26/7/2012 ના રોજ ગણિત વિજ્ઞાન મંડળ અંતર્ગત
ભૌમિતિક આકારો અને તેને લગતી વિવિધ માહિતીનો અંક બનાવવાની પ્રવૃત્તિ કરવાની હતી.
સૌ પ્રથમ ધોરણ ૮ ના બાળકોના ચાર ચાર જૂથ પાડવામાં આવ્યા હતા. ત્યારબાદ જૂથ પ્રમાણે
દરેકને પ્રવૃત્તિને લગતી સાધન સામગ્રી વહેચવામાં આવી.
ત્યારબાદ દરેકને કાર્ય શરુ
કરવાની સુચના આપી. દરેક જૂથ પોતાની આવડત પ્રમાણે કાર્ય કરવા લાગ્યા. દરેક જૂથને
અલગ અલગ નામથી નવાજવામાં આવ્યા હતા જેમ કે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, જવાહરલાલ
નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ વગેરે દરેક જૂથના દરેક વિદ્યાર્થીઓએ રંગીન કાગળમાંથી
વિવિધ ભૌમિતિક આકારો કાપીને A4 સાઈજના કાગળમાં ચોટાડી અને તેના વિષે નીચે માહિતી
એકત્ર કરીને લખી.
ત્યારબાદ બધા જુથ પ્રમાણે કાગળ લઇ લેવામાં આવ્યા. ત્યારબાદ
શિક્ષકની મદદથી તેને પંચ કરી ફાઈલ બનાવવામાં આવી અને આ ફાઈલનું નિદર્શન
વિદ્યાર્થીઓને કરાવવામાં આવ્યું.
નિદર્શન બાદ ધોરણ ૮ ના સૌ વિદ્યાર્થીઓએ સહકાર બદલ
આભાર માની આ પ્રવૃત્તિ પૂર્ણ કરવામાં આવી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks