તા - ૨૦/૬/૨૦૧૨ ના રોજ શાળામાં પ્રાર્થનામાં મહામંત્રીની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી. આ વખતની ચૂંટણી પણ દર વર્ષની જેમ પદ્ધતિસર કરવાનું નક્કી કરવામાં આવ્યું. જેના માટેના ઉમેદવારી ફોર્મ પણ બહાર પાળી તા- ૨૧/૬/૨૦૧૨ થી ૨૫/૬/૨૦૧૨ સુધી અમારી શાળાના બનાવેલ ચૂંટણી અધિકારી શ્રીમતી રીનાબેન જે. શાહને જમા કરાવવાનું નક્કી કર્યું.


તા - ૨૬/૬/૨૦૧૨ ના રોજ પ્રાર્થનાસભામાં ચૂંટણી અધિકારી શ્રીમતી રીનાબેન જે. શાહે બધાને જણાવ્યું કે કુલ ૨૨ ઉમેદવારી ફોર્મ ભરાયા હતાં તેમાંથી ૧૬ ફોર્મ પાછા ખેચાયા બાદ ૬ ઉમેદવાર બાકી રહ્યા. હવે તેમની વચ્ચે ચૂંટણી થશે.તા - ૩૦/૬/૨૦૧૨ ના રોજ ચૂંટણી જાહેર કરવામાં આવી.




૨૬ તારીખ બાદ તો શાળાનો માહોલ તો કઈ વિશેષ જ જોવા મળ્યો. દીવાલો પર બેનરો લટકાવવામાં આવ્યા. ( દરેક બાળકને વિનામુલ્યે શાળાના પ્રિન્ટરમાંથી પ્રચાર માટેના કાગળો કાઢવાની છૂટ હતી) .જોર શોરથી પ્રચાર થવા લાગ્યા. રીશેષમાંથી રમતની બાદબાકી થઇ અને ચૂંટણીએ સ્થાન જમાવ્યું.
તા- ૩૦/૬/૨૦૧૨ (શનિવાર)
અંતે સૌની આતુરતાનો અંત આવ્યો. તા - ૩૦/૬/૨૦૧૨ ની સોનેરી સવાર ઉગી. આજે ગૌરીવ્રતનો પ્રથમ દિવસ પણ હતો. બધા બાળકો પોતાના ઉમેદવારને વોટ આપવા વહેલા વહેલા આવી ગયા જોઈએ કેટલીક ઝલક








સૌ બાળકોની સાથે સાથે શિક્ષકોએ પણ પોતાનો કિંમતી મત આપ્યો.
કુલ મતદારો :- ધોરણ ૬ થી ૮ ના ૧૦૧ બાળકો તથા ૪ શિક્ષકો કુલ ૧૦૫ મત
થયેલ મતદાન :- ૯૦ બાળકો તથા ૪ શિક્ષકો કુલ ૯૪ મત
તા- ૨/૭/૨૦૧૨ ના રોજ ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવશે. શું પરિણામ આવશે તેની સૌ કોઈ ચિંતા કરતા છુટા પડ્યા આમ આજની ચૂંટણી કામગીરી શાંતિપૂર્વક પૂર્ણ થઇ.
પરિણામ સૌને ચોકાવનારુ હતું. સૌથી વધુ વોટ સરોજબેન કનુભાઈ વાઘેલાને મળ્યા જેથી તેમને "મહામંત્રી" અને બીજા નંબરે અર્જુન મહેશભાઈ પરમારને વધુ વોટ મળ્યા તેથી તેમને "ઉપમહામંત્રી" બનાવવામાં આવ્યા.
આજે બાળકોએ સાચી ચૂંટણી કર્યાનો અને એક નાગરિકની પ્રથમ ફરજ તે વોટ કરવો તે ફરજ પૂરી કર્યાનો સંતોષ માન્યો.
બાળકોમાં જે બાળકો ચૂંટણી અધિકારી બન્યા હતાં અને જે બાળકોએ પોલીસ જવાનો બની ચૂંટણી કામગીરી સંતોષ પૂર્વક પૂર્ણ કરવામાં મદદ કરી હતી તે તથા મતગણતરીમાં જે બાળકોએ ભાગ લીધો હતો તે બાળકોને શાળાના આચાર્યે પ્રોત્સાહન ઇનામ આપ્યું હતું.
શાળાના બાળકોને મતદાન પદ્ધતિ પ્રચાર અને મતદાનની પ્રક્રિયાનો ખ્યાલ
જવાબ આપોકાઢી નાખોઆપતો એક નવીનતમ પ્રયોગ ખુબ જ સરાહનીય છે.
આવા પ્રયોગ દ્વારા જાગરૂકતા કેળવી ભારતના નાગરિકના ઘડતરમાં સુંદર
ફાળો આપનારા સમગ્ર શિક્ષક ગણને ખુબ ખુબ હાર્દિક અભિનંદન.