“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

સોમવાર, 25 જૂન, 2012

નવા બાળકોનું પહેલું માટીકામ


 ધોરણ ૧ ના બાળકોનું માટીકામ. માટીમાંથી દડા બનાવવા. પોતાના નવા મિત્રો સાથે નવી પ્રવૃત્તિમાં મશગુલ થયેલા જોવા મળ્યા તે વેળાનો મોબાઈલમાં ક્લિક કરેલ ફોટો અને નાના ફોટોમાં તેમને બનાવેલ નાના નાના દડા નજરે પડે છે.

શુક્રવાર, 23 માર્ચ, 2012

  ૨૩ મી માર્ચ એટલે ભારતની આઝાદીના દીવાના એવા શહીદ વીરો
ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ જેમણે હસતા મુખે ફાંસીએ ચઢીને
આઝાદીના ઇતિહાસના પ્રકરણમાં શહાદત વીરોનું અનેરું સન્માન પામ્યા.
આવો આજે સહુ સાથે મળી તેમની શહાદતને યાદ કરીએ.
  

હતા અમે તો આઝાદીના એવા જ  દીવાના
દેશદાઝ કાજે લીધાં છે પ્રણ મરી ફીટવાના
 આઝાદીની દુલ્હનને લોક હૈયે ઝુલાવવાના
અંગ્રેજી સલ્તનત કેરા જુલ્મો નહિ સહેવાના
હતો હું ભગત પણ નહિ ખ્વાબ પૂજાવાના
છું  સુખદેવ નથી દિવસો સુખ ભોગવવાના
છું રાજગુરુ પણ ઓરતા છે જંગે ચઢવાના
ખેલીશું જંગ એવો કે  સલ્તનતને ધ્રુજાવાના
 ઇન્કિલાબ જિંદાબાદનો એક નારો ગજવનારા
 વંદે માતરમના કોમી નારે શહીદી વહોરનારા
ભલે ભુલાવી દે અમને આજે સત્તા ભોગવનારા
 અમ શહીદો જન માનસમાં હરદમ ધડકનારા
==============================
સ્વપ્ન જેસરવાકર

ગુરુવાર, 22 માર્ચ, 2012

આભારપત્ર - આ બ્લોગના વાચક મિત્રો અને ફેન્સને


 ફક્ત ૭૯ પોસ્ટ્સ થઇ છે છતાં પણ જુદા જુદા ૨૧ દેશોના ૧૩૪૧ ચાહકો (Fans) અને ૪૦૧૪ બ્લોગના મુલાકાતીઓ થઇ ગયા છે.  અમારા શાળા પરિવારમાં જોડાઈ ગયા બદલ અમે સૌ શાળાપરિવાર આપનો સાચા દિલથી આભાર માણીએ છીએ. ૧ વર્ષ અને ૬ મહિના થયા છે ત્યારે આપસૌનો અમે આભાર માણીએ છીએ. અને આ રીતે અમારો સાથ નિભાવતા રહેશો એવી અમને આશા છે.

 

                                   સાથે  સાથે અમારા બ્લોગને વધુ પ્રચલિત કરવામાં મદદ કરનાર શ્રી જાદવભાઈ, ગોવિંદકાકા, કિશોરભાઈ સાહેબ તથા મુકેશભાઈ ડેરવાળિયાના અમે સાચા દિલથી આભાર માણીએ છીએ. આ મિત્રોએ એમના બ્લોગ પર અમારો પ્રચાર અને સ્થાન આપ્યું છે જે અમારા માટે આનંદની વાત છે. આપણા બ્લોગ પર સ્થાન આપી તમે તો અમારા દિલમાં સ્થાન સ્થાપી દીધું છે.

મંગળવાર, 28 ફેબ્રુઆરી, 2012

બાળમેળો ૨૦૧૧-'૧૨

            આજે શાળામાં બાળકો માટેનો અનેરો મેળો રાખવામાં આવ્યો હતો. નામ હતું "બાળમેળો"- બાળકો માટેનો બાળકો દ્વારા ચાલતો શૈક્ષણિક મેળો.
           આ મેળામાં નીચે જેવા વિભાગો હતાં. જેમાં બાળકો વારા ફરતી જઈ શકતા હતાં અને પોતાની મનપસંદ પ્રવૃત્તિ કરી શકતા હતાં.કોઈ બોલનાર નહિ કોઈ લડનાર નહિ. ભણતર નું "ટેન્શન" નહિ કે લેશનની ચિંતા નહિ. માર્ગદર્શક શિક્ષક શ્રી તથા અન્ય સહાયક બાળકોની મદદથી મનપસંદ પ્રવૃત્તિ કરી શકતા હતાં. વધુ વાત કર્યા વગર જોઈએ કેટલીક ઝલક.


ચિત્રકામ:-
માર્ગદર્શક : શ્રીમતી અનિતાબેન તથા હરેશ્વરીબેન
સહાયકો : ભાવના, હિરલ, પુષ્પા, હેતલ અને હીના
                      આ વિભાગમાં આવી બાળકો પોતાના મનપસંદ ચિત્રો દોરી શકે તથા જેમને ફક્ત કલર કામ કરવું હોય તેઓને તૈયાર ચિત્રો આપી રંગોપુરવડાવવામાં આવતા.









 ચીટક કામ :-
માર્ગદર્શક :- શ્રી જલદીપભાઈ તથા કાન્તીભાઈ
સહાયકો: વિશાલ, જશપાલ, હર્ષદ, મેહુલ, રાજેન્દ્ર
           આ વિભાગમાં બાળકોને ચીટકકામ કરાવવામાં આવતું. બાળકોને પૂરતું માર્ગદર્શન આપવામાં આવતું.





 માટીકામ:-
 માર્ગદર્શક:- શ્રીમતી રીનાબેન તથા શ્રીમતી મૃગાબેન
સહાયકો: સરોજ, હીના, રીન્કુ, સેજલ, જાગૃતિ અનેજયા.
                 અહીં બાળકો પાસે મતી માંથી બનતા નમુના બનાવડાવવામાં આવતા. બાળકો પોતાના મનપસંદ આકારોને જીવંત બનાવવા મંડી પડતા હતાં.






કાગળકામ તથા છાપકામ:-
માર્ગદર્શક:- શ્રી ચંદુભાઈ તથા રામસિંહ
સહાયકો:- સુનીતા, બીન્તા, વનીતા, નીરૂ અને લક્ષ્મી
       અહીં બાળકો કાગળકામ તથા છાપકામ કરી શકતા હતાં.



           અનેઆ સિવાય કમ્પ્યુટર પર ગેમ્સ તો ખરીજ. મેદાની રમતો, કેરમ, અંતાક્ષરી, સાંસ્કૃતિક કાર્યક્રમો અને નાસ્તો તો ખરાજ.
ફોટોગ્રાફર :- શ્રી નિલેશભાઈ (મોબાઈલમાં)

ગુરુવાર, 2 ફેબ્રુઆરી, 2012

મહા આરતી

         તા-૨૧/૧/૨૦૧૨ના દ્વિતીય દિવસે સદભાવના કાર્યક્રમ અંતર્ગત અમારી શાળામાં મહા આરતીનું આયોજન કરેલ હતું. અમારી શાળાના વિદ્યાર્થીઓને અમે ઘરેથી આરતી તૈયાર કરી લાવવાનું કહેલ હતું. તેથી વિદ્યાર્થીઓ ઘરેથી નાની કે મોટી સુંદર આરતી લઇ શાળામાં હાજર રહ્યા હતા. બધા જ વિદ્યાર્થીઓએ શાળાના આંગણામાં ભેગા થઇ ગુરુજીની આરતી “આનંદ મંગલ ઉતારું આરતી....” સમુહમાં કરી હતી. ત્યારબાદ સૌએ ભેગા થઇ રાબેતા મુજબ પ્રાર્થના, ભજન અને ધૂનની રમઝટ બોલાવી હતી. આમ મહાઆરતી બાદ સૌ પોતાના વર્ગખંડમાં ભણવા માટે બેસી ગયા.

સોમવાર, 30 જાન્યુઆરી, 2012

સદ્દભાવના મિશનની પુર્ણાહુતી તથા તિથી ભોજન


તા-૨૪ થી ૩૦ સુધી રાબેતા મુજબ નક્કી કરેલા નાના મોટા અન્ય કાર્યક્રમો તેમજ પ્રભાતફેરીનું આયોજન કરેલું હતું. આ દરમ્યાન પ્રભાતફેરીમાં વાલીઓનો પણ સારો એવો સાથસહકાર મળ્યો હતો.
છેલ્લે દિવસે શાળાના વિધાર્થી વિશાલ રામસિંહ પરમારના વાલી શ્રી રામસિંહ ઉદેસિંહ પરમાર તરફથી તિથી ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. વિધાર્થીઓ શાંતિથી તિથીભોજન કરી શાળાએ પરત ફર્યા.
            ત્યારબાદ શાળાના આચાર્યસાહેબશ્રીએ સદભાવના કાર્યક્રમ અંતર્ગત વક્તવ્ય આપ્યું. તેમજ તા ૩૧ ના રોજ આણંદ ખાતે રાખેલ સદભાવના મિશનમાં પધારનાર મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને મળવા માટે બાળકો તેમજ તેમના વાલીઓને માહિતી આપી અને જરૂરી માર્ગદર્શન આપવા બાહેધરી આપી. શાળાના શિક્ષકશ્રીએ આજ રોજ સદભાવના કાર્યક્રમની પુર્ણાહુતી જાહેર કરી તેમજ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ શાળાના વિદ્યાર્થીઓ તેમજ શિક્ષકોનો અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો.
            
સદભાવના મિશન અંતર્ગત અમારી શાળામાં સરકારશ્રીના આદેશ મુજબ તા- ૨૦/૧/૨૦૧૨ થી તા-૩૦/૧/૨૦૧૨ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. તેને અનુંબદ્ધ તા- ૨૦ થી ૩૦ સુધી નિયમિત પ્રભાતફેરીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. બાળકો તેમજ શિક્ષકોએ તેમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો.

ગુરુવાર, 26 જાન્યુઆરી, 2012

પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી ૨૦૧૨

             ૨૬ જાન્યુઆરી ૧૯પ૦ ભારતના ઇતિહાસમાં એક અત્યંત મહત્ત્વપૂર્ણ દિવસ છે કારણ કે આ દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું અને ભારત ખરા અર્થમાં એક 'પ્રજાસત્તાક રાષ્ટ્ર’ બન્યું. ૨૬મી જાન્યુઆરીએ ભારત એક પૂર્ણ ગણતંત્ર સંચાલિત દેશ બન્યો અને આખરે મહાત્મા ગાંધી તથા દેશની આઝાદી માટે પોતાના પ્રાણોની આહુતિ આપનાર અનેક સ્વાતંત્ર્ય વીરોનું સ્વપ્ન ફળ્યું.
             તેથી જ ૨૬મી જાન્યુઆરીને રાષ્ટ્રીય તહેવાર ઘોષિત કરવામાં આવ્યો અને ત્યારથી આ દિવસ ભારતના 'પ્રજાસત્તાક દિવસ’ તરીકે માનભેર ઉજવાય છે. આ મહત્ત્વના દિને બહાદુર બાળકોને દિલ્હીના વડાપ્રધાન 'રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર’થી સન્માનિત કરે છે. આ વીર બહાદુરોને માનભેર હાથી પર બેસાડી રાજપથ માર્ગ પર ફેરવવામાં આવે છે. ઉપરાંત આજના દિને બહાદુર બાળકો સંજય અને ગીતાના નામે પણ બે વીરતા પુરસ્કાર અપાય છે.


              આ અવસરનું મહત્વ દર્શાવવા દર વર્ષે એક ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અમારી શાળામાં રાખવામાં આવે છે. આ વખતે મુખ્ય મહેમાન તરીકે શાળાને જમીન દાન આપનાર શ્રી સોમાકાકાને આમંત્રણ આપવામાં આવ્યું હતું. તથા ગામમાંથી નવા ચૂંટાયેલા સરપંચ સાહેબ શ્રી, તથા અમારી શાળાના અધ્યક્ષ તથા ગામમાં નવા ચૂંટાયેલા ડેપ્યુટી સરપંચ શ્રી તથા અન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતાં.
            પ્રસંગને અનુરૂપ પ્રાર્થના,  આવેલ મહેમાનોનું સ્વાગત તથા કેટલાક જનજાગૃત્તિ નાટકો, વક્તવ્યો, અભિનય ગીતો રાખવામાં આવ્યા હતાં. શાળાનું ચોગાન તથા શાળા તૂટેલ હોવા છતાં ગામલોકોમાં કે બાળકોમાં ઉત્સાહ મતો ન હતો. વગર સ્ટેજ અને ચોગાને અમે દેશ માટે કઈંક કરવા ગામલોકોને કાઈક બતાવવા આતુર હતાં.
આ કાર્યક્રમમાં સ્કાઉટના બાળકો દ્વારા ધ્વજ સલામી કાર્યક્રમ તથા અંગ કસરતો અને એક ફિલ્મી ગીત કરવામાં આવ્યું હતું. નાના બાળકો દ્વારા અભિનય ગીતો વાર્તાઓ કરવામાં આવી હતી. આ વર્ષે શાળામાં સૌથી વધુ  વખત ગુલાબ બનનાર દરેક વર્ગના પસંદ કરેલ બાળકની માતાને ખાસ બોલાવી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

            કાર્યક્રમનું સંચાલન શ્રીમતી રીનાબેન જે. શાહે કર્યું હતું. તથા ધ્વજવંદન વિધિ શ્રી નિલેશભાઈ એ  કરી હતી. ખાસ વક્તવ્યમાં શાળાના પ્રથમ આ. શી. શ્રી રામસિંહ સાહેબે કર્યું હતું.





બાળકો આજે ખુબ ખુશ હતાં.દેશ માટે કૈક કરવાની તથા એક સારા નાગરિક બનવાની તેમની ભાવના સ્પષ્ટ દેખાઈ આવતી હતી.