા શિક્ષક શ્રી નિલેશભાઈએ અમને
જરૂરી સુચનો આપી બધાને હાર્દિક સુભેચ્છા પાઠવી. પ્રાર્થનાનો બેલ પડતા અમે
પ્રાર્થના સભામાં ભેગા થયા. પ્રાર્થના પૂર્ણ થયા બાદ આચાર્ય તરીકે મે
બાળકોનું સંબોધન કર્યું તથા શ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણન્ વિષે જીગ્નેશભાઈએ
બાળકોને જણાવ્યું. પ્રાર્થના પૂર્ણ થયા બાદ સૌ બાળશિક્ષકો પોતપોતાના
વર્ગમાં ગયા. વર્ગમાં બાળશિક્ષકોએ પોતાને સોંપેલ કામગીરી કરવામાં વ્યસ્ત થઇ
ગયા. થોડા થોડા સમયાંતરે હું વર્ગની મુલાકાત લેતો હતો. સૌ બાળશિક્ષકોને
વર્ગના બાળકો સાથ સહકાર આપતા હતા. શિક્ષકો પાછળ બેસી તેમનું મૂલ્યાંકન કરતા
હતા. બાળશિક્ષકો ખુબજ તૈયારીમાં આવ્યા હતા તેવું લાગ્યું. રીશેષ સમય
દરમ્યાન મે એક સ્ટાફ મીટીંગ બોલાવી તથા અમારા માટે હળવો નાસ્તો રાખવામાં
આવ્યો હતો તે અમે માણ્યો. સૌ ખુબ જ આનંદમાં હતા. બધાને ખુબ મજા આવતી હતી.
રીશેષ પૂર્ણ થયે સૌ વર્ગમાં ગયા અને ૧૦:૩૦ કલાક સુધી શિક્ષણ કાર્ય કર્યું.
ત્યારબાદ બધા બાળશિક્ષકોએ બાળકોને વિવિધ રમતો રમાડી. કોઈ વર્ગમાં રમત
રમાડતું હતું તો કોઈ મેદાનમાં લઇ જઇ બાળકોને રમત રમાડતા હતા. અને ૧૧:૦૦
કલાકે અમે પ્રાર્થનાસભામાં ભેગા થયા. જેમાં અમે આખા દિવસ દરમ્યાનનો અનુભવ
કહ્યો. મે પણ આખા દિવસ દરમ્યાન થયેલ અનુભવ શેર કર્યો. અમારા શિક્ષિકા બહેન
શ્રીમતી રીનાબહેને અમને તથા સૌ બાળકોને અભિનંદન આપ્યા તથા અમારા કામના વખાણ
કર્યા જે અમારા માટે કોઈ મોટા એવોર્ડથી ઓછું ન હતું. અમે મનમાં ભવિષ્યમાં
પણ શિક્ષક બનવાના સંકલ્પ કર્યો. વિદ્યાર્થીઓએ પણ તેમને આજે કેવું લાગ્યું
તે વિષે બે શબ્દો કહ્યા. આજના કાર્યક્રમમાં લીધેલ ભાગ માટે આચાર્યશ્રી
તરફથી અમને એક પેન ભેટ રૂપે આપવામાં આવી. જમવાનો બેલ પડતા બાળકોને લઇ
હાથ-પગ ધોવડાવી લોબીમાં જમવા બેસાડ્યા. બાળકો જમી રહ્યા પછી અમે છુટા
પડ્યા. અમને ઘરે જવાનું મન થતું ન હતું પણ સમય પૂર્ણ થયે ઘરે જવાનું તો
હતું જ. બપોરપાળી માટે નવા બાળશિક્ષકો આવી ગયા હતા. જેમની સાથે થોડો સમય
વિતાવ્યો. અમારા શિક્ષક શ્રી નીલેશભાઈએ અમારા સૌની યાદગીરી માટે સૌના ફોટા
પાડ્યા. દરેકના વ્યક્તિગત ફોટા પાડ્યા તથા સમુહમાં પણ ફોટા પાડ્યા. અંતે
અમે છુટા પડ્યા.
લિ.
વિશાલકુમાર આર. પઢિયાર
ધોરણ – ૭

બપોર પાળી:-
આજે અમારી શાળામાં શિક્ષકદિનની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. અમે
સૌ બાળશિક્ષકો શાળામાં ૧૦:૦૦ કલાકે હાજર થયા. મને શાળાના આચાર્યની
જવાબદારી સોંપવામાં આવી હતી. શાળામાં આવીને અમે કરવાના કામની વહેચણી અને
ચર્ચા કરી ત્યારબાદ અમે પ્રાર્થનાસભામાં ભેગા થયા. પ્રાર્થનામાં અમે જેની
યાદમાં “શિક્ષકદિન”ની ઉજવણી કરવામાં આવે છે તેવા ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્
વિષે વિદ્યાર્થીઓને માહિતી આપી. સમગ્ર પ્રાર્થના સંમેલન બાદ સૌ પોતપોતાના
વર્ગમાં કામગીરી કરવા પહોચી ગયા. સૌ બાળકો પોતપોતાની કામગીરી ખંતથી કરતા
હતા. તેઓ વિદ્યાર્થીઓને કવિતા, ગીત, પાઠનું વાંચન અને ગાન કરાવતા હતા. સૌ
બાળશિક્ષકોની કામગીરીનું નિરીક્ષણ કરવા મે દરેક વર્ગમાં વિઝીટ કરી મને બધા
બાળશિક્ષકો વ્યવસ્થિત કામ કરતા નજરે પડ્યા. બાળશિક્ષકોએ સમયસર રીશેષ પડાવી
અને લાઈનમાં વિદ્યાર્થીઓને લાઈનમાં બેસાડી જમાડ્યા અને દરેક વિદ્યાર્થીનું
ધ્યાન રાખ્યું. તમામ બાળશિક્ષકોને હળવો નાસ્તો આપવામાં આવ્યો ત્યારબાદ
રીશેષ પૂરી કરી ફરીથી તેમનું કાર્ય કરવા લાગી ગયા. ૪:૦૦ કલાકે બાળશિક્ષકોએ
વિદ્યાર્થીઓને રમત રમાડી, ત્યારબાદ સૌને સાચવીને વર્ગખંડમાં લઇ ગયા અને
ભણાવવાનું શરુ કર્યું. ૪:૩૦ કલાકે સૌ શાળાના પટાંગણમાં ભેગા થયા. મે
શિક્ષકોને તેમના દિવસ દરમ્યાન કરેલી કામગીરીના પ્રતિભાવો બધા સમક્ષ મુકવા
કહ્યું. તમામ બાળશિક્ષકોએ ૧ થી ૫ ધોરણમાં કરેલા કાર્યના પ્રતિભાવ આપ્યા.
શાળાના મુખ્યશિક્ષકે તેમજ અન્ય શિક્ષકોએ આ બાળકોને પ્રોત્સાહન આપવા બે ચાર
વાતો કરી તથા ભેટ સ્વરૂપે એક પેન દરેક બાળકને આપી તેમજ તેમને તાળીઓથી વધાવી
લીધા ત્યારબાદ સૌ ખુશ થઇ રાષ્ટ્રગીતનું ગાન કરી છૂટા પડ્યા.
લિ.
ભાવનાબેન જે. પરમાર
ધોરણ – ૭


Wonderful Blog.
જવાબ આપોકાઢી નાખો