गुरु भ्रम्हा गुरु विष्णु गुरु देवो महेश्वर: |
गुरु साक्षात परा भ्रम्हा तस्मेय श्री गुरु देव नम: ||
ત્રીજી સપ્ટેમ્બરના રોજ પ્રાર્થનામાં આચાર્ય શ્રીએ શાળામાં શિક્ષકદિનની ઉજવણી કરવાની વાત કરી. શ્રીમતી મૃગાબેને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે આખા ભારત દેશમાં ઉજવાતા શિક્ષક દિનની મહત્તા સમજાવી. બાળકોને જરૂરી સૂચનાઓ શ્રી નીલેશભાઈએ આપી અને નામ લખાવવા કહ્યું. બધાની નવાઈ વચ્ચે ૧૫ મિનીટ્સમાંજ બધા બાળકો તૈયાર થઇ ગયા.
નીચે મુજબ આયોજનો બનાવી બાળકોને આપી દેવામાં આવ્યા. ચાલો જોઈએ એક નમુનો...


બસ આયોજન મળ્યા પછી તો જાણે એમને પાંખો મળી ગઈ અને સોનેરી સોમવાર ક્યારે આવે તેની રાહ જોવા લાગ્યા અને ખુબ તૈયારી કરવા લાગ્યા.
5th september
ઇંતેજારીનો અંત આવ્યો અને સોમવારનો સુરજ ઉગી ગયો. બાળકો સરસ તૈયાર થઇ શાળામાં આવી ગયા. જુઓ એક ઝલક
![]() |
| "એક દિવસના શિક્ષકો" |
સવારની સફાઈ-પ્રાર્થનાથી માંડી બપોરની રીસેસ સુધી બાળકોએ ખુબ સરસ રીતે આયોજનબદ્ધ રીતે શિક્ષણ કાર્ય અને સુઆયોજન બદ્ધ વહીવટ કર્યો. મધ્યાહનના સમય દરમ્યાન બાળકોએ હળવો નાસ્તો કર્યો. આજે તેવ્ ખુબ ખુબ ખુશ લાગતા હતાં. જુઓ તેમના મો પર છલકાતી ખુશી...
સાંજે ૪:૩૦ કલાક બાદ શાળાના પટાંગણમાં એક સભા રૂપે બધા ભેગા થયા. બધા બાળ શિક્ષકોએ પોતાના અભિપ્રાયો આપ્યા દરેક બાળકના મો પર એક જ વાત હતી "હવે ક્યારે આવશે બીજો શિક્ષક દિન...." અંતમાં મીનામંચ અંતર્ગત શ્રીમતી રીનાબેન તરફથી દરેક બાળકને એક એક ભેટ સ્વરૂપ ઇનામ આપવામાં આવ્યું.
આજે કશુક કર્યાનો આનંદ માણતા બધા છુટા પડ્યા.


ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
અમારા કામને બિરદાવવા બદલ અને અમને જરૂરી માર્ગદર્શન આપવા માટે પ્રા. શાળા સરસ્વતીનગરનો વિશાળ પરિવાર આપણો ખુબ ખુબ આભારી રહેશે.
Thanks