“Watch This Blog In Your Favorite Languages”
શું આપણે નથી લાગતું કે એક સારી શાળા આપણા બાળકનું જીવન બનાવી શકે છે...!!!
પ્રા. શાળા સરસ્વતીનગર,
મુ-આમરોલ.
તા-આંકલાવ,
જી-આણંદ.
Email- sarasvatischool@yahoo.com

ઇતિહાસ

આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું અને માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.

આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરૂ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામજનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા ૯ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાતું હતું. હાલમાં ૮મુ ધોરણ ચાલુ કરવામાં આવ્યું છે અને ૮ શિક્ષકો ફરજ બજાવે છે અને ૨૮૯ વિદ્યાર્થીઓ અહી અભ્યાસ કરે છે.

મકાનનું બાંધકામ જુનું હોવાથી હાલ ૫ ઓરડા પાડી નાખવામાં આવ્યા છે અને ત્યાં નવા ૩+૩ ઉપરનીચે ઓરડાનું બાંધકામ કામ પૂર્ણ થયેલ છે. શાળાના અન્ય જુના ૩ મકાનો પણ જર્જરિત થઇ ગયા છે જેને તોડીને નવા ઓરડા બનાવવાની કાર્યવાહી શરુ કરવામાં આવેલ છે. શાળામાં ઘણી ભૌતિક સુવિધાની ઉણપ છે. દા.ત. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. ધો-૮ શરૂ કરવાની જગ્યાની જરૂર છે, રમત- ગમત માટે ચોગાન નથી, વગેરે વગેરે...

શાળાની ભૌતિક સુવિધાઓ અને નકશામાં શાળાનું સ્થાન વિશે વધુ જાણવા અહીં ક્લિક કરો.

મંગળવાર, 30 નવેમ્બર, 2010

સંપર્ક કરો..

  આચાર્ય શ્રી,
  પ્રા. શાળા સરસ્વતીનગર( આમરોલ),
  મુ.પો.- આમરોલ,
  તા.- આંકલાવ,
  જી- આણંદ.
  ગુજરાત.
  ભારત
                                               જો તમે બાળકો વિષે કે શાળા વિષે તમારા વિચારો, લેખ કે શોધ અમને મોકલવા માગતા હોય તો અમને ઉપર જણાવેલ સરનામાં પર મોકલો અથવા સંપર્ક કરો-  નીલેશ પટેલ ૯૮૨૫૨૫૦૦૬૬.અથવા E-Mail કરો- sarasvatischool@yahoo.com પર
અમે આપણા નામ સાથે તેને પ્રકાશિત કરીશું.
            આભાર.

વિચારો....

          શિક્ષક કભી સાધારણ નહિ હોતા.


                                                    પેટ્રોલનો ભાવ પાકિસ્તાનમાં ૧૭રૂ. મલેશિયામાં ૧૮રૂ., અને ભારતમાં તે થોડા ક જ સમય માં ૬૦રૂ. સુધી પહોચવા આવ્યો છે. શા માટે આપના દેશમાં જ આટલો બધો તફાવત? ક્રુડ ઓઈલનું વિશ્વ બજાર તેનું કારણ નથી, પણ તે આપણા નેતાઓના કારણે વધે છે. શું તમે જાણો છો કે આપણી પાસેથી પેટ્રોલની કીમતના ૫૭% ટેક્ષ ભરાવવામાંઆવે છે? આપને જાગૃત જનતા તરીકે આનો આવાજ ઉઠાવવો જોઈએ. વિચારો......

રવિવાર, 28 નવેમ્બર, 2010

શાળાનો ઇતિહાસ

                          આંકલાવ ગામથી આમરોલ જતા રસ્તામાં "ચીલીયાના નાકે" તરીકે ઓળખાતો વિસ્તાર આવેલો છે. આ વિસ્તારના બાળકોને ચાલીને આમરોલ ગામમાં કે આંકલાવ ભણવા માટે જવું પડતું હતું. પરંતુ આજ વિસ્તારના શિક્ષક તરીકે નોકરી કરતા શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલને આ વિસ્તારમાં પ્રાથામિક શાળા શરૂ કરવાની ઈચ્છા થતા આ વિસ્તારનું શું નામ આપવું તેવા વિચારો આવતા શિક્ષણનું કામ હોય સરસ્વતીમાતા વિદ્યાની દેવીના નામથી જ આ વિસ્તારનું નામ તાલુકા પંચાયત બોરસદ ખાતે પ્રા. શાળા સરસ્વતીનગર (આમરોલ)ના નામે નવી શાળા શરુ કરવાની અરજી દાખલ કરી જેના ફળ સ્વરૂપે તા.- ૧૨/૦૬/૧૯૭૯ થી શાળા શરુ કરવાની પરવાનગી મળી. ત્યારથી આ વિસ્તારને "સરસ્વતીનગર" તરીકે ઓળખવામાં આવે છે. આ વિસ્તારની શાળાના મકાન બાંધકામ માટે અત્રેના રહીશ સ્વ. મોતીભાઈ મોહનભાઈ ગોહિલે ૪ ગુંઠા જમીન બક્ષીસ આપી. પ્રથમ ૧ ઓરડો ગ્રામ જનોના લોકફાળાથી અને જાત મહેનતથી બનાવવામાં આવ્યો પછી ક્રમસહ સરકારની યોજનાથી ઓરડા બનતા બનતા આજે ૮ ઓરડા અને ૭ ધોરણનું શિક્ષણ અપાય છે. હાલમાં ૮ શિક્ષકો ફરજ બજાવે છે.
                                                          શાળામાં ઘણી ભૌતિક સુવિધા ઉપલબ્ધ છે. ૨૧મી સદીનું જ્ઞાન આપવાના કોમ્પ્યુટર જેવા આધુનિક સાધનોની ઉણપ છે. બાળકોની સંખ્યાના પ્રમાણમાં અને સરકારશ્રીની યોજનાના લાભ મેળવવામાં શાળા પાસે ચોગાન નથી. દા.ત. ધો-૮ શરુ કરવાની જગ્યાની જરૂર છે. રમત- ગમત માટે ચોગાનની જરૂર છે.
 posted by-
    શ્રી રામસિંહ રૂપસિંહ ગોહેલ
               આચાર્ય
    પ્રા. શાળા સરસ્વતીનગર

શનિવાર, 27 નવેમ્બર, 2010

ચાલો જાણીએ અમારા ગામ આમરોલ વિષે....

                          આણંદ જીલ્લાના આંકલાવ તાલુકાથી ૫ કી.મી. દૂર પૂર્વ દિશાએ ઉ.અં. ૨૨-૨૩ અને પૂ. રેખાંશ ૭૩.૩ વચ્ચે આવેલું છે. માં મહીસાગરના કિનારે કુદરતી વનરાજી, વૃક્ષો થી હરિયાળી બનેલ ભૂમિમાં વસેલું ગામ એટલે આમરોલ ગામ.
                          આ ગામનું ક્ષેત્રફળ ૫૪૪ હેકટર છે. ગામની વસ્તી ૨૬૬૮ પુરુષો તથા ૨૩૪૪ સ્ત્રીઓં મળી કૂલ ૫૦૧૨ ની છે. ગામની મુખ્ય વસ્તી ક્ષત્રિયોની છે. તે સિવાય બ્રાહ્મણ, વાણીયા, લુહાર, રાવળ, રોહિત, હરિજન, પ્રજાપતિ, કોટવાળ ભરવાડ રબારી, ગોસ્વામી વિગેરે કોમોની વસ્તી છે. ગામમાં બધા હળીમળીને રહે છે. ગામના લોકોનો મુખ્ય ધંધો ખેતી અને ખેતમજુરી છે. હવે યુવાનો નોકરી તથા ધંધામાં પણ પા પા પગલી કરતા ડગ ભરવા માંડ્યા છે.
                           કોઈ મોટા ઉદ્યોગ ધંધા નહિ હોવાના કારણે ગામ સગવડો ની દ્રષ્ટિએ પાછળ ગણી શકાય. ગામની ગૌચર જમીન માં ભારત સરકારનું સૂર્ય ઉર્જા તાલીમ અને સંશોધન કેન્દ્ર છે. જે કહાનવાડી જતા રસ્તા પર આવેલું છે. ગામમાં દૂધમંડળી, પંચાયતઘર, સેવા સહકારી મંડળી, કેરોસીન ડેપો આવેલા છે. તાલુકા મથક સુધી જવા પાકા ડામર રોડની સુવિધા છે. ગામમાં અનેક ધાર્મિક મંદિરો આવેલા છે. હાલ શ્રી સુરેશભાઈ સામંતસિંહ પરમાર સરપંચ તરીકે ફરજ બજાવે છે. ગામમાં સરકાર સંચાલિત ૫ આંગણવાડી આવેલી છે. આ ગામમાં પરાં (ખેત) વિસ્તારની શાળા સાથે મળી કુલ  ૪ પ્રાથમિક શાળાઓ છે. ગામની મુખ્ય શાળાને પે સેન્ટર આપેલ છે. ઉચ્ચતર અભ્યાસ માટે આંકલાવ જવું પડે છે.
                          

શુક્રવાર, 26 નવેમ્બર, 2010

નુતન વર્ષાભિનંદન

                   નવા વર્ષના શાળા પરિવાર તરફથી દરેક ને નુતન વર્ષાભિનંદન.
              આપનું આવનાર નવું વર્ષ લાભદાયી નીવડે તેવી ભગવાન ને પ્રાથના.
                             નવા વર્ષના નવા સત્રથી અમે આ બ્લોગ લખવાની શરૂઆત   કરીએ છીએ. આ ફક્ત અમારી શાળા વિષે જ છે. અમારી શાળામાં થતા કાર્યક્રમો, અનુભવો અને યાદગાર પળો માં આપ સૌને જોડવા માંગીએ છીએ.
                         આણંદ જીલ્લાના આંકલાવ તાલુકા માં મહીસાગરના કિનારે આવેલું સુંદર અને રળિયામણું ગામ એટલે આમરોલ. આમરોલ ગામના ખેત- વિસ્તારમાં આવેલી અમારી શાળા.આંકલાવથી આમરોલ જવાના માર્ગ માં આંકલાવથી ૪ કી.મી.ના અંતરે આવેલ આમરોલ ગામ નો જ એક વિસ્તાર એટલે સરસ્વતીનગર. અને આ વિસ્તારની શાળા એટલે પ્રાથમિક શાળા સરસ્વતીનગર (આમરોલ). હવે પછીની પોસ્ટ માં આપને શાળા વિષે તથા ગામ વિષે વધુ જાણીશું.